By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    9 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સૌરાષ્ટ્રના આર્થિક કેપીટલ રાજકોટ જિલ્લામાં થયુ ઓછુ મૂડી રોકાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સૌરાષ્ટ્રના આર્થિક કેપીટલ રાજકોટ જિલ્લામાં થયુ ઓછુ મૂડી રોકાણ

Editor
Last updated: 2026/01/16 at 4:57 PM
2 months ago
Share
 સૌરાષ્ટ્રના આર્થિક કેપીટલ રાજકોટ જિલ્લામાં થયુ ઓછુ મૂડી રોકાણ
SHARE

સૌરાષ્ટ્રના આર્થિક કેપીટલ રાજકોટ જિલ્લામાં થયુ ઓછુ મૂડી રોકાણ

ભાવનગર, અમરેલીમાં રાજકોટ કરતા વધુ ઇન્વેસ્ટમેન્ટ : જિલ્લામાં માત્ર ૨3,૧૬૦ કરોડના ૨૯૨૧ MOU થયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ઉદ્યોગિક વિકાસની દ્રષ્ટે રાજકોટને સૌરાષ્ટ્રનું હબ માનવામાં આવે છે. રાજકોટ સૌરાષ્ટ્રનું આર્થિક કેપીટલ તરીકે છેલ્લા દાયકામાં ઉભરી આવ્યું છે અને રોકાણકારોને પણ રાજકોટ પર વિશ્વાસ છે. પરંતુ વાઇબ્રન્ટમાં ચિત્ર અલગ ઉપસી આવ્યું છે. જેમાં રાજકોટ કરતા ભાવનગર અને અમરેલી જિલ્લામાં ઉદ્યોગપતિઓને વધારે રોકાણ કર્યુ છે.

કચ્છ અને સૌરાષ્ટ્રની ઔદ્યોગિક કુશળતાને વૈશ્વિક ઊંચાઈ આપવા તથા નિકાસનું હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ હાલમાં જ સંપન્ન થઈ. જેના થકી કચ્છ-સૌરાષ્ટ્રમાં કુલ રૂપિયા ૫,૭૮,૩૩૦ કરોડ રૂપિયાના રોકાણના લક્ષ્યાંક સાથે ૫૪૯૨ પ્રોજેક્ટસ એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ – સમજૂતિ કરાર) થયા છે, જેને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. જેનાથી ૬,૨૬,૨૫૩ જેટલી રોજગારીની તકો ઊભી થશે. આમ આ મકરસંક્રાતિએ ‘વી.જી.આર.સી.-૨૦૨૬’ થકી કચ્છ-સૌરાષ્ટ્રમાં ‘વિકાસની સંક્રાંતિ’ શરૂ થઈ છે.

પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, વી.જી.આર.સી.માં સૌથી વધુ રોકાણમાં કચ્છ જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે. કચ્છમાં કુલ રૂ. ૧,૨૫,૦૧૭ કરોડની રકમના કુલ ૪૫૮ પ્રોજેક્ટસના એમ.ઓ.યુ. થયા છે. જેના થકી ૪૮,૪૧૯ લોકોને રોજગારી તક ઊભી થઈ છે. બીજા ક્રમે ભાવનગર જિલ્લો રહ્યો છે. આ પંથકમાં કુલ રૂ. ૬૦,૧૭૬ કરોડની રકમના કુલ ૩૦૬ એમ.ઓ.યુ. આવ્યા છે. જેના થકી અંદાજે ૧,૮૪,૬૦૬ લોકો માટે રોજગારીનું સર્જન થશે.  ત્રીજા ક્રમે અમરેલી જિલ્લો રહ્યો છે. જ્યાં રૂ. ૩૬,૨૭૫ કરોડની રકમના કુલ ૬૨ પ્રોજેક્ટસના સમજૂતિ કરાર થયા છે. જેના થકી ૧,૧૧,૪૪૭ રોજગારી મળશે.

રાજકોટ જિલ્લામાં કુલ રૂ. ૨૩,૧૬૦ કરોડની રકમના ૨૯૨૧ પ્રોજેક્ટના એમ.ઓ.યુ. સાઈન થયા છે. આ પ્રોજેક્ટસ થકી કુલ ૩૯,૪૨૩ લોકો માટે રોજગારીની તકો સર્જાઈ છે.  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોકાણ માટે રોકાણકારોએ ભારે ઉત્સાહ દાખવ્યો છે. સમુદ્રીતટીય આ જિલ્લામાં કુલ રૂ. ૩૪,૪૩૯ કરોડના રોકાણના ૮૫ સમજૂતિ કરાર કરવામાં આવ્યા છે. જેના થકી ૧૧,૫૧૪ રોજગારીની તકો સર્જાશે.

જામનગર જિલ્લો પણ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આ પંથકમાં કુલ રૂ. ૧૫,૩૦૦ કરોડના રોકાણના ઈરાદા સાથે ૩૫૭ સમજૂતિ કરારો થયા છે. જેના થકી ૮૮૫૭ લોકોને રોજગારી મળશે તેવો અંદાજ છે.

પોરબંદર જિલ્લામાં રૂ. ૯૦૮૯ કરોડના રોકાણ માટે કુલ ૪૪૭ પ્રોજેક્ટના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જેનાથી ૯૯૫૪ લોકો માટે રોજગારીની તકો ઊભી થઈ છે. મોરબી જિલ્લામાં રૂ.૪૭૯૫ કરોડના રોકાણના ઈરાદા તેમજ ૧૨,૦૯૬ લોકોને રોજગારીના પ્લાનિંગ સાથે ૧૯૧ સમજૂતિ કરારના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.  જૂનાગઢ જિલ્લામાં રૂ. ૩૩૨૪ કરોડના રોકાણના લક્ષ્ય તથા ૪૩૦૫ રોજગારના અંદાજ સાથે ૨૨૮ પ્રોજેક્ટના એમ.ઓ.યુ. થયા છે.  સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ રૂ. ૨૮૧૭ કરોડના રોકાણના ઈરાદા સાથે કુલ ૧૯૩ પ્રોજેક્ટસના એમ.ઓ.યુ. સાઈન થયા છે.  ગીર સોમનાથ જિલ્લામાં કુલ રૂ.૧૩૫૩ કરોડના રોકાણના ધ્યેય સાથે કુલ ૧૫૧ કરારો કરવામાં આવ્યા છે.  બોટાદ જિલ્લામાં કુલ રૂ. ૨૯૧ કરોડની રકમના ૩૪ એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત વિવિધ સ્થળોએ કુલ રૂ. ૨,૬૨,૨૯૩ કરોડના રોકાણના ઈરાદા સાથે ૫૯ એમ.ઓ.યુ. મંજૂર કરાયા છે. જેના દ્વારા ૧,૮૧,૧૪૩ લોકો માટે રોજગારીની તકનું સર્જન થયું છે.

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
રાષ્ટ્રિય

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

Editor By Editor 8 hours ago
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?