By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  RTEમાં બેઠકો ફાળવવીએ ખાનગી શાળાઓની બંધારણીય જવાબદારી, દાન નહીં : સુપ્રિમ કોર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

 RTEમાં બેઠકો ફાળવવીએ ખાનગી શાળાઓની બંધારણીય જવાબદારી, દાન નહીં : સુપ્રિમ કોર્ટ

Editor
Last updated: 2026/01/16 at 4:59 PM
2 months ago
Share
 RTEમાં બેઠકો ફાળવવીએ ખાનગી શાળાઓની બંધારણીય જવાબદારી, દાન નહીં : સુપ્રિમ કોર્ટ
SHARE

 સર્વોચ્ચ અદાલતનનું રાઇટ ટુ એજયુકેશન અંગે સ્પષ્ટ વલણ

 RTEમાં બેઠકો ફાળવવીએ ખાનગી શાળાઓની બંધારણીય જવાબદારી, દાન નહીં : સુપ્રિમ કોર્ટ

 કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય રિક્ષાચાલક, ફેરીયો, કરોડપતિ અને ન્યાયધિશનું બાળક પણ એક જ કલાસમાં સાથે બેસાડવાનો : SCમાં વધુ સુનાવણી ૬ એપ્રિલે

 

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

શિક્ષણનો અધિકાર (RTE) અધિનિયમ હેઠળ ખાનગી શાળાઓમાં 25 ટકા મફત બેઠકોની જોગવાઈ અંગે અદાલતનું આ કડક વલણ દેશના લાખો વંચિત બાળકો માટે આશાનું એક નવું કિરણ લઈને આવ્યું છે. અદાલતે સાફ શબ્દોમાં કહ્યું છે કે શિક્ષણ એ માત્ર અક્ષરોનું જ્ઞાન નથી, પરંતુ તે એક એવો પાયો છે જેના પર ભેદભાવ-મુક્ત સમાજનું નિર્માણ થાય છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે તેના ચુકાદામાં ‘બંધુત્વ’ના બંધારણીય મૂલ્ય પર વિશેષ ભાર મૂક્યો હતો. જસ્ટિસ પી.એસ. નરસિમ્હાએ કહ્યું કે સાચો બંધુત્વ પુસ્તકિયા વાતોથી નહીં, પરંતુ સંસ્થાકીય વ્યવસ્થાઓથી વિકસે છે. જ્યારે સમાજના દરેક વર્ગના બાળકો એકસાથે સમાન શાળા અને વર્ગમાં ભણે છે, ત્યારે તેમની વચ્ચે આર્થિક કે સામાજિક આધારે ભેદભાવની દીવાલો આપોઆપ પડી જાય છે.

અદાલતે પ્રભાવશાળી ઉદાહરણ આપતા કહ્યું કે “કાયદાનો વાસ્તવિક ઉદ્દેશ્ય એક એવું શૈક્ષણિક વાતાવરણ તૈયાર કરવાનો છે, જ્યાં એક રિક્ષા ચાલક, ફેરિયો, કોઈ કરોડપતિ ઉદ્યોગપતિ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનું બાળક પણ એક જ ક્લાસમાં સાથે બેસી શકે. આનાથી બાળકોમાં બાળપણથી જ પરસ્પર સન્માન અને સમાનતાની ભાવના વિકસિત થશે.”

ઘણીવાર ખાનગી શાળાઓ દ્વારા એવી દલીલ કરવામાં આવે છે કે મફત શિક્ષણનો બોજ ઉઠાવવો તેમના માટે મુશ્કેલ છે. પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE) ની કલમ 12(1)(સી) હેઠળ ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠકો વંચિત વર્ગો માટે અનામત રાખવી એ કોઈ ‘કલ્યાણકારી દાન’ નથી. અદાલતના જણાવ્યા અનુસાર આ બંધારણની કલમ 21એ (શિક્ષણનો અધિકાર) અને કલમ 39(એફ) (બાળ વિકાસ)માં રહેલા સિદ્ધાંતોને લાગુ કરવાનું અનિવાર્ય માધ્યમ છે. ખાનગી શાળાઓની એ જવાબદારી છે કે તેઓ રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક એકતાની પ્રક્રિયામાં ભાગીદાર બને. ભાઈચારાને માત્ર ઉપદેશોથી લાગુ કરી શકાતો નથી, તેને એવા સહિયારા વાતાવરણથી લાગુ કરી શકાય છે જ્યાં બાળકો સામાજિક ભેદભાવથી ઉપર ઉઠીને એકબીજા સાથે જોડાય છે.

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાની બંધારણીય ભાવનાને ધરાતલ પર ઉતારવાની દિશામાં માઈલસ્ટોન સમાન છે. હવે દડો કેન્દ્ર અને રાજ્ય સરકારોના કોર્ટમાં છે. જો તેઓ ઈમાનદારીથી આ નિર્દેશોનું પાલન કરશે, તો આવનારા સમયમાં ખાનગી શાળાઓના વર્ગખંડોનું દ્રશ્ય બદલાયેલું હશે, જ્યાં પ્રતિભાનું મૂલ્યાંકન બેંક બેલેન્સથી નહીં, પણ વિદ્યાર્થીની મહેનતથી થશે. આ કેસની આગામી સુનાવણી 6 એપ્રિલ ના રોજ થવાની છે, જ્યાં એ સ્પષ્ટ થશે કે રાજ્યોએ આ દિશામાં કેટલી પ્રગતિ કરી છે.

 

કેન્દ્ર અને રાજ્યો માટે સખત નિર્દેશો

સુપ્રીમ કોર્ટે માત્ર નિર્દેશો જ નથી આપ્યા, પરંતુ આ કાયદાને અમલી બનાવવા માટે સમયમર્યાદા અને દેખરેખ તંત્ર પણ નક્કી કર્યું છે. કોર્ટે કહ્યું કે RTE એક્ટને અસરકારક રીતે લાગુ કરવા માટે સ્પષ્ટ નિયમો અને વિનિયમોની જરૂર છે.

અદાલતના મુખ્ય નિર્દેશો:

  1. નિયમોનું નિર્માણ: કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) અને રાજ્ય આયોગો સાથે પરામર્શ કરી આ કાયદાને લાગુ કરવા માટે નક્કર નિયમો બનાવે.
  2. ડેટા એકત્રીકરણ: NCPCR ને આદેશ આપવામાં આવ્યો છે કે તે 31 માર્ચ સુધીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા બનાવવામાં આવેલા નિયમોની સંપૂર્ણ માહિતી એકત્ર કરે અને તેનું સોગંદનામું કોર્ટમાં રજૂ કરે.
  3. જવાબદારી: હવે રાજ્ય સરકારો માત્ર એમ કહીને બચી શકશે નહીં કે કાયદો અસ્તિત્વમાં છે; તેમણે એ સુનિશ્ચિત કરવું પડશે કે પ્રાઈવેટ સ્કૂલો ગરીબ બાળકોને પ્રવેશ આપી રહી છે કે નહીં.

જ્ઞાતિ અને વર્ગના ભેદભાવ પર અંતિમ પ્રહાર

અદાલતે સ્વીકાર્યું કે ભારતમાં જ્ઞાતિ, વર્ગ, લિંગ અને આર્થિક સ્થિતિના આધારે ભેદભાવના મૂળ ખૂબ ઊંડા છે. આ બેડીઓને તોડવાનો એકમાત્ર રસ્તો ‘શિક્ષણનું લોકશાહીકરણ’ છે. જો અમીર અને ગરીબ માટે અલગ-અલગ શાળાઓ હશે, તો સમાજ હંમેશા વહેંચાયેલો રહેશે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો તે ‘બેવડી શિક્ષણ પ્રણાલી’ ને ખતમ કરવાનો પ્રયાસ છે, જ્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માત્ર સંપન્ન વર્ગનો વિશેષાધિકાર બનીને રહી ગયું હતું.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
રાજકોટ

 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ

Editor By Editor 4 days ago
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?