By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

 સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ

Editor
Last updated: 2026/01/24 at 5:00 PM
2 months ago
Share
 સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
SHARE

સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ

ડોડા (જમ્મુ-કાશ્મીર) વિસ્તારમાં પ્રાણ ગુમાવનાર ભારતીય સેનાના દસ સૈનિકોને શ્રધ્ધાંજલી સહ તેના પરિવારને પચીસ હજાર લેખે રૂપિયા બે લાખ પચાસ હજાર, સંવેદના સહાય બાપુ તરફથી અર્પણ થશે

સાધુ સાધુકાળમાં નથી ઓળખાતો, એને પ્રકાર મળે છે, ઉપહાર નથી મળતા !

જયાં બોધ હોય ત્યાં વિરોધ ન હોય

 

વિશ્વ શાંતિકેન્દ્ર-અહિંસા વિશ્વ ભારતીના ઉપક્રમે જૈનાચાર્ય લોકેશમુનિ ‘સનાતન‘ ના સંયોજકો પદે પ્રવાહિત થઇ રહેલી  ‘માનસ સનાતન ધર્મ ‘ રામકથાના સાતમા દિવસે ગઇકાલે કથાના સરલ પ્રેમ સંવાદને આગળ ધપાવતા પ્રિય બાપુએ કહયું હતું કે કાશ્મીરમાં એક માર્ગ અકસ્માતમાં આપણે દેશના દસ જવાનો સૈનિકો નિર્વાણ પાડયા છે. એમના આત્માને શ્રધ્ધાંજલી અને એમના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવું છું. અને એ દસ સૈનિકોના પરિવાર માટે રપ-રપ હજાર અને જે ઘાયલ થયા છે એમની સારવાર ચાલે છે એ દરૈક સૈનિકોને ૧૧-૧૧ હજાર મોકલી આપવાની વ્યવસ્થા વ્યાસપીઠના ફલાવર્સ દ્વારા કરવામાં આવશે.

આજે વસંતપંચમી છે. જ્ઞાનનો દિવસ છે. મા સરસ્વતીની વંદનાનો દિવસ છે. વસંત અને પાનખર બંનેનો મહિમા છે. કોઇએ પંખીને પુછયું કે આ વસંતઋતુ આવી તેનો આંદ તમે લ્યો છો પણ પાનખર આવે ત્યારે તમને શું થાય છે? ત્યારે પંખી એ સરસ જવાબ આપ્યો  ‘ભાઇ ‘ પાનખરનો પણ સ્વીકાર છે. પાનખર આવે એ સારૂ છે કેમ કે પાનખરમાં પાંદડીઓ ખરે ત્યારે અમે એનાથી અમારા માળા-ઘર બનાવીએ છીએ એટલ઼ે વસંત અને પાનઘર બંનેનો સ્વીકાર છે.

એક ભાવકનો પ્રશ્ન બાપુ કોઇ સનાતન ધર્મનો વિરોધ કરે તો શું કરવું? જવાબ: જયાં બોધ હોય ત્યાં વિરોધ નથી હોતો. મે ઘણીવાર કહયું છે કે જે સનાતન ધર્મનો વિરોધ કરે ત્યાંથી આપણે નીકળી જવું, એની વાતો ન સાંભળવી કેમ કે એની પાસે બોધ નથી! સનાતન ધર્મનું અચલ શિખર કૈલાસ છે, સનાતન ધર્મનો પ્રવાહ ગંગા છે, અને સનાતન ધર્મનું વૃક્ષ અન્વયવટ છે, અને ગ્રંથીમુકત ગ્રંથ વેદ છે. કોઇએ પુછયું કે-બાપુ સાધુ સનાતન છે. જવાબ: હા સાધુ સંત, સાધુતા સનાતન છે. સાધુને શોધો નહીં. સાધુ તમને શોધી લેશે. અને સાધુ આયુકાળમાં ઓળખાતો નથી એને તો પ્રહાર જ મળ્યા છે, ઉપહાર નથી મળ્યા! બીજો એક પ્રશ્ન: બાપુ, સાધુને આચરણથી કે આવરણથી કઇ રીતે ઓળખવા? જવાબ: સાધુ આચરણ કે સાંભરણ કે આવરણથી ન ઓળખાય ? એના અંત:કરણથી ઓળખાય.

માટે યુવાનોને ખાસ કહેવું છે કે આ પાંચ પ્રકારની સેવા હંમેશા કરજો, તમારુ જીવન સાર્થક થશે, દરેક યુવાન ભાઇ-બહેન આ પંચ સેવા કરે દેહદાન, દેવસેવા, દેશ સેવા, દિલ સેવા-દિલને અકબંધ રાખો, જયાં ત્યાં દિલ દેવા નહીં! અને ગુરૂઆજ્ઞા સેવા-ગુરૂસેવા…

સનાતન ધર્મગ્રંથ, ઇશ્વરીયા ગ્રંથના મુખ્યા પાંચ લક્ષણો તત્વો છે. તે સમજીએ આદિજ્ઞાન, જે ગ્રંથમાં આદિજ્ઞાન હોય, તે સનાતન ગ્રંથ છે, જે ગ્રંથમાં તર્કબુધ્ધી વિજ્ઞાન હોયએનું સ્વાતંત્ર હોય, કોઇ ભેદ ન હોય એમાં વિવિધતા હોય-વિષમતા ન હોય, જેમાં ઇતિહાઇ ઓછો હોય પણ મુળતત્વની વાત હોય અને જે ગ્રંથમાં ભકિત, જ્ઞાન, યોગ અને વૈરાગ્ય એટલે કે પુર્ણતાની વાત હોય અંતો તો જ્ઞાન, યોગ, ભકિત અને વૈરાગ્ય જ પુર્ણ છે એ ગ્રંથ ઇશ્વરીય સનાતન ગ્રંથ છે.

અથર્વવેદનો એકમંત્ર છે. જેમાં સનાતન ધર્મની ઉદઘોષણા છે અને સનાતન ધર્મના મુખ્ય તત્વોનું આ શ્લોકમાં વિવરણ છે તમે પણ સૌ આ મંત્ર જિલજો….

કાલો અશ્વ વહતિ સપ્તરશ્મિ:

સહસ્ત્રાક્ષો અજરો ભુરીરેત તમારોહિત

પુરૂષો ચિર પરિક્ષીત: શતતાનિ

યકભુવા નાહિ વિશ્વા:

કથા પ્રારંભે જાણીતી ગુજરાતી સુપરડુપર હીટ ફીલ્મ  ‘લાલો ‘ના કલાકારો ઉપસ્થિત હતા, એ કલાકારોએ વ્યાસપીઠની વંદના કરી હતી. પ્રિયબાપુએ સર્વ કલાકારોને શાલ અર્પણ કરી હતી. ‘લાલો ‘ ફીલ્મના કલાકારો કથાશ્રવણનો લ્હાવો લીધો હતો. બાપુએ કહયું કે મે ફીલ્મ જોઇ નથી પણ હું જોઇશ. હવે એ ફીલ્મ હીન્દીમાં પણ આવવાની છે તમે ખુબ સારુ કામ કર્યુ છે. સારો મેસેજ-સંદેશ લોકોમાં પહોચાડયો છે. ખુર રહો બાપ! સાધુવાર. લોકેશમુનિ સનાતનીએ પણ  ‘લાલો ‘ ફીલ્મની ટીમને આવકાર્યા હતાં. આ સર્વ કલાકારો બાપુના આશિર્વાદ લેવા તલગાજરડા પણ ગયા હતા એનું સ્મરણ પણ પ્રિયબાપુએ કર્યું હતું.

કથામૃત

(૧) દિલને અકબંધ રાખો, જયાં ત્યાં દિલ દેવા નહીં !

(ર) ભગવાન, ભગવંત અને ભગવંતગ્રંથની ગતિ વિચિત્ર હોય છે !

(3) ‘ગુરૂગ્રંથ સાહેબ ‘માં આજસુધી કોઇ પાઠભેદ નથી થયો, અત્યગ્રંથોમાં પાઠભેદ થયા છે.

(૪) સાધુ-સાધુતા-સનાતન છે.

(પ) મહોબ્બત કરો તો કિસી આલસી સે કરો, જો તુમ્હે છોડકર કિસી ઔર કે પાસે જાને મે થકાવટ મહેસુસ કરે !

(મનોજ જોશી-મજો-રાજકોટ, મો.૯૪ર૬ર૪ર૧૧પ)

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
જૂનાગઢ

 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ

Editor By Editor 4 days ago
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?