અંકલેશ્વર ડોકટર્સ ક્લબ દ્વારા છેલ્લા 9 વર્ષથી ડોકટર્સ ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવે છે.આજરોજ અંકલેશ્વરના ભાદી ગામની સ્પોર્ટ્સ એકેડમી ક્રિકટ્વેટ ગ્રાઉન્ડ ખાતે 10મી ડોકટર્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્ય સરકારના જળસંશાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ અને સુરત જિલ્લાના ડોક્ટરોની 6 ટિમ અને મહિલા ડોકટરોની 2 તેમજ ડોકટરોના બાળકોની બે ટિમ મળી કુલ 10 ટિમોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અને તાલુકા પંચાયતના સભ્ય અનિલ પટેલ ,પૂર્વ ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા ,ડોક્ટર્સ ક્લબના પ્રમુખ ડો.જીગ્નેશ પટેલ ,ડો.ધર્મેશ પટેલ ,સહીત ના ડોકટરો ઉપસ્થિત રહ્યાહતા.


