ફ્રિડમ યુવા ગ્રુપ આયોજીત ૪૫ દિવસના કંબલ અભિયાનનું સમાપન
૧૦૦૦થી વધુ ધાબળા અને ૫૦૦થી વધુ સ્વેટરનું વિતરણ
અગ્ર ગુજરાત, રાજકોટ
ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા શિયાળાના પ્રારંભથી લગભગ ૪૫ દિવસ સુધી નિરંતર રાત્રીના ૨ વાગ્યા સુધી રાજકોટના તમામ અંતરિયાળ વિસ્તારો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો, ધોરીમાર્ગો , સરકારી હોસ્પિટલ માં દર્દીઓ તેમજ તેમનાં સગાવહાલાઓ અને બિલ્ડિંગ, રોડ રસ્તા ની મજૂરી કરતા શ્રમિક પરિવારો ને હાડ થીજાવતી ઠંડી થી હૂંફ આપવા “કંબલ અભિયાન” અંતર્ગત છેલ્લા ૧૮ વર્ષો થી પ્રતિવર્ષ ધાબળા ઓઢડવાનો પ્રકલ્પ ચાલે છે જેમાં સર્વે મહાલક્ષ્મીના મુનીમસમાં દાતાઓ અને શુભેછકોના સહયોગ થકી ૧૦૦૦ થી વધુ છેવાડાના જરૂરીયાતમંદ સુઘી અમે ધાબળાની સેવા પહોંચતી કરવામાં નિમિત્ત બન્યા તદ્ઉપરાંત ઠંડી થી રક્ષણ આપવા ૫૦૦ થી વધુ બાળકોને સ્વેટરનું વિતરણ કરાયેલ હતુ.
ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા કંબલ અભિયાન પ્રકલ્પમાં સંસ્થાના સ્થાપક ભાગ્યેશ વોરાના માર્ગદર્શન હેઠળ મનોજ ડોડીયા, પ્રવીણ ચાવડા, સંજય પારેખ, સુરેશ રાજપુરોહિત, નિમેષ કેસરિયા, રાજન ગઢવી, અલ્પેશ પલાણ, નીતિન ઝરીયા, હર્ષદ ચોકસી, જીતેશ સંઘાણી, હિતેશ કોઠારી, વિહાન વોરા, અલ્પેશ ગોહેલ, પરેશ ગોહેલ, જે.પી. ફૂલરા, ધવલ પડિયા, કિરીટ ગોહેલ, ચંદ્રેશ પરમાર, મયંક પાઉં, પુનિત બુંદેલા, જીગ્નેશ આહિર, સંજય ચૌહાણ, કૌશલ બુંદેલા, જય આહિર, રિતેશ ચોકસી, રસિક મોરધરા સહિતનાઓ એ સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.


