ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
3૨૫૯ કિલો શાકભાજી, ફ્રૂટ, ફૂલ જપ્ત : ૮ લાખથી વધુનો વહિવટી ચાર્જ વસુલાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. ૦૧/૦૩/૨૦૨૬ થી ૧૫/૦૩/૨૦૨૬ દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
ધરાર માર્કેટ,સંતકબિર રોડ, પેડક રોડ,કોઠારીયા રોડ,મવડી મેઈન રોડ,સાધુવાસવાણી રોડ,૧૫૦ રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી,કાલાવડ રોડ,જ્યુબેલી,જંક્શન રોડ,ઢેબર રોડ,પરા બજાર પાસેથી રસ્તા પર નડતર રૂપ ૪૭ રેકડી/કેબીન ગુંદાવાડી,પરા બજાર,ગાયત્રીનગર મેઈન રોડ,યાજ્ઞિક રોડ,રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી જુદીજુદી અન્ય ૪૫૮ પરચુરણ ચીજ વસ્તુઓ, ૩૨૫૯ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરઠીયાવાડી પાસે થી રૂ.૨,૭૮,૫૫૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. ૮૦ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૬,૧૬,૬૧૫/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેટેલાઈટ ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,ચુનારાવાડ મેઈન રોડ,ઢેબર રોડ,રેશકોર્ષ રિંગ રોડ,જામનગર રોડ,બંજરવાડી સર્કલ પાસે,મહીલા અંડરબ્રિજ,કાલાવડ રોડ,મવડી મેઈન રોડ,ગોંડલ ચોકડી,પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી સુધીથી ૩૪૦૬ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.


