પોરબંદર એલસીબીએ રૂ.3.૮૫ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો
કાર ચાલક અંધારાનો લાભ લઇ નાસી છૂટયો
અગ્ર ગુજરાત, પોરબંદર
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચે એક સફળ દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથેની લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે. જોકે, પોલીસને જોઈને કાર ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.બાતમીના આધારે વોચ અને કાર્યવાહીLCBના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ દાસા અને કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને બાતમી મળતા આ બાતમીના આધારે હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે વોચ ગોઠવી હતી અને રૂ.3.૮૫ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
શંકાસ્પદ ક્રેટા કાર ત્યાંથી પસાર થઈ, ત્યારે પોલીસને જોઈને ચાલક ગભરાઈ ગયો હતો. તેણે કાર ઉભી રાખી દીધી અને અંધારાનો ફાયદો ઉઠાવી રફુચક્કર થઈ ગયો હતો. પોલીસે જ્યારે કારની તલાશી લીધી ત્યારે તેમાંથી 336 નાની-મોટી બોટલો. 96 નંગ ટીન.કુલ જથ્થો 432 નંગ (કિંમત રૂ. 3,85,920/-).હ્યુન્ડાઈ ક્રેટા કાર (કિંમત રૂ. 5,00,000/-).કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. 8,85,920/-.મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


