મકાનોની અગાસીઓ અને વિસ્તારોમાં કાળી રાખનું સામ્રાજય
તાલાલા સુગર ફેકટરીમાંથી નીકળતી કાળી માટીના વિસ્તારોમાં મહિલાઓની રેલી
મામલતદાર મારફત જીપીસીબીને આવેદનપત્ર પાઠવાયું
અગ્ર ગુજરાત, તાલાલા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સુગર ફેક્ટરીમાંથી નીકળતી કાળી રાખને લઈને મહિલાઓએ વિરોધ કર્યો હતો. સેંકડો મહિલાઓ રેલી કાઢીને મામલતદાર કચેરીએ પહોચી હતી. મામલતદાર મારફતે GPCBને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. સુગર ફેક્ટરીમાંથી ઉડતી કાળી ભૂકીથી પ્રદૂષણ ફેલાતુ હોવાનો મહિલાઓએ આક્ષેપ કર્યો હતો.
ગીર સોમનાથના તાલાલામાં સુગર ફેક્ટરીમાંથી નીકળતી કાળી રાખને લઈને મહિલાઓ વિફરી હતી. મહિલાઓએ રેલી કાઢીને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. આ કાળી રાખને કારણે ફેક્ટરીની આસપાસના રહેણાંક વિસ્તારો અને મકાનોની અગાસી પર કાળી રાખનું સામ્રાજ્ય ફેલાયું છે. સોલાર રૂફ પર ભૂકીના થર જામી જવાથી વીજળીનું ઉત્પાદન પણ ઘટી ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાણી અને ખાદ્ય પદાર્થોમાં કાળી રાખ ભળતા લોકો પરેશાન થયાં છે. શ્વાસોચ્છવાસની ગંભીર બિમારી ફેલાવાની ભિતી સેવાઈ રહી છે. પ્રદૂષણ તાત્કાલિક અને કાયમી રીતે બંધ થાય તે માટે માગ કરવામાં આવી છે. જો 15 દિવસમાં કાર્યવાહી ના થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.


