સુરેન્દ્રનગર ખાતે કલેક્ટરના નિવાસસ્થાનમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 14 કલાક સુધી ચાલી રહેલી રેડ પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ રેડ દરમિયાન અનેક દસ્તાવેજી પુરાવા, રોકડ અને સોનાની તપાસ સહિત મહત્વપૂર્ણ માહિતી જપ્ત કરી છે.
મોટા પ્રમાણમાં અપ્રમાણસર મિલકત મળી હોવાની શક્યતા
હાલ સુધી ED તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યુ નથી, પરંતુ સુત્રોએ જણાવ્યું છે કે મોટા પ્રમાણમાં અપ્રમાણસર મિલકત મળી હોવાની શક્યતા છે. તપાસ પૂર્ણ થતા EDની ટીમ અમદાવાદ ઓફિસ તરફ રવાના થઈ ગઈ છે.
વધુ વિગતો જાહેર થવાની રાહ જોવાઈ રહી છે
તપાસને લઈને હાલમાં વધુ વિગતો જાહેર થવાની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો—- Gujarat માં 26 આઇએએસ અધિકારીઓની બદલી, સંજીવ કુમાર મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી નિમાયા


