By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    2 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    1 month ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    1 month ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

Editor
Last updated: 2026/03/12 at 12:37 PM
2 days ago
Share
પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
SHARE

શરીર સાચવજો, દેહને દેવ માનજો, દેહરૂપી દેવની પૂજા કરવી

કથામાં બધા ‘જમવા’ નથી આવતા પણ ‘જંપવા’ આવે છે!

રામકથા સુખનું સંપાદન કરે છે, મારો-તમારો વિષાદ દૂર કરે છે

 

મેઘાણીભૂમિ-બગસરાના વાયુમંડળમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની દિવ્ય ચેતનાને સમર્પિત પ્રિય બાપુની રામકથા ‘માનસ મેઘાણી’ના પાંચમા દિવસે ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ સૌ કથા પ્રેમી, રામપ્રેમીને ભાવથી ‘જય સિયારામ’ સાથે કહ્યું હતું કે આપ સૌ તરફથી વ્યાસપીઠને ઘણી જિજ્ઞાસાઓ લખાઇને આવે છે, એ સૌના જવાબો મારી સમજ અને સમય મુજબ આપવાનો હું પ્રયત્ન કરૂ છું, પણ તમારા બધા જ પ્રશ્નો કે જિજ્ઞાસાઓના મારી પાસે જવાબ હોય એવું ન માનશો. આજે એક ચિઠ્ઠી મળી છે, ગામડાની બહેનોએ લખ્યું છે, બાપુ, અમે હામાપરની બાજુના ગામડામાંથી રોજ કથામાં આવીએ છીએ. અમને લખતા નથી આવડતું પણ અમારા ગામની શિક્ષીકા બહેન પાસે આ ચિઠ્ઠી લખાવી છે. તો બાપુ, અમારે દેહનું શું ગણવો? ચિત્તને કેમ સજવું? અને અહંકારની સાથે કેમ જીવવું? એ અમને કહો. જવાબ : મારી બહેનો-દિકરીઓ શરીરને સાચવજો બાપ! દેહને દેવ માનજો, દેહરૂપી દેવની રોજ પૂજા કરવી. તમે દ્વારિકા મંદિર તો ગયા હશો ત્યાંના બ્રાહ્મણ-પૂજારી ઠાકોરજીને શણગાર કરે પછી ઠાકોરજી સામે અરીસો ધરે છે, એટલે કે ઠાકોરજી શણગાર કર્યા પછી એ કેવા રૂપાળા દેખાય છે એ અરસો બતાવીને પછી અરીસો પોતાની છાતીએ ચાંપે છે. તો આ શરીર દેહ ખૂબ સાચવવું. મનુષ્ય શરીર દુર્લભ છે. એમ ભગવદ ગીતામાં કહેવાયું છે.

તો પ્રેમ દેહસેવા પછી દેવ સેવા તમે જેમ માનતા હો એ દેવની સેવાપૂજા કરવી, પછી દેશસેવા-મેઘાણીભાઇએ દેશની ચિંતા કરી છે, દેશ સેવા કરી છે. પોતાની કવિતા દ્વારા એણે યુગવંદના કરીએ મેઘાણીજીની દેશ સેવા છે. દિલ સેવા. જયાં ત્યાં દિલ ન આપી દેવું! દિલ એક મંદિર છે. ફિલ્મના ગીતની પંકિત છે કે

દિલ એક મંદિર હૈ

પ્યાર કી જીસમે હોતી હૈ પૂજા

યે પ્રિતમ કા ઘર હૈ….

દિલ એક મંદિર… હૈ

તો દિલ સેવા જરૂરી છે. એ ગમ્મે તેને ન દેવાય! અહંકાર હોય પણ એ શિવરૂપ હોવો જોઇએ જગત કલ્યાણ માટેનો અહંકાર રાખવો. આપણે જીવ છીએ એટલે સ્વાભાવિક અહંકારનું તત્વ આપણામાં હોવાનું પણ એ અહંકાર શિવરૂપ થાય તો સાર્થક.

ઝવેરચંદ મેઘાણીને ચંદ્ર ખૂબ પ્રિય છે. એમના નામમાં પણ ‘ચંદ’ શબ્દ છે જ. ઝવેરચંદ એટલે પોતાના ઝવેરને, પોતાની નીપજતાને, પોતાની અસ્મિતાને, પોતાની મોલિકતાનો ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવે તએનું નામ ઝવેરચંદ મેઘાણી, મેઘાણીભાઇએ ચરિત્રો ખૂબ લખ્યા છે. સંતો, મહંતો, સાધુ, બહારવટીયાઓના એમ એમણે ચરિત્ર નિર્માણનું, ચરિત્ર સર્જનનું બહુ મોટું કામ કર્યુ છે. મેઘાણીભાઇ બહારવટીયાઓ વિશે લખે છે કે બારવટીયા કેમ બને છે? તો મેઘાણી ત્રણ મહત્વના કારણો આપે છે (૧) ભૂમિપતિઓના ત્રાસને કારણે, એ લોકો ગરીબ માણસોની જમીન પચાવી પાડી અને વધુને વધુ જમીન પોતાની કરે છે પરિણામે એ ભૂમિ પતિઓના ત્રાસમાંથી બારવારીયા જન્મે છે. (૨) વ્યાજખોરોને કારણે… વ્યાજ, વ્યાજનું વ્યાજ, અભણ-ગરીબો લોકો પાસેથી આ વ્યાજખોરો શોષણ કરે છે એને કારણે બારવારટીયા બને છે. (3) પોતાના પાપને કારણે, ખોટું ખાવાથી, ખોટું પીવાથી જે પાપને માર્ગે ચાલે છે એ બારવટીયા બને છે.

મહુવા પાસે કતપર ગામની એક કોચીની પ્રસંગ મેઘાણીભાઇએ લખ્યો છે. દરિયાકાંઠાનું કતપર ગામ. એક શેઠનું વહાણ એક ભાઇ સંભાળે છે. નવું-નવું જ વહાણ દરિયાઇ સફરમાં જાય છે અને વહાણ દરીયામાં ડૂબી જાય છે.

વહાણનો ખલાસી પણ વહાણ સાથે ડૂબી જાય છે. લોકો માડીને કહે કે માડી, તમે શેઠ પાસે વળતર માંગો, તમારો પતિ-તમારો દિકરો એ વહાણમાં મરી ગયા તો તમે શેઠ પાસે તમારા જીવન નિર્વાહ માટે વળતર માંગો, ત્યારે એ ડોશી જે જવાબ આપે છે એ સૌએ યાદ રાખવા જેવો છે. આજના યુવાનોને ખાસ એમાંથી પ્રેરણા લેવા જેવો જવાબ છે, ડોશી કહે હું કેમ વળતર માંગુ? શેઠનું તું આખે આખુ વહાણ ડૂબી ગયું છે ત્યારે મને વળતર માંગવાનો અધિકાર નથી! આ છે ગામડાની ધૂળની ખાનદાની અને સંસ્કાર. અભિનય સમ્રાટ ઉપેન્દ્રભાઇ ત્રીવેદી એક વખત અમારા અસ્મિતાપર્વમાં બોલ્યા હતાં, એક સૂત્રપાત કરતા એ બોલ્યાં હતાં કે શિષ્ટ સાહિત્યના લોકોને ધૂળની એલજી હોય છે!

જાણીતા હાસ્યકાર જગદીશ ત્રિવેદી પાસે બાપુએ ‘ચોઘડિયા’ વિશેની વાત કરવા વિનંતી કરી હતી ત્યારે જગદીશભાઇ બોલ્યા કે બ્ધા ભાઇબંધ, દોસ્તારો, ચાના બંધાણી ભાઇબંધોને આ પીવાની ઇચ્છા થાય, ચા પીવાનું મન થાય એ શુભ, ચોઘડીયું કેવાય! પછી ચા માટે એ લોકો હોટલ તરફ ચાલે છે એને ચલ ચોઘડીયું કહેવાય! પછી એ ભાઇબંધોને સારામાં સારી હોટલ મળે એને લાભ ચોઘડીયું માનવું! અને પછી બધા ભેગા મળી એકદમ મસ્ત, કાઠીયાવાડી, ભરવાડી ચા પીવે અમૃત જેવો ઓડકાર આવે એ અમૃત ચોઘડીયું કેવાય અને પછી ચા પીતા હોય ત્યારે પત્નીનો ફોન આવે તો એ ઉદવેગ ચોઘડીયું કહેવાય! અને વાત કરતા-કરતા પત્નીનો ફોન કાપી નાખો તો એ રાગ ચોઘડીયું કેવાય!

રામચરિત માનસ અને ભગવદગીતામાં પણ વર્ણના  લક્ષણો બતાવ્યાં છે. ક્ષત્રિય કોણ? બ્રાહ્મણ કોણ? વૈશ્ય કોણ અને શ્રેષ્ઠ ઉદુ શબ્દ મને નથી ગમતો કેમ કે આપણે જેને ક્ષુદ્ર માનીએ છીએ એ જ શ્રેષ્ઠ છે. આપણી ગંદકીઓ સાફ કરે એને ક્ષુદ્ર નહીં શ્રેષ્ઠ માનજો, એ શ્રેષ્ઠ છે.

ભારતીય ક્રિકેટ ટીમ અને હનુમાનજી

કથાના પ્રેમસંવાદ દરમ્યાન પ્રિયબાપુએ આપણી ભારતીય ટીમને યાદ કરતાં કહ્યું હતું કે હું બૌ રાજી છું. આપણી ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વકપ વિજેતા થઇ અને વિશ્વકપ ટ્રોફી લઇને જતાં હતાં તો રસ્તામાં હનુમાનજીનું મંદિર આવ્યું તો આપણી ટીમ હનુમાનજીના ચરણોમાં મૂકીને એમના આર્શિવાદ મેળવ્યાં તો કેટલાક લોકોએ એમ પણ બોલ્યા, આમા સાંપ્રદાયીકા ન હોવી જોઇએ! એવા લોકોને મારે કહેવું છે કે હનુમાનજીના ચરણોમાં ન ધરે તો શું તારા ચરણોમાં ધરે??? બાપ, હું ખૂબ પ્રસન્ન છું કે આપણી ક્રિકેટ ટીમે હનુમાનજીના ચરણોમાં વિશ્વકપ ધર્યો એ ખૂબ સારી ઘટના છે.

કથા રત્નો

  • રૂપ બદલાય પણ સ્વરૂપ તો એક જ હોય
  • વર્ણ એ સંસ્કાર નથી વિકાર છે
  • જેનામાં બાર પ્રકારના વટ હોય એ બારવાટીયા (બહારવટીયા કહેવાય)

You Might Also Like

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

 પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં માર્ચના અંતિમ સપ્તાહમાં UCC બિલ ગૃહમાં લાવવાની તૈયારીઓ
અમદાવાદ

ગુજરાતમાં માર્ચના અંતિમ સપ્તાહમાં UCC બિલ ગૃહમાં લાવવાની તૈયારીઓ

Editor By Editor 2 days ago
એન્ટિ-માઇક્રોબીયલ રસિસ્ટન્સ સામેની લડાઈમાં ફાર્માસિસ્ટની ભૂમિકા વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો
 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં સ્પોર્ટસ ફેસ્ટીવલ આઉટડોર “સ્પીરીટ-ર૦ર૬” યોજાયો
ગીરવે રાખેલું 1 કિલો સોનું ગુમ થવા મામલે ઇન્ડિયન બેંકે અંતે ભૂલ સ્વીકારી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?