By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    17 minutes ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખોખરી ગામે વોકળામાંથી પરપ્રાંતીય મજૂર અને નાનકડા દીકરાના મૃતદેહ મળ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ખોખરી ગામે વોકળામાંથી પરપ્રાંતીય મજૂર અને નાનકડા દીકરાના મૃતદેહ મળ્યા

Editor
Last updated: 2026/01/20 at 2:50 PM
2 months ago
Share
ખોખરી ગામે વોકળામાંથી પરપ્રાંતીય મજૂર અને નાનકડા દીકરાના મૃતદેહ મળ્યા
SHARE

ખોખરી ગામે વોકળામાંથી પરપ્રાંતીય મજૂર અને નાનકડા દીકરાના મૃતદેહ મળ્યા

ત્રણ દિવસથી લાપતા પિતા-પુત્રની કોહવાયેલી હાલતમાં લાશ મળી, મોત પાછળ અકસ્માત કે અન્ય કારણ? તપાસ યથાવત

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોખરી ગામે વોકળામાંથી પિતા અને 6 વર્ષના પુત્રના કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતાં સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ છે. ત્રણ દિવસથી ગુમ થયેલા પિતા-પુત્રની શોધખોળ ચાલી રહી હતી, તે દરમિયાન ગઈકાલે મોડી રાત્રે વોકળામાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પડધરી તાલુકો ખોખરી ગામ
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ખોખરી ગામે અનિરુદ્ધસિંહ જાડેજાની વાડીમાં મધ્યપ્રદેશનો ડાવર પરિવાર છેલ્લા કેટલાક સમયથી ખેતમજૂરીનું કામ કરતો હતો. આ પરિવારમાં રાજેશભાઈ જુવાનસીંગ ડાવર (ઉંમર 27), તેમની પત્ની રેણુકા ડાવર અને 6 વર્ષનો પુત્ર અરુણ રાજેશભાઈ ડાવરનો સમાવેશ થતો હતો. ગત 16 જાન્યુઆરીના રોજ રાજેશભાઈ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યા હતા અને પત્ની સાથે બોલાચાલી થયા બાદ ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ પિતા અને પુત્ર બંને ગુમ થયાની જાણ પરિવાર દ્વારા પોલીસને કરવામાં આવી હતી.
ત્રણ દિવસ સુધી બંનેની કોઈ ભાળ ન મળતાં પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. દરમિયાન ગઈકાલે મોડી રાત્રે ખોખરી ગામની સીમમાં આવેલા વોકળામાંથી દુર્ગંધ આવતાં સ્થાનિક લોકોએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન વોકળામાં બે મૃતદેહ નજરે પડતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ગ્રામજનોની મદદથી બંને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા, જે કોહવાયેલી હાલતમાં હતા. ઓળખ કરવામાં આવતા તે રાજેશ ડાવર અને તેમના પુત્ર અરુણ હોવાનું બહાર આવ્યું.
બનાવની ગંભીરતા જોતા પોલીસે બંને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસની પ્રાથમિક તપાસમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળક વોકળામાં ન્હાવા પડ્યો હશે અને તેને બચાવવા જતા પિતા રાજેશભાઈ પણ વોકળામાં ઝંપલાવ્યા હોય, જેના કારણે બંને ડૂબી ગયા અને મોત નિપજ્યું. જો કે, આ ઘટના અકસ્માત છે કે તેમાં કોઈ અન્ય કારણ સંકળાયેલું છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ મળ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ તો પરિવારના નિવેદનો, ઘટનાસ્થળની પરિસ્થિતિ અને અગાઉના ઘટનાક્રમના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ કરુણ ઘટનાએ ખોખરી ગામમાં શોકનું માહોલ સર્જી દીધું છે, જ્યારે પિતા સાથે માસૂમ બાળકના મોતથી દરેકની આંખો ભીની થઈ ગઈ છે.

You Might Also Like

જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો

રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
રાજકોટ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

Editor By Editor 4 days ago
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?