By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    7 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    2 weeks ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading:  UGCના નવા નિયમનો વિરોધ, રવિવારે બંધનું એલાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

 UGCના નવા નિયમનો વિરોધ, રવિવારે બંધનું એલાન

Editor
Last updated: 2026/01/28 at 4:04 PM
7 days ago
Share
 UGCના નવા નિયમનો વિરોધ, રવિવારે બંધનું એલાન
SHARE

SC, ST, OBC સમર્થનના પરિપત્રનો દેશ વ્યાપી વિરોધ વંટોળ ઉઠયો

 UGCના નવા નિયમનો વિરોધ, રવિવારે બંધનું એલાન

સુધારેલી માર્ગદર્શિકાને ભેદભાવપૂર્ણ ગણાવતા જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ, મોટાભાગના રાજયોના લોકો ઉતર્યા રસ્તા પર નવી ગાઇડ લાઇન સમાનતાને બદલે ભેદભાવ અને નફરતને બળ પુરૂ પાડનારી હોવાની રાવ, સર્વણ છાત્રોને પણ સુરક્ષા પૂરી પાડવા માંગ

 રાજકોટ સહિત સમગ્ર ભારતમાં સર્વણ સમાજ સહિતના વિવિધ ઉચ્ચ જ્ઞાતિના સંગઠનો દ્વારા કલેકટરને આવેદન પાઠવી યોગ્ય નિર્ણય લેવા સરકારને રજૂઆત

 

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ તાજેતરમાં જાહેર કરેલી નવી ગાઈડલાઈન સામે દેશવ્યાપી વિરોધ વધુ પ્રબળ બન્યો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને યુવાનોએ સુધારેલી માર્ગદર્શિકાને ભેદભાવપૂર્ણ ગણાવતા 1લી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. દેશના સંખ્યાબંધ રાજ્યોમાં લોકોએ રસ્તા પર વિરોધ પણ કરી રહ્યાં છે. સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓએ તેમને અન્યાય થવાની આશંકાએ આ સુધારેલી ગાઇડ લાઇન તાત્કાલીક પરત ખેંચવા માંગ કરી છે.

બિન અનામત ખાસ કરીને ઉચ્ચ જાતિના વર્ગમાં યુજીસીની સુધારેલી માર્ગદર્શિકાને લઈને કચવાટ છે. સામાન્ય જાતિના લોકોના મતે આ નિષ્પક્ષ માર્ગદર્શિકા નથી. તે સમાનતાને બદલે ભેદભાવ તથા નફરતને બળ પુરું પાડી શકે છે. વિરોધકર્તાઓએ જણાવ્યું કે, ભેદભાવ સામેની કાર્યવાહી નિષ્પક્ષ હોય તે જરૂરી છે, ભલે પીડિત અથવા આરોપીની જાતિ ગમે તે હોય. ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ પણ ઉત્પીડનનો ભોગ બનતા હોય છે જેથી તેમને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માગ દેખાવકારોએ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ પિટિશનમાં દલીલ કરાઈ છે કે, નિયમ 3(સી) નો વર્તમાન સ્વરૂપમાં લાગુ કરવાથી રોકવા નિર્દેશ આપવામાં આવે. અરજીમાં એવો દાવો કરાયો છે કે જાતિ આધારિત ભેદભાવના કેસમાં ફક્ત એસસી, એસટી તથા ઓબીસીને અવકાશ રહે છે.

કોઇપણ સાથે ભેદભાવ નહી થાય : શિક્ષણમંત્રી

યુજીસીની સુધારેલી માર્ગદર્શિકામાં જાતિગત ભેદભાવનો અર્થ ફક્ત એસસી, એસટી અને ઓબીસી વિરુદ્ધના ભેદભાવને ગણાવ્યો છે. વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પર્ધાને આશ્વાસન આપતા જણાવ્યું કે, નિયમોનો દુરૂપયોગ નહીં થાય તથા કોઈપણ સાથે ભેદભાવ થશે નહીં. ભેદભાવના નામે કોઈ પણ આ નિયમોનો દુરૂપયોગ કરી શકશે નહીં. યુજીસી, કેન્દ્ર અને રાજ્ય સરકારોની જવાબદારી રહેશે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. યુપી, નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. હવે ગુજરાતમાં પણ નવા નિયમો સામે વિરોધના પડઘમ સંભળાવવા લાગ્યા છે. સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન પાઠવી નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી છે. જ્યારે મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા નવા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગઈ 13 જાન્યુઆરીના રોજ નવા નિયમોને નોટિફાઈ કર્યા હતા. જે અંતર્ગત કોલેજ-યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે વિશેષ સમિતિઓ બનાવવાના નિર્દેશન આપવામાં આવ્યા હતા. જેમાં સમિતિ ખાસ રીતે SC, ST અને OBC સ્ટુડન્ટની ફરિયાદો સાંભળશે. આ વ્યવસ્થા જનરલ કેટેગરીના સ્ટુડન્ટ વિરોધી હોવાનું કહીને વિરોધ શરૂ થયો છે.

ઉલ્લેખનીય છે કે, 2016માં હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલા અને 2019માં ડોક્ટરનું ભણતી દલિત વિદ્યાર્થિની પાયલ તડવીએ આત્મહત્યા કરી હતી. બંનેએ કોલેજમાં જાતીય ઉત્પીડનથી કંટાળીને આ પગલું ભર્યું હતું, ત્યારે કોલેજમાં થતાં જાતીય ભેદભાવ રોકવા માટે UGCએ નવા નિયમો બનાવ્યા છે.

‘ખોટી ફરિયાદ કરનાર સામે કોઈ કાર્યવાહીનો ઉલ્લેખ નથી’ : સંગઠનો

અમારો વિરોધ એ નથી કે આ પ્રકારનું કોઈ કૃત્ય કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં ન આવે. અમારી વાત એવી છે કે, ખરેખર કોઈ ખોટી ફરિયાદ કરે તો તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહીનો ઉલ્લેખ નથી. એ આ કાયદાના અમલીકરણ માટેની કમિટી બનાવવામાં આવી છે તેમાં પણ સવર્ણોને લેવા તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને OCB વર્ગને આ કમિટીમાં રાખવામાં આવ્યા છે. બધા જ જાણે છે કે, OBC એટલે કોઈ જ્ઞાતિ નથી. જ્ઞાતિ જ નથી તો તમે તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કઈ રીતે કરો.

ચૂંટણીમાં મતથી જવાબ આપીશું’

JNU જેવી યુનિવર્સિટીમાં બ્રાહ્મણ બન્યા ભારત છોડો ઉપરાંત તિલક, તરાજુ અને તલવાર ઇસકો મારો જૂતે ચાર આ પ્રકારના નારા લગાવી શકાતા હોય તો તે કોઈ રાજકીય પક્ષોને દેખાતું નથી. સવર્ણોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રની ભાજપ સરકાર આ કાયદો અમલમાં નહીં લાવે તેવો પૂરો વિશ્વાસ છે અને તેમ છતાં પણ જો આ કાયદો અમલમાં આવ્યો તો અમે રસ્તા પર નહીં ઉતરીએ પરંતુ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતથી તેનો જવાબ આપીશું.

 

You Might Also Like

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

મંગળવારે ૮ લાખ બેંક કર્મચારીઓની હડતાલ  : રાજકોટના 1500 કર્મીઓ જોડાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર : પોલીસ અને માલધારી યુવાનના મારામારી કેસમાં સમાજ મેદાને
ભાવનગર

ભાવનગર : પોલીસ અને માલધારી યુવાનના મારામારી કેસમાં સમાજ મેદાને

Editor By Editor 7 days ago
રાજકોટમાં તા.૧૪ અને ૧૫ ફેબ્રુઆરી ઓપન ગુજરાત ઇન્વિટેશન કેરમ ટુર્નામેન્ટ
ગ્રામીણ ભારતમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ
કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા
મનપાની બેદરકારી! ઇલેકટ્રીક સિટી બસમાં હેન્ડબ્રેક લગાવ્યા બાદ પણ ચાલતી જ રહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?