જામનગરમાં સાયબર ક્રાઈમ પોલીસે “મ્યુલ બેંક એકાઉન્ટ” (ભાડાના ખાતા) દ્વારા આચરવામાં આવતા કરોડોના કૌભાંડનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. પોલીસે સાયબર ફ્રોડ આચરતી ટોળકીના 24 આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે અંદાજે રૂ. 2 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ ટોળકી નિર્દોષ લોકોના નામે બેંક ખાતાઓ ખોલાવી અથવા તેમના ખાતા ભાડે રાખીને ગુનાહિત નાણાંની હેરાફેરી કરતી હતી. તપાસ દરમિયાન પોલીસે કુલ 363 જેટલા શંકાસ્પદ બેંક ખાતાઓની કુંડળી શોધી કાઢી છે, જેનો ઉપયોગ દેશભરમાં છેતરપિંડી આચરવા માટે થતો હતો.
પોલીસે સાયબર માફિયાઓને દબોચ્યા
જામનગર સાયબર ક્રાઇમ વિભાગમાં નોંધાયેલા 24 જેટલા ગુનાઓના આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ કૌભાંડમાં કુલ 55 આરોપીઓ સંડોવાયેલા હોવાની ઓળખ થઈ છે, જેમાંથી 24 શખ્સોને અત્યાર સુધીમાં દબોચી લેવામાં આવ્યા છે. આ ટોળકી ડિજિટલ માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરી નાણાં મેળવતી અને તે નાણાં આ મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેતી હતી. બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીથી જામનગર સહિત સમગ્ર રાજ્યના સાયબર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો : Gandhinagar News : “ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો જ કેમ પરેશાન?”, કારોબારી બેઠકમાં કિસાન સંઘે ઉઠાવ્યા આકરા સવાલ


