By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વાંકાનેરમાં સાસરું ધરાવતી પરિણિતાનું શંકાસ્પદ હાલતમાં મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વાંકાનેરમાં સાસરું ધરાવતી પરિણિતાનું શંકાસ્પદ હાલતમાં મોત

Editor
Last updated: 2026/02/24 at 4:10 PM
4 months ago
Share
વાંકાનેરમાં સાસરું ધરાવતી પરિણિતાનું શંકાસ્પદ હાલતમાં મોત
SHARE

વાંકાનેરમાં સાસરું ધરાવતી પરિણિતાનું શંકાસ્પદ હાલતમાં મોત

સાસરીયા પક્ષના જુદા જુદા નિવેદનોથી શંકાનો ઘેરો, રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમથી ખુલશે હકીકત

અગ્ર ગુજરાત, રાજકોટ

વાંકાનેરમાં રહેતી 28 વર્ષીય પરિણિતા રૂપલબેન સરીયાનું શંકાસ્પદ હાલતમાં મોત થતાં સમગ્ર ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. રૂપલબેનના મોત બાદ પિયર પક્ષે સાસરીયા પક્ષ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે મૃતદેહને રાજકોટ ખસેડી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો છે. હાલ પોલીસ દ્વારા તમામ પાસાઓથી તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રૂપલબેન અવધભાઈ સરીયા (ઉ.વ. 28, રહે. ભરવાડપરા, વાંકાનેર) ગઈકાલે સાંજે આશરે 4:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. તબિયત બગડતા સાસરીયા પક્ષે તેમને વાંકાનેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ તેમનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું. સાસરીયા પક્ષ દ્વારા પોલીસને આપેલા નિવેદનમાં જણાવાયું હતું કે, પહેલા રૂપલબેનને ઝાડા થયાં હતા અને ત્યારબાદ બ્લડ પ્રેશર વધી જવાથી તેઓ અર્ધબેભાન થયા હતા. જોકે, આ નિવેદનોમાં ફેરફાર થતો જતા પિયર પક્ષને શંકા ગઈ હતી. રૂપલબેનના ભાઈ મુન્નાભાઈ રાણાભાઈ સાટકાએ જણાવ્યું હતું કે, પહેલા તેમને ફોન પર જણાવાયું હતું કે રૂપલબેનને ઝાડા થયા છે, પછી કહેવામાં આવ્યું કે બીપી વધી જવાથી બેભાન થઈ ગયા છે. આ રીતે અલગ અલગ વાતો કરાતાં સંશય વધુ ઘેરો બન્યો હતો.
પિયર પક્ષે વધુમાં આક્ષેપ કર્યો છે કે, રૂપલબેનને સાસરીયા પક્ષ તરફથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેથી તેમને શંકા છે કે, કોઈએ તેમને કંઈક ઝેરી પદાર્થ પીવડાવ્યો હશે અથવા તો ત્રાસથી કંટાળીને રૂપલબેને પોતે જ કંઈક પી લીધું હોય. આ સંજોગોમાં મોત સ્વાભાવિક નથી એવું પિયર પક્ષનું માનવું છે.
આ મામલે પિયર પક્ષની શંકાને ધ્યાનમાં રાખી પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો છે, જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે અને ત્યારબાદ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રૂપલબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા અને તેમને એક નાનો દીકરો પણ છે. આ અચાનક અને શંકાસ્પદ મોતથી પિયર અને સાસરીયા બંને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે જણાવ્યું છે કે, ફોરેન્સિક રિપોર્ટ અને તપાસના આધારે જો કોઈ ગુનાહિત તત્વ સામે આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

You Might Also Like

વેનેઝુએલાની ભૂકંપ દુર્ઘટના પ્રત્યે સંવેદના સાથે સહાય કરતા મોરારિબાપુ

કેરીનો રસ લેવા નીકળેલા પરિવાર પર કાળનો કહેર: કારની ટક્કરે પત્નીનું મોત, પતિ-પુત્ર ઘાયલ

પત્ની માવતરે જતાં વ્યથિત પતિએ એસિડ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

રાવકીની ખાણમાંથી ગુમ થયેલા મવડીના યુવાનની લાશ મળતાં રહસ્ય ઘેરાયું

શાપરની 2.49 કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હાઉસિંગ બોર્ડના ભયજનક આવાસના નળ જોડાણ કાપતા સ્થાનિક ખાડામાં સૂઇ ગયા
રાજકોટ

હાઉસિંગ બોર્ડના ભયજનક આવાસના નળ જોડાણ કાપતા સ્થાનિક ખાડામાં સૂઇ ગયા

Editor By Editor 4 days ago
 મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
જસદણની આલ્ફા સ્કૂલમાં સંચાલકોની બેદરકારીથી ૧૦ વર્ષની વિદ્યાર્થિનીનું મોત
રાજયમાં કોઇપણ ભોગે ગુનાખોરી ડામો, નાયબ મુખ્યમંત્રીનો પોલીસને નિર્દેશ
 હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટરને ઝડપી લેતી પોલીસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?