મનપા આયોજિત મેરેથોનમાં બાળકોથી માંડી વડિલો સહિત 3500થી વધુ દોડવીરો ઉત્સાભેર ઉમટી પડ્યા
રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ:૨૦૨૫ને “શહેરી વિકાસ વર્ષ” તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા શહેરીજનોમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ની ભાવનાને પ્રોત્સાહિત કરી, દેશદાઝને પ્રગટ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયકલોથોન યોજાયા બાદ ગઇકાલે રવિવારે સ્વદેશી રન યોજાઇ હતી. 3૫૦૦થી વધુ સ્ફ્રુતિલા દોડવીરો ઉત્સાહભેર જોડાયા હતા. બાળકોથી માંડી વૃધ્ધ સહિતનાએ દોડમાં ભાગ લીધો હતો. સ્વદેશી રનને લીલીઝંડી અપાતા પૂર્વે શહેરના પ્રથમ નાગરિક મેયર નયનાબેન પેઢડિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા વગેરેની ઉપસ્થિતિમાં દોડવીરો સહિતનાએ રાજકોટના સર્વાંગી વિકાસ માટેની પ્રતિજ્ઞા લીધી હતી.


