ગોંડલમાં ધડુક પરિવારનું પ્રથમ સ્નેહમિલન યોજાયું
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ધડુક પરિવારના લોહીથી મોભીઓની રકતતુલા
મેગા બ્લડ ડોનેશન કેમ્પ, બિઝનેશ એકઝીબિશન, લોકડાયરો સહિત કાર્યક્રમો યોજાયા
અગ્ર ગુજરાત, ગોંડલ
સમસ્ત ધડુક પરિવાર દ્વારા પ્રથમ વખત સૌરાષ્ટ્ર માં વસતા ધડુક પરિવાર ના સદસ્યો નું ગોંડલ ના દાસી જીવણ પાર્ટી પ્લોટ ખાતે સમગ્ર પરિવારને એક મંચ પર લાવતું ઐતિહાસિક સ્નેહ મિલન પરિવારની એકતા, ઓળખ અને ગૌરવને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે આયોજન કરાયું હતું. જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ શ્રેષ્ઠીઓનું સન્માન, બિઝનેસ એક્ઝિબિશન અને ભવ્ય લોકડાયરો સહીત ના રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માંથી ઉપસ્થિત ધડુક પરિવાર ના સન્માન સમારોહ માં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ માં 348 જેટલી બોટલો એકત્રિત થઈ હતી જે પૂર્વસંસાદ અને ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, કન્યાછાત્રાલય ના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુક અને સુરત ના ઉદ્યોગપતિ જયંતીભાઈ ધડુક ની રક્તતુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર ધડુક સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું હતું કાર્યક્રમ દરમિયાન ધડુક પરિવારની સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનને પ્રતિબિંબિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ધડુક પરિવારના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને એક મંચ પર લાવી તેમના વ્યવસાયને ઓળખ અને પ્રોત્સાહન આપવા માટે બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું
પૂર્વસંસાદ અને ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુકએ જણાવ્યું હતું કે દ્વારકા ખાતે સમસ્ત ધડુક પરિવાર નું 5 એકર વિશાલ જગ્યા માં સમાજ ભવન નું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે જે ગૌરવ ની બાબત છે તેમજ સમસ્ત ધડુક પરિવાર ની સામુહિક ધ્વજા નું પણ આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમ માં ઉપસ્થિત ધડુક પરિવારના મોભીઓ દ્વારા તેમના વક્તવ્ય માં જણાવ્યું હતું કે આ સ્નેહમિલન સમારોહ માત્ર ભેગા જ થવું ને છુટા પડવું એવું નહિ બલ્કે આજ ની નવી પેઢી ને સારી પ્રેરણા મળે તેવા ઉમદા હેતુ સાથે નાના બાળકો ને મોબાઇલ ના વળગરથી દૂર રાખવા સાથે સાથે યુવા પેઢી ને વ્યસનોથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. સાથે સાથે દર વર્ષે આવા સ્નેહમિલન કાર્યક્રમ માં સમસ્ત ધડુક પરિવાર ને ઉમટી પાડવા હાકલ કરી હતી.


