By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gujarat News : પંચમહાલના કલ્પનાબેન કરી રહ્યાં છે ઘરેલું નાસ્તાથી વાર્ષિક રૂ.12 લાખથી વધુની કમાણી, આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gujarat News : પંચમહાલના કલ્પનાબેન કરી રહ્યાં છે ઘરેલું નાસ્તાથી વાર્ષિક રૂ.12 લાખથી વધુની કમાણી, આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/20 at 1:28 PM
3 months ago
Share
Gujarat News : પંચમહાલના કલ્પનાબેન કરી રહ્યાં છે ઘરેલું નાસ્તાથી વાર્ષિક રૂ.12 લાખથી વધુની કમાણી, આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
SHARE

Contents
લખપતિ દીદી: આંકડો નહીં, પણ આત્મવિશ્વાસ તેમણે પોતાની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવાની દિશામાં ડગ માંડ્યા નમો ડ્રોન દીદી: આકાશને આંબતી આત્મનિર્ભરતા સશક્તીકરણના અભિગમ હેઠળ ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે એક નવી ઓળખ અને ગૌરવ થકી સાચા અર્થમાં સુશાસનની અનુભૂતિ થઈ રહી છે

‘નમો ડ્રોન દીદી’ થી લઈને ‘લખપતિ દીદી’ સુધીની આ સફર એ વાતની સાબિતી છે કે, જ્યારે નારીને યોગ્ય તક, તાલીમ અને ટેકનોલોજીનું પીઠબળ મળે ત્યારે, તે ઘરના ઉંબરા વટાવી આખું આકાશ જીતવાનું સામર્થ્ય ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમલી અનેક મહિલાલક્ષી યોજનાઓના ફળસ્વરૂપે પંચમહાલથી લઈને બનાસકાંઠા સુધીની મહિલાઓ આજે સફળતાના શિખરો સર કરી રહી છે. આ જ સુશાસનનો સાચો વિજય છે, જેણે દરેક મહિલાને સશક્ત, સક્ષમ અને સાચા અર્થમાં સમૃદ્ધ બનાવીને રાષ્ટ્ર વિકાસનું અભિન્ન અંગ બનાવી છે.

લખપતિ દીદી: આંકડો નહીં, પણ આત્મવિશ્વાસ

સરકારના પ્રોત્સાહક પ્રયાસો અને મિશન મંગલમ જેવી યોજનાઓ દ્વારા ગ્રામીણ મહિલાઓના જીવનમાં આવેલા આમૂલ પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ પંચમહાલ જિલ્લાના કલ્પનાબેન રાઠોડ છે. કલ્પનાબેન વર્ષ ૨૦૧૮માં મિશન મંગલમ અંતર્ગત ‘શ્રી ગણેશ મહિલા મંડળ’ સાથે જોડાયા અને ત્યાંથી શરૂ થઈ તેમની સ્વાદભરી સફળતાની સફર. ઘરેલું નાસ્તો તૈયાર કરીને કલ્પનાબહેન ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને પણ સાર્થક કરી રહ્યાં છે.

તેમણે પોતાની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવાની દિશામાં ડગ માંડ્યા

સરકાર દ્વારા સંચાલિત RSETI સંસ્થામાંથી ફાસ્ટ ફૂડની તાલીમ મેળવીને તેમણે કૌશલ્યની સાથે આત્મનિર્ભર બનવાનો આત્મવિશ્વાસ પ્રાપ્ત કર્યો. મહિલા સશક્તીકરણને વેગ આપવા માટે સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય જેવી કે રિવોલ્વિંગ ફંડ, કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને બેંક દ્વારા મળતી કેશ ક્રેડિટ લોન કલ્પનાબેન જેવા અનેક સાહસિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ સુવિધાની મદદથી તેમણે કેન્ટીન, કેટરિંગ અને થેપલાં બનાવવાનો વ્યવસાય વિકસાવ્યો, જેના થકી તેઓ વાર્ષિક રૂ. ૧૨.૫૬ લાખની આવક મેળવી રહ્યા છે. રાજ્ય સરકારે ‘સરસ મેળા’ જેવા રાજ્યસ્તરના પ્લેટફોર્મ પૂરા પાડીને મહિલાઓના હુન્નરને સ્થાનિક બજારો સુધી પહોચાડ્યું છે.

ઘરેલુ નાસ્તો બન્યો આત્મનિર્ભરતાની સ્વદેશી બ્રાન્ડ

આજે કલ્પનાબેન માત્ર એક સફળ ઉદ્યોગસાહસિક જ નહીં, પરંતુ ‘લખપતિ દીદી’ તરીકે સમાજમાં નવી ઓળખ ધરાવે છે. તેઓ સ્વસહાય જૂથના પ્રમુખ અને ગ્રામ સંગઠનના સચિવ તરીકે નેતૃત્વ સંભાળીને અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી રહ્યા છે. આમ, સરકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ અને સહકારથી ગ્રામીણ સ્તરે મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે વધુ સશક્ત બની રહી છે.

નમો ડ્રોન દીદી: આકાશને આંબતી આત્મનિર્ભરતા

જેના હાથમાં ડ્રોનનું રિમોટ અને હૈયામાં આત્મનિર્ભરતાનો સંકલ્પ છે, તેવી આજની આધુનિક નારી હવે માત્ર ઘર નથી ચલાવતી, પણ રાષ્ટ્ર વિકાસમાં પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે. સૌ પ્રથમ આપણે વાત કરીશું બનાસકાંઠાની એ દીકરીની જે આકાશમાં ડ્રોન ઉડાડવાની સાથે તેના સપનાઓને પણ પાંખો આપી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના તેજલબેન ઠાકોરની સફર આજે ગુજરાતની લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. બી.એ. સુધીનો અભ્યાસ કરી પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા તેજલબેન ‘મિશન મંગલમ’ યોજના હેઠળ સદારામ સખી મંડળમાં જોડાયા, જ્યાં તેમને આધુનિક કૃષિ ટેકનોલોજી એટલે કે ડ્રોન વિશે માહિતી મળી. રાજ્ય સરકાર અને ઇફકો (IFFCO) ના સહયોગથી પુણે ખાતે ૧૫ દિવસની તાલીમ મેળવી, તેમણે DGCAના નિયમો મુજબની પરીક્ષા પાસ કરી સત્તાવાર ‘ડ્રોન પાયલોટ’નું લાયસન્સ મેળવ્યું. આજે તેઓ આધુનિક ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી ખેતીમાં નવીન પરિવર્તન લાવી રહ્યા છે.

સશક્તીકરણના અભિગમ હેઠળ ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે

પરંપરાગત ખેતીને આધુનિકતા સાથે જોડી તેજલબહેને ડીસા તાલુકાના વિવિધ ગામોમાં એરંડા, વરિયાળી અને ઘઉં જેવા પાકોમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ કરી અત્યાર સુધીમાં રૂ. ૮૦,૦૦૦થી વધુની આવક મેળવી છે. “ડ્રોન દીદી” તરીકે નવી ઓળખ પામેલા તેજલબેન જણાવે છે કે, સરકારના પ્રોત્સાહન અને તાલીમથી જે ટેકનોલોજી વિશે ગામમાં કોઈને ખબર નહોતી, આજે તે જ ટેકનોલોજી તેમની આર્થિક સમૃદ્ધિનું માધ્યમ બની છે. આમ, રાજ્ય સરકારના સુશાસન અને મહિલા ઉત્કર્ષના પ્રયાસોથી ગ્રામીણ મહિલાઓ માત્ર ઘરના ઉંબરા સુધી મર્યાદિત ન રહેતા આત્મનિર્ભર બની પોતાના અને પરીવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. ગુજરાત સરકારના સુશાસન અને મહિલા સશક્તીકરણના અભિગમ હેઠળ ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.

એક નવી ઓળખ અને ગૌરવ થકી સાચા અર્થમાં સુશાસનની અનુભૂતિ થઈ રહી છે

આજે ગામડાની મહિલા જ્યારે ખેતરના આકાશમાં ડ્રોન ઉડાડે છે અથવા પોતાના નાના ઉદ્યોગ થકી વર્ષે લાખોની કમાણી કરે છે, ત્યારે સાચા અર્થમાં મહિલા સશક્તીકરણનો સાક્ષાત્કાર થાય છે. આમ, રાજ્ય સરકારના મક્કમ નિર્ધાર અને ગ્રામીણ મહિલાઓના અટલ મનોબળને કારણે આજે ગુજરાતની નારીશક્તિ આર્થિક રીતે સદ્ધર બની રહી છે. મિશન મંગલમ અને ડ્રોન દીદી જેવા રાજ્ય સરકારના પ્રયાસો દ્વારા તેમને માત્ર આવક જ નહીં પરંતુ સમાજમાં એક નવી ઓળખ અને ગૌરવ થકી સાચા અર્થમાં સુશાસનની અનુભૂતિ થઈ રહી છે.

આ પણ વાંચો : Surat News : સુરત સંકલન બેઠકમાં ધારાસભ્ય અને સાંસદ અકળાયા, કહ્યું, વરાછામાં પાથરણાવાળાના લીધે ટ્રાફિક થાય છે

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સસ્તા અનાજના દુકાનદારોને રાજય સરકાર કમિશન પેટે હવે રૂ.૧૮૫નું ચૂકવણું કરશે
અમદાવાદ

સસ્તા અનાજના દુકાનદારોને રાજય સરકાર કમિશન પેટે હવે રૂ.૧૮૫નું ચૂકવણું કરશે

Editor By Editor 6 days ago
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?