બહુચરાજી પોલીસ સ્ટેશનમાં આ.હેડ. કોન્સ રમેશભાઈ કમશીભાઈ, અ.પો.કોન્સ નાગજીભાઇ જયરામભાઈ, અ.પો.કોન સદેવદતસિંહ કુંવરજી, સહીતના માણસો હાજર હતા.તે સમય દરમિયાન પોલીસ ઇન્સ્પેટકર પી.એલ.વાઘેલાએ જણાવેલ કે શક્તિનગર સોસયટીની પાસે આવેલ શિવગંગા સોસાયટીમાં આવેલ છેલ્લા કાળાકલરના ડેલાવાળા મકાનની આગળ ઉભેલી સફેદ કલરના ડાલામાં ગેરકાયદેસર વિદેશી દારૂ લાવીને રાખેલ છે. આ બાતમીના આધારે હકીકતવાળા સ્થળે રેડ કરવામાં આવતા પીકઅપ ડાલામાંથી એક અને તેની બાજુમાં ઉભેલ ગાડીમાંથી એક ઇસમ પોલીસને જોઈ નાસવા જતા પીકઅપ ડાલામાંથી નાસેલ ઇસમને પોલીસે કોર્ડન કરી પકડી પડયો હતો. પરંતુ ગાડીનો ઇસમ નજીકમાં ખેતરો તરફ્ નાસી જતાં પકડાયો ન હતો. પકડાયેલ ઇસમનુ નામઠામ પુછતા તેને પોતાનું નામ સોલંકી ચંન્દ્રસિંહ ઉર્ફે ટીનો રણજીતસિંહ(રહે.દેકાવાડા, તા.દેત્રોજ) વાળો હોવાનુ જણાવ્યું હતું.ત્યારબાદ જીજે-03બીવી.5472 નંબરના પીકઅપ ડાલામાં તપાસ કરતાં એક જાણીતી શૂમ્પૂ જેવા લોગોવાળા બોકસ ભરેલ જે બોકસ વારાફરતી નીચે ઉતારી ચેક કરતા બોકસમાંથી શેમ્પુ તથા હેર ઓઇલ ભરેલ મળી આવેલ તેમજ બોકસની આડાશમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની બોટલ ભરેલ બોકસ મળી આવ્યા હતાં. તમામ બોકસ નીચે ઉતારી વારાફરથી ચેક કરતા રૂ. 6,34,332ની કિંમતની વિદેશી દારૂની કુલ 1009 બોટલો મળી આવી હતી.પોલીસે રૂ.300000ની કિંમતની પીકઅપ ડાલુ,રૂ.2,00,000 કિંમતની ગાડી,રૂ.2 7000ની કિંમત ના મોબાઇલ નંગ.4 તથારૂ. 5,18,520ની કિંમતના શેમ્પૂ વિગેરે લોગોવાળા બોકસ નંગ.145,રૂ.34320ની કિંમતના ટૂથપેસ્ટ બોકસ નંગ.11 મળી કુલ કિં. રૂ.17,14,172ના મુદામાલ કબજે લઇ સોલંકી ચંન્દ્રસિંહ ઉર્ફે ટીનો રણજીતસિંહ(રહે.દેકાવાડા, તા.દેત્રોજ) સોલંકી બનેસંગ સરદારસિંહ(રહે. ભોંયણી, તા.દેત્રોજ) તથા વિદેશી દારૂ લઇ આવનાર સંતોષ મારવાડી( રહે. સાંચોર,રાજસ્થાન) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


