By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મનપાના અંદાજપત્રમાં તિજોરીની આર્થિક સ્થિતિની અસર વર્તાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 મનપાના અંદાજપત્રમાં તિજોરીની આર્થિક સ્થિતિની અસર વર્તાશે

Editor
Last updated: 2026/01/29 at 3:25 PM
2 months ago
Share
 મનપાના અંદાજપત્રમાં તિજોરીની આર્થિક સ્થિતિની અસર વર્તાશે
SHARE

સંભવિત શનિવાર-સોમવારે રજૂ થઇ શકે છે મહાપાલિકાનું બજેટ

 મનપાના અંદાજપત્રમાં તિજોરીની આર્થિક સ્થિતિની અસર વર્તાશે

 સોલિડ વેસ્ટ અને પાણી પુરવઠા જેવા વિભાગોમાં આવક અને ખર્ચ વચ્ચેનું ગાબડું સતત વધ્યું : શહેરીજનો પર આકરો કરબોજ ઝીંકાય તેવી સંભાવના : ચૂંટણી વર્ષ હોવાથી શાસકો વધારાને મહદ અંશે ફગાવશે તેવા એંધાણ

ગાર્બેજ કલેકશનની યોજનામાં તોતિંગ વધારો છતાં પણ બજેટમાં જાહેર થયેલા ૧૧૫ ન્યુસન્સ પોઇન્ટ નાબૂદ કરવાની યોજના માત્ર કાગળ પર રહી

આવકના અભાવે અને TRP અગ્નિકાંડ બાદ ઉભી થયેલી વહિવટી ગુંચવણોને કારણે અનેક યોજનાઓનું બાળ મારણ : ૨૦૨૪-૨૫ની અનેક ફાઇલો પર ધૂળ ચડી

 ૨૦૨૫-૨૬નું 3૧૦૦ કરોડના અંદાજપત્રમાંથી માત્ર ૧૪૭૦ કરોડનો ખર્ચ થયો હોવાની સુત્રોમાં થતી ચર્ચા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકામાં સ્થાનિક ચૂંટણીની સાથે અંદાજપત્રની પણ તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. સંભવિત શનિવાર કે સોમવારના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. મનપાની આર્થિક સ્થિતિને જોતા મનપા કરબોજ નાખવાની તૈયારીમાં છે ત્યારે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી શાસકો આ કરબોજને ફગાવી શકે છે.

રાજકોટ મહાપાલિકાની આર્થિક સ્થિતિ હાલ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. તિજોરીના તળિયા દેખાવા લાગતા હવે શહેરના વિકાસકામો અને વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે પ્રજા પર મોટો કરબોજ ઝીંકવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. એક તરફ અમૃત 2.0 યોજના જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે મનપાને રૂ. 200 કરોડની લોન લેવાની નોબત આવી છે, તો બીજી તરફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પાણી પુરવઠા જેવા વિભાગોમાં આવક અને ખર્ચ વચ્ચેનું ગાબડું સતત વધી રહ્યું છે. ત્યારે સંભવત: આગામી શનિવારે કે સોમવારે રજૂ થનારા પ્રસ્તાવિત બજેટમાં મ્યુ. કમિશનર પ્રજા ઉપર વધારાનો કરબોજ ઝીંકે તેવી પૂરતી શક્યતા છે. જોકે ચૂંટણી માથે હોવાથી શાસકો આ વધારાને મહદઅંશે ફગાવશે તેવું પણ લાગી રહ્યું છે. તેમજ દિવ્યાંગો માટે ગાર્ડન સહિતની નવી યોજનાઓ બજેટમાં જોવા મળે તેવી સંભાવના છે.

મહાનગરપાલિકાની આર્થિક કમર તોડવામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો પ્રોજેક્ટ મુખ્ય ગણાય છે. અગાઉ જે કામગીરી વાર્ષિક રૂ. 35 કરોડના ખર્ચે થતી હતી, તેમાં રૂ. 90 કરોડનો તોતિંગ વધારો કરીને નવો કોન્ટ્રાક્ટ વાર્ષિક રૂ. 120 કરોડના ખર્ચે આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ કુલ રૂ. 1107 કરોડનો હોવાનું જાણવા મળે છે. કરાર મુજબ દર વર્ષે આ ખર્ચમાં 5%નો વધારો થશે, જેનો અર્થ એ છે કે દર વર્ષે મનપા પર રૂ. 1200 કરોડનો વધારાનો બોજ પડતો રહેશે. આ આર્થિક ભારણ આખરે પ્રજાની પીઠ પર જ આવવાનું છે. નવાઈની વાત એ છે કે આટલા મોટા ખર્ચ છતાં બજેટમાં જાહેર થયેલા 115 ન્યુસન્સ પોઈન્ટ નાબૂદ કરવાની યોજના માત્ર કાગળ પર રહી ગઈ છે.

વર્ષ 2025-26ના નાણાકીય વર્ષ માટે મનપાનું વાર્ષિક અંદાજપત્ર રૂ. 3100 કરોડનું રાખવામાં આવ્યું હતું. જોકે, નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે ગણતરીના બે મહિના જ બાકી છે, ત્યારે અત્યાર સુધીમાં માત્ર રૂ. 1470 કરોડનો જ ખર્ચ થઈ શક્યો છે. આવકના અભાવે અને ટીઆરપી અગ્નિકાંડ બાદ ઊભી થયેલી વહીવટી ગૂંચવણોને કારણે અનેક યોજનાઓ ‘બાળ મરણ’ પામી છે. વર્ષ 2024-25ની પણ ઘણી ફાઈલો અત્યારે અભેરાઈ પર ચડાવી દેવામાં આવી છે. અધિકારીઓ પાસે પણ જૂની યોજનાઓની વર્તમાન સ્થિતિ અંગે સ્પષ્ટતા નથી.

રાજકોટને પાણી પૂરું પાડવા માટે મનપા મોટાભાગે નર્મદાના નીર પર આધારિત છે. આજી અને ન્યારી ડેમમાં પાણી ખૂટે ત્યારે રાજ્ય સરકાર પાસેથી નર્મદાનું પાણી માંગવું પડે છે. સરકાર મનપા પાસેથી પ્રતિ 1000 લીટર દીઠ રૂ. 6 વસૂલે છે, જેની સામે મનપા પ્રજા પાસેથી વાર્ષિક માત્ર રૂ. 1500 પાણી વેરો ઉઘરાવે છે. આ આવક અને ખર્ચ વચ્ચેનું અંતર મનપાની આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવી રહ્યું છે. તેવી જ રીતે, મિલકત વેરાનો લક્ષ્યાંક રૂ. 454 કરોડ છે, જ્યારે મનપાનો વાર્ષિક પગાર ખર્ચ જ રૂ. 450 કરોડ જેટલો છે. એટલે કે, જો 100% મિલકત વેરો વસૂલ થાય તો તેમાંથી માંડ કર્મચારીઓના પગાર નીકળે તેમ છે. વિકાસકામો માટે મનપા પાસે કોઈ ભંડોળ બચતું નથી.

પ્લોટના વેંચાણમાં મોટુ ગાબડુ

નાણાકીય કટોકટીમાંથી બહાર આવવા માટે મનપાએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા રૂ. 290 કરોડની કિંમતના સાત પ્લોટ વેચવા કાઢ્યા હતા. જો આ તમામ પ્લોટનું વેચાણ સફળતાપૂર્વક થયું હોત, તો મનપાને રૂ. 200 કરોડની લોન લેવાની જરૂર પડવાની નહોતી. પરંતુ વર્તમાન બજાર સ્થિતિનાં કારણે માત્ર રૂ. 106 કરોડના એક પ્લોટનું વેચાણ થયું છે. બાકીના 6 પ્લોટ માટે કોઈ બિલ્ડરે રસ દાખવ્યો નથી. આમ પ્લોટ વેચાણથી આવક માટેનાં નિર્ધારિત રૂ. 700 કરોડનાં લક્ષ્યાંકમાં મોટું ગાબડું પડ્યું છે.

ટલ્લે ચડેલી યોજનાઓ

  • સ્માર્ટ રિંગ રોડ અને આકર્ષક LED લાઈટ્સ.
  • નવા મોડેલ એન્ટ્રી ગેટ.
  • વોર્ડ નંબર 14 માં કોમ્યુનિટી હોલ.
  • રેલનગરમાં શાક માર્કેટ.
  • રામનાથ મહાદેવ મંદિર બ્યુટિફિકેશન પ્રોજેક્ટ.

દિવ્યાંગો માટે આશાનું કિરણ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી બજેટમાં પારદર્શિતા વધારવા માટે એજન્સીઓને કરવામાં આવતી પેનલ્ટી (દંડ)ની રકમને અલગથી દર્શાવવાની જોગવાઈ કરવામાં આવશે. અત્યાર સુધી આ રકમ ‘અન્ય આવક’માં ગણવામાં આવતી હતી, જેથી કઈ એજન્સી સામે શું પગલાં લેવાયા તે જાણી શકાતું નહોતું. આ ઉપરાંત પણ, રાજકોટના 70 હજારથી વધુ દિવ્યાંગો માટે એક સારા સમાચાર મળી શકે તેમ છે. આગામી બજેટમાં વિકલાંગો માટે એક ખાસ ગાર્ડનની જાહેરાત થઈ શકે છે. ગાર્ડન માત્ર મનોરંજન માટે જ નહીં હોય, પણ 21 પ્રકારની વિકલાંગતા ધરાવતા લોકો માટે એક ‘થેરાપી સેન્ટર’ તરીકે પણ કામ કરશે.

શહેરીજનોમાં બજેટ બાબતે કચવાટ

ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા અત્યારે બેવડા દબાણ હેઠળ છે. એક તરફ જૂની યોજનાઓ પૂરી કરવાનું દબાણ અને બીજી તરફ નવી યોજનાઓ માટે નાણાંની તંગી છે. ત્યારે આગામી બજેટમાં પ્રજા ઉપર કરબોજ વધશે કે શાસકો કોઈ જાદુઈ લાકડી ફેરવીને રસ્તો કાઢશે, તેના પર આખા શહેરની નજર છે. હાલમાં ચર્ચાતી વિગતો મુજબ આગામી બજેટમાં જૂની બાકી યોજનાઓ પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવશે. ખાસ કોઈ મોટી નવી યોજના આ બજેટમાં જોવા મળે તેવી શક્યતા ઓછી હોવાનું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
સાયન્સ & ટેક્નૉલોજી

મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.

Editor By Editor 6 days ago
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?