By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    17 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: તમારૂ સ્મિત છીનવી લે તેવું વ્રત ન કરવું: મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

તમારૂ સ્મિત છીનવી લે તેવું વ્રત ન કરવું: મોરારિબાપુ

Editor
Last updated: 2026/01/08 at 3:48 PM
4 months ago
Share
તમારૂ સ્મિત છીનવી લે તેવું વ્રત ન કરવું: મોરારિબાપુ
SHARE

તમારૂ સ્મિત છીનવી લે તેવું વ્રત ન કરવું: મોરારિબાપુ

કથા બકવાસ નથી, મુખવાસ છે !

પરમાત્માથી વિ-ભકત ન થાય તે જ ભકત: પાંડુરંગ શાસ્ત્રી

કોઇ તમારા વિશે ગમે તે કહે ત્યારે એક મંત્ર યાદ રાખવો: ઓમ ઇગ્નોરાય નમ:

ઓમ ઇગ્નોરાય નમ: ઓમ ઇગ્નોરાય નમ:

 

બિહાર રાજયના લખીસરાઇની ભૂમિ અને શ્રુંગિઋષિના વાયુ મંડળમાં પ્રવાહિત થઇ રહેલી “માનસ સૃગિરિષી“ રામકથાના પાંચમા દિવસે-ગઇકાલે-કથાના પ્રેમ સંવાદને આગળ ધપાવતા પ્રિય બાપુએ કહયું હતુ કે-શ્રુંગિઋષિમુનીને કેન્દ્રમાં રાખીને, માનસના આધારે આપણે સંવાદ કરીએ છીએ ત્યારે શ્રુંગ એટલે શિખર, ટોચ, શિખરથી શીંગ-શીંગડા થાય છે પણ અહીં શ્રુંગ એટલે શિખર, ટોચ, શિખરથી ઉપર કશુ જ ન હોય. ગામડાઓમાં હરણના શીંગ (શિંગડા) અને સાપની ચામડી-કાંયડી સુધી મનાય છે. તલગાજરડા, જયા માટીના ઘરમાં મારો જન્મ થયો ત્યાં ઉપર ખપેડામાં હરણના શીંગ હતા, હું દાદા (ગુરૂ)ને પુછતો કે દાદા, આ શું છે ! ત્યારે દાદા એમ કહેતા કે એ હરણના શીંગડા છે, તુ મોટો થઇશ ત્યારે તને એનું મહત્વ સમજાશે. દાદા રામાયણનો પાઠ કરતા એ છુટ્ટા પાનાઓની વચ્ચે સાપની કાંયળી પણ હતી…તો હરણના શીંગ અને સાપની કાંયળી એ સુકન મનાય છે અને સાપ તો મહાદેવનું જ પ્રતિક ગણાય છે.

અભાવનું પણ એક ઐશ્વર્ય હોય છે. તમારા મોરારીબાપુએ રોટલી-રોટલા સાથે માત્ર મીઠુ ખાયને દિવસો પસાર કર્યા છે એ અભાવનું ઐશ્વર્ય છે. તમે સૌ મારા છો તો એક વાત કહું ! મને મારો સ્વભાવ બહું ગમે છે. અને સત્સંગથી ધીમે-ધીમે સ્વભાવ સુધરે છે.

સરલ સ્વભાવ ન મન કુટિલાઇ

જાયા લાભ સંતોષ્ સદાઇ

તો કથા સાંભળવાથી ચોકકસ સ્વભાવ સુધરશે. કોઇ ગમે તે કહે તમારી ટીકા કરે, નિંદા કરે, ઇર્ષા કરે ત્યારે એને કોઇ જવાબ ન આપશો ત્યારે મારો એક મંત્ર યાદ કરવો ઓમ ઇગ્નોરાય નમ:, ઓમ ઇગ્નોરાય નમ:, ઓમ ઇગ્નોરાય નમ:… ઘણા લોકો કહે કે કથામાં હું નથી માનતો, ભગવાનમાં માને છે, કથાને માને છે એની કયારેય નિંદા ન કરશો. તમે ન માનો તો ન માને, પણ જે ભગવાનમાં માને છે એની કોઇ દી ટીકા કે નિંદા કરવી એ પણ ધર્મ છે.

જે સુખી છે એને કોઇપણ દુ:ખી ન કરી શકે અને જેને દુ:ખી જ થવું છે તેને કોઇપણ સુખી નથી કરી શકતું. એક સરસ પ્રસંગ છે, સાચી ઘટના છે. એક યુવક કોલેજમાં જાય છે તો એના પ્રોફેસર એમ કહે છે કે તમે માત્ર તમારા ગૃપમાં ન રહો, બીજા મીત્રો પણ બનાવો, મૈત્રીનો વિસ્તાર કરવો જોઇએ વગેરે… હવે એ કોલેજમાં એક રોઝી નામના વૃધ્ધા પંચ્યાસી વર્ષની વૃધ્ધા આવે છે પેલા યુવકને કહે છે કે મારે આ કોલેજમાં પ્રવેશ મેળવવો છે, મારે આગળ ભણવું છે. નાની વયે મારા લગ્ન થઇ ગયેલા, ભણવાનું છુટી ગયેલું ને સંસારમાં પડી ગઇ. મારા પતિનું અવસાન થયું, બે બાળકોને ભણાવ્યા, એ બંને પણ જીવનમાં સેટ થઇ ગયા છે. તો મારે હવે ભણવું છે. યુવાને તેના પ્રોફેસરને રોકીને ભલામણ કરી. પ્રોફેસરે કોલેજના પ્રિન્સીપાલને વાત કરી અને રોઝીને એ કોલેજમાં પ્રવેશ મળે છે. પછી યુનીવર્સીટીમાં દિક્ષાંત પ્રવચન માટે રોઝીને બોલાવવામાં આવે છે ત્યારે રોઝી કહે છે એ વાત આપણે સૌએ યાદ રાખવા જેવી અને સમજવા જેવી છે. રોઝી દિક્ષાંત પ્રવચનમાં કહે છે કે મિત્રો જીવનમાં કશું મેળવવું હોય તો ઉંમરનો કોઇ બાધ નથી. બીજુ જીવનમાં દિવસની પ્રવૃતિઓ દરમ્યાન અડધો કલાક હસતા રહેવું અને કયારે કયારેક રડવું પણ ખરૂ, આંસુ સારવા, અને ત્રીજુ તમે જીવનમાં દરેક વાતમાં સહમત ન થાઓ. હંમેશા (યશ મેન) ન બની રહો. જરૂર પડે ત્યાં તમે તમારી અસંમતી પણ પ્રગટ કરતા રહો આ અમેરિકાની સત્ય ઘટના છે.

ગુરૂ આપણને સાફ વાત કરે છે, માફ કરે છે, ગુરૂ પાસે આપણો ગ્રાફ હોય છે અને ગુરૂ પાસે આપણો ડ્રાફટ એટલે કે હૂડી હોય છે. મે ઘણા ઉપાસકો-સાધકોને જોયા છે. જે હંમેશા ગંભીર જ હોય છે. કયારેય હસતા જ નથી. સાધના-ઉપાસનાનું ફળ મધુર મુશ્કુરાહટ-સ્મિત છે. તમારૂ સ્મિત છીનવી લે તેવું વ્રત ન કરવું… મુસ્કુરાતે રહો, ગુનગુનાતે રહો, જીવન સંગીત હૈ, સ્વર સજાતે રહો… મુસ્કુરાતે રહો…

 

You Might Also Like

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

RBI વિદેશમાંથી 104 ટન ગોલ્ડ પાછું લાવ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પુત્રના લગ્નની ખુશીમાં શોકનો છાયો : ‘હિટ એન્ડ રન’માં ઘાયલ પિતાનું પાંચ દિવસ પહેલાં મોત
રાજકોટ

પુત્રના લગ્નની ખુશીમાં શોકનો છાયો : ‘હિટ એન્ડ રન’માં ઘાયલ પિતાનું પાંચ દિવસ પહેલાં મોત

Editor By Editor 4 days ago
 હીટવેવથી બચવા સિવિલમાં ખાસ ‘હીટસ્ટ્રોક વોર્ડ’ કાર્યરત કરાયો
 અંજલી પંજાબી, પ્રેમવાટિકામાં વેંચાતા પનીરમાં ભેળસેળ
સાંઢીયા પુલની કામગીરી પૂર્ણ થવા આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી
 પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?