ધોરાજી પંથકમાંથી એલ્યુમિનિયમ તારની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
તાર સહિતનો મુદામાલ કબ્જે કરતી પોલીસ
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી તાલુકાના વિવિધ ગામો માં સિમ વિસ્તારમાં કેટલાક તસ્કરો એ ચોરી કરી ખળભળાટ મચાવ્યો હતો. ખેડૂતો દ્વારા ધોરાજી તાલુકા પોલીસ ને રજૂઆત કરવામાં આવતા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર જે. પી. ગોસાઈ અને સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સહાય વડે તપાસ હાથ ધરતા
ધોરાજી નાં મોટી પરબડી ગામ નદી નાં સામા કાંઠે આવેલ સીમ માં ખેતીવાડી વિસ્તાર માંથી 1000 મીટર જેટલો એલ્યુમિનિયમ નો વીજતાર કિંમત રૂ 22,740 પીપળીયા ગામે ખેતીવાડી વિસ્તાર માં 450 જેટલો એલ્યુમિનિયમ વીજ તાર ની કિંમત રૂ 19,760 ચોરી થવા પામ્યો હતો જેનો પોલીસ તપાસ દરમિયાન ભેદ ઉકેલાયો હતો જે ગુનાના કામે નાશતા ફરતા મુખ્ય બન્ને આરોપી ને પકડી પાડવામાં ધોરાજી તાલુકા પોલીસને સફળતા મળી હતી.
ઝડપાયેલા બંને આરોપીઓમાં લાલા ગોરધન દેવીપુજક રહે. મોટાં ભાડલા સાયલા દિનેશ દેવા કોળી રહે રામદેવ નગર અંજાર બંનેને ધોરાજી તાલુકા પોલીસે ઝડપી લીધા હતા જેમાંલાલા ગોરધન દેવીપુજક ઘણા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.


