નવસારી શહેરના છાપરા રોડ પર આજે એક સ્કોર્પિયો કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સ્કોર્પિયો કાર ધડાકાભેર માર્ગ કિનારે આવેલા વૃક્ષ સાથે ભટકાઈ ગઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન સીધું જ વૃક્ષ સાથે અથડાયું
અકસ્માત સમયે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન સીધું જ વૃક્ષ સાથે અથડાયું હોવાનું જાણવા મળ્યું છે. કારમાં બે તરુણો સવાર હતા, જેમનો આબાદ બચાવ થયો હોવાની રાહતજનક માહિતી મળી છે.
સ્કોર્પિયો કાર એક તરુણ દ્વારા જ હંકારી રહ્યો હતો
અકસ્માત નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ સ્કોર્પિયો કાર એક તરુણ દ્વારા જ હંકારી રહ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.
બંને તરુણોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા બંને તરુણોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો—- Gujarat Police ની દુષ્કર્મ જેવા ગંભીર ગુનાના ગુનેગારો સામે આક્રમક કાર્યવાહી, 3 મહિનામાં 6 આરોપી સામે ફાયરિંગની ઘટના


