By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    53 minutes ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં 31 ડિસેમ્બરની રાત્રે છાકટા બન્યા તો ખેર નથી : ઉજવણી પર પોલીસની ચાંપતી નજર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં 31 ડિસેમ્બરની રાત્રે છાકટા બન્યા તો ખેર નથી : ઉજવણી પર પોલીસની ચાંપતી નજર

Editor
Last updated: 2025/12/30 at 5:12 PM
6 months ago
Share
રાજકોટમાં 31 ડિસેમ્બરની રાત્રે છાકટા બન્યા તો ખેર નથી : ઉજવણી પર પોલીસની ચાંપતી નજર
SHARE

જાહેર રોડ પર બાઇક અને કાર પર સ્ટંટ કરનાર અને નિયમ ભંગ કરનાર સામે થશે કાર્યવાહી,

 થર્ટી ફર્સ્ટ પાર્ટીનું આયોજન કરનાર આયોજકો માટે પણ કડક નિયમો જાહેર : પોલીસ કમિશનરનું જાહેરનામું

રાજકોટ શહેરમાં દર વર્ષે 31 ડિસેમ્બરના રોજ ચાલતી આવતી વર્ષની વિદાય અને નવા વર્ષની આવકાર ઉજવણી દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. આ સંદર્ભે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામામાં જણાવ્યા મુજબ, આગામી તા. 31 ડિસેમ્બર 2025ની રાત્રે યોજાનારી તમામ પ્રકારની ઉજવણી માટે આયોજકો અથવા સ્થળના માલિકોએ કાર્યક્રમ પૂર્વે ફરજિયાત રીતે પોલીસ કમિશ્નર કચેરીની લાયસન્સ શાખાથી જરૂરી મંજૂરી લેવી અનિવાર્ય રહેશે.આ જાહેરનામાનો અમલ તા. 30/12/2025ના 00:00 થી તા. 01/01/2026ના 24:00 કલાક સુધી સમગ્ર રાજકોટ શહેર વિસ્તારમાં લાગુ રહેશે.

પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નૂતન વર્ષ દરમિયાન ફટાકડા માત્ર 31/12/2025ની રાત્રે 23:55 કલાકથી 01/01/2026ના 00:30 કલાક સુધી જ ફોડી શકાશે. જાહેર રોડ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તેમજ ઉજવણીના નામે જાહેર માર્ગો પર બેફામ બાઈક ચલાવવું, સ્ટંટ કરવું, ફોર વ્હીલરના બોનેટ પર બેસવું કે ઉભા રહેવું, દરવાજા ખોલીને મુસાફરી કરવી, તમામ ન્યૂશંસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત જાહેરમાં એકબીજા પર પાણી ઉડાડવું કે પાણીની બોટલો ફેંકવી, તલવાર અથવા મોટા ચાકુથી કેક કાપવી, ઉજવણી સ્થળો કે જાહેર માર્ગો પર ઉંચા અવાજે માઈક અથવા મ્યુઝિક વગાડવું, પાનના ગલ્લા કે ચાની લારીઓ પર ચાર કે તેથી વધુ લોકો ભેગા થવાથી ટ્રાફિકમાં અવરોધ સર્જવો, પ્રતિબંધિત માદક પદાર્થોનું વેચાણ કે સેવન, દર્દીઓ, સિનિયર સિટિઝન અથવા રહીશો પરેશાન થાય તેવો ઘોંઘાટ કરવો. આ તમામ કૃત્યો પર કડક પ્રતિબંધ રહેશે. બાઈક તથા ફોર વ્હીલરના મોટા અવાજે હોર્ન વગાડવા તેમજ મોઢાથી વ્હીસલ કે પિપુંડા વગાડવા પર પણ મનાઈ રહેશે.

આયોજકો માટે પણ ચોક્કસ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, મોટા મોલ તથા તમામ ઉજવણી સ્થળોના ગેટ પર ફરજિયાત નાઇટ વિઝન સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવી અનિવાર્ય રહેશે. ઉજવણી સ્થળોએ કોઈ પણ પ્રતિબંધિત કૃત્યો, માદક પદાર્થો કે કેફી પદાર્થોનો ઉપયોગ ન થાય તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે. તમામ પાર્કિંગ સ્થળોએ ખાનગી સિક્યુરિટી તથા સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવી ફરજિયાત રહેશે.

પોલીસે ચેતવણી આપી છે કે, આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ-223 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામાના અમલ માટે અધિક પોલીસ કમિશ્નરના દરજ્જાથી લઈને પોલીસ હેડ કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.પોલીસ પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે નિયમોનું પાલન કરીને શાંતિપૂર્ણ અને સલામત રીતે નવા વર્ષની ઉજવણી કરે, જેથી કોઈ અણચિત બનાવ ન બને અને જાહેર વ્યવસ્થા જળવાઈ રહે.

રાજકોટ જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ઉજવણી પર રૂરલ પોલીસનો કડક બંદોબસ્ત

3 ASP, 3 DYSP સહિત 1645 જવાનો રહેશે તૈનાત, નાઈટ વિઝન ડ્રોન અને 175 બોડી વોર્ન કેમેરાથી પાર્ટીઓ પર કડક નજર

નવા વર્ષના આગમનને લઈ સમગ્ર જિલ્લો ઉજવણીના માહોલમાં છે, ત્યારે 31 ડિસેમ્બર એટલે કે થર્ટી ફર્સ્ટની રાત્રે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ રૂરલ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. દારૂ, ડ્રગ્સ, બેફામ પાર્ટી અને છેડતી જેવી ઘટનાઓ અટકાવવા માટે જમીનની સાથે આકાશી નજર રાખવાનો વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 3 એએસપી, 3 ડીવાયએસપી, 27 પીઆઈ, 42 પીએસઆઈ સહિત કુલ 1645 પોલીસ અધિકારી-જવાનો, 700 જીઆરડી અને 250 હોમગાર્ડને ત્રિ-દિવસીય બંદોબસ્તમાં ખડેપગે રાખવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં બે સ્થળોએ પાર્ટી યોજવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ફાર્મ હાઉસ, ફેક્ટરી, નદીના કિનારા અને ખેતરોમાં થતી ગેરકાયદેસર પાર્ટીઓ પર ખાસ નજર રાખવામાં આવશે.

વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ 112 ઇમરજન્સી સેવાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. 23 બોલેરો વાહનો અને 80 બાઈક સાથે પોલીસ ટુકડીઓ સતત સમગ્ર જિલ્લામાં પેટ્રોલિંગ કરશે. સાથે જ 175 બોડી વોર્ન કેમેરા દ્વારા કરવામાં આવતી તમામ કાર્યવાહીનું રેકોર્ડિંગ થશે.

પોલીસ કંટ્રોલ રૂમને ખાસ ‘વોર રૂમ’ તરીકે સક્રિય રાખવામાં આવ્યો છે, જ્યાં 112 પર આવતા દરેક કોલનું સતત મોનીટરીંગ થશે. કોઈ પણ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ થતાં જ નજીકની ટીમ તાત્કાલિક દોડી જશે.
દારૂ અને ડ્રગ્સ સામે કડક કાર્યવાહી માટે રૂરલ પોલીસે નાઈટ વિઝન ડ્રોન દ્વારા સર્વેલન્સ, ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ અને બ્રેથ એનાલાઈઝર સાથે ટીમોને મેદાને ઉતારી છે. પોલીસનું સ્પષ્ટ સંદેશ છે કે, નિયમ તોડનાર કોઈ પણ શખ્સ બચી શકશે નહીં.નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં એસપી વિજયસિંહ ગુર્જરે લોકોને અપીલ કરી છે કે, કાયદાનું પાલન કરી સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે નવવર્ષની ઉજવણી કરે, જેથી કોઈ દુર્ઘટના વગર વર્ષ 2026નું સ્વાગત થઈ શકે.

You Might Also Like

પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ

 સ્વ.વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સરદાર પટેલ ભવનમાં તા.૨૧મીથી સેન્ટર ફોર યોગ એકસલન્સનો પ્રારંભ

તા.21 જૂનના કર્મયોગ મંદિરમાં વિશ્વ યોગ દિવસની કરાશે રંગારંગ ઉજવણી

 મહાજનની પાંજરાપોળના પૂર્વ મેનેજર સ્વ.અરુણભાઈ દોશીના પુત્ર ધવલભાઇ દોશીનો જન્મદિવસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
NEETની તૈયારી કરતા અમદાવાદના વિદ્યાર્થિનો આપઘાત
અમદાવાદ

NEETની તૈયારી કરતા અમદાવાદના વિદ્યાર્થિનો આપઘાત

Editor By Editor 1 day ago
વેરાવળના મંડોરમાં ગેરકાયદે સિંહ દર્શનનો પર્દાફાશ, મોરબીના બે સહિત સાત શખ્સો ઝડપાયા
નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ
તા.21 જૂનના કર્મયોગ મંદિરમાં વિશ્વ યોગ દિવસની કરાશે રંગારંગ ઉજવણી
સરદાર પટેલ ભવનમાં તા.૨૧મીથી સેન્ટર ફોર યોગ એકસલન્સનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?