દિલ્હી-એનસીઆરના લોકોને હવાના પ્રદૂષણથી મોટી રાહત મળી છે. હવાની ગુણવતામાં સુધારો આવવા અને એર ક્વોલિટી ઈન્ડેક્સના સીવિયર પ્લસથી ઘટીને ‘Poor’ શ્રેણીમાં પહોંચ્યા બાદ ગ્રેપ 4ના પ્રતિબંધોને હટાવી લેવામાં આવ્યા છે. CAQMએ તાત્કાલિક અસરથી 13 ડિસેમ્બર 2025એ જાહેર કરેલા આદેશને પરત લઈ લીધો છે, જેની હેઠળ દિલ્હી-NCRમાં ગ્રેપ-4ના કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા.
આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ સ્તરમાં ઘટાડો નોંધાયો
CAQMએ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી અને તેની આસપાસના એનસીઆર વિસ્તારો જેમ કે નોઈડા, ગાઝિયાબાદ, ગુરૂગ્રામ, ફરીદાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ સ્તરમાં ઘટાડો નોંધાયો છે. હવામાનની અનુકુળ પરિસ્થિતિઓ, હવાની ઝડપ અને પ્રદૂષણ ફેલાવનારા તત્વોમાં ઘટાડો થવાના કારણે આ સુધારો સંભવ બન્યો છે. તેના આધારે જ ગ્રેપ-4ને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
સરકારી કે ખાનગી ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ અનિવાર્ય
જો કે CAQMએ સ્પષ્ટ કર્યું કે ગ્રેપના સ્ટેજ 1, સ્ટેજ 2 અને સ્ટેજ 3 હેઠળ લાગુ પ્રતિબંધ દિલ્હી-એનસીઆરમાં યથાવત રહેશે અને જેને 21 નવેમ્બર 2025એ જાહેર કરેલા સંશોધિત ગ્રેપ મુજબ લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ્રેપ-4 દરમિયાન દિલ્હી-એનસીઆરમાં નિર્માણ કામગીરી પર પુરી રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો, ખુલ્લામાં કચરો કે બાયોમાસ સળગાવવા પર પ્રતિબંધ, બીજા રાજ્યમાં રજિસ્ટર BS-VI વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ અને સરકારી કે ખાનગી ઓફિસમાં 50 ટકા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ અનિવાર્ય કરવામાં આવ્યું હતું.
ગ્રેપ-4 હટાવવાથી આ કડક પ્રતિબંધોમાં ઢીલ મળી
આ સિવાય નિર્માણ સામગ્રી લઈ જનારા વાહનોને પણ વિસ્તારમાં પ્રવેશની પરવાનગી નહતી. જો કે આ તબક્કામાં CNG અને ઈલેક્ટ્રિક વાહન, સાર્વજનિક પરિવહન, જરૂરી સેવાઓ અને જરૂરી વસ્તુઓની અવરજવર કરવા માટે વાહનોને છૂટ આપવામાં આવી હતી. હવે ગ્રેપ-4 હટાવવાથી આ કડક પ્રતિબંધોમાં ઢીલ મળી છે, જેનાથી દિલ્હી-એનસીઆરમાં કેટલીક હદ સુધી સ્થિતિ સામાન્ય થવાની આશા છે.
આ પણ વાંચો: Airlines : દેશમાં શરૂ થશે 2 નવી એરલાઈન્સ, સરકારે આપી મંજૂરી


