રોહિત શર્મા હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. ભારત અને ન્યુઝીલેન્ડ આગામી મહિને ત્રણ મેચની ODI સિરીઝ રમશે. આ સિરીઝ માટે ટીમની જાહેરાત ટૂંક સમયમાં થવાની ધારણા છે. રોહિત શર્માએ વધુ એક વિસ્ફોટક સદી ફટકારી છે. તે હાલમાં વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યો છે. તે શાર્દુલ ઠાકુરની કેપ્ટનશીપમાં મુંબઈ તરફથી રમી રહ્યો છે.
રોહિતે માત્ર 62 બોલમાં પોતાની સદી પૂરી કરી
વિજય હજારે ટ્રોફી શરૂ થઈ ગઈ છે. મુંબઈ સિક્કિમ સામે રમી રહ્યું છે. રોહિત શર્મા ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં આવ્યો અને તેને સદી ફટકારી. પહેલા તેને 27 બોલમાં પોતાની સદી પૂરી કરી અને પછી માત્ર 62 બોલમાં બીજી સદી ફટકારી. રોહિત શર્મા કોઈ પણ પ્રેશરમાં જોવા મળ્યો નહીં.
મેદાનમાં આવતાની સાથે જ રોહિત શર્માએ પોતાની સામાન્ય સ્ટાઈલમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારવાનું શરૂ કરી દીધું. ખાસ વાત એ છે કે જ્યારે રોહિતે પોતાના 100 રન પૂરા કર્યા ત્યારે તેને ફક્ત ચોગ્ગા અને છગ્ગા દ્વારા 80 રન બનાવ્યા હતા. તેને દોડીને માત્ર 20 રન પૂરા કર્યા. રોહિત 8 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો. લિસ્ટ A ક્રિકેટમાં આ રોહિતની 37મી સદી છે.
આ ખેલાડીઓએ લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારી
સચિન તેંડુલકર લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ બનાવનાર બેટ્સમેન છે. તેને 538 ઈનિંગમાં 60 સદી ફટકારી છે. વિરાટ કોહલી 57 સદી સાથે આ લિસ્ટમાં બીજા નંબરે છે. રોહિત હવે આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. સચિન અને કોહલી સિવાય ફક્ત ગ્રેહામ ગૂચ, ગ્રીન હિક અને કુમાર સંગાકારા રોહિતથી આગળ છે. જો રોહિતનું ફોર્મ ચાલુ રહેશે, તો તે ટૂંક સમયમાં ટોપના 3માં પોતાનું સ્થાન સુરક્ષિત કરી શકે છે.
રોહિત શર્મા ODI વર્લ્ડકપ 2027માં રમવા માગે છે
રોહિત શર્માએ હવે T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, તેથી તેનું ધ્યાન હવે ફક્ત ODI ક્રિકેટ પર છે. પછી ભલે તે ઈન્ટરનેશનલ ક્રિકેટ હોય કે વિજય હજારે ટ્રોફી. તેનું લક્ષ્ય ODI વર્લ્ડકપ 2027 છે, જેના માટે તેને તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવી અપેક્ષા છે કે રોહિત આ મેચ પછી વિજય હજારે ટ્રોફીમાં બીજી મેચ રમશે.


