અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર સીટી પોલીસ પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શનમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ મકવાણા અને કોન્સ્ટેબલ અમીતભાઇ સિધ્ધપરાને મળેલી સંયુક્ત બાતમીના આધારે નકળંગ આશ્રમ રોડ, સ્પેસ સ્કૂલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે ત્યાંથી પસાર થતા એક શંકાસ્પદ કિશોરને અટકાવી પૂછપરછ કરી હતી. કિશોર પાસે રહેલા સ્પ્લેન્ડર બાઇક (એન્જીન નંબર- HA10ELEHH33554) ના કાગળો માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૦૬ હેઠળ અંદાજે ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક કબ્જે કર્યું હતું.


