By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 hour ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Editor
Last updated: 2026/03/26 at 4:25 PM
1 hour ago
Share
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
SHARE

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

આપણું નાનપણ આપણે યાદ કરીએ તો બસમાં બેસવાનુ બહુ સહજ હતુ. કોઈ નાના કે મોટા અંતરની મુસાફરી હોય તો એ બસમાં અથવા તો ટ્રેઈનમાં કરવામાં આવતી. અત્યારના બાળકો માટે બસ સિવાયના પણ ઘણા બધા ઓપ્શન છે. મોટા શહેરોમાં મેટ્રો અને અત્યારે અમુક શહેરોમાં બીઆરટીએસની સર્વિસ અને સીટી બસ પણ ખરી. રીક્ષાઓ પણ ખરી. પહેલાના સમયમાં મોટેભાગે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોકો ચાલીને જવાનો વિકલ્પ પસંદ કરતા અથવા તો મોટાભાગના ઘરમાં સાયકલનો ઉપયોગ થતો પરંતુ હવે વાહનોના ઘણા બધા ઓપ્શન મળી રહે છે. છતા પણ બાળકોને એ શીખવવુ ખૂબ જરૂરી કે પબ્લિક વેહિકલમાં બેસીએ તો શું ધ્યાન રાખવું જોઈએ શું કાળજી રાખવી જોઈએ. રાજકોટ શહેરની જ વાત કરીએ તો પબ્લિક વ્હીકલમાં રીક્ષા, બસ અને હવે તો કેટલીક પ્રાઇવેટ સર્વિસ પણ ખરી કે જેમાં બેસી અને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો.

આ બધા પબ્લિક વ્હીકલમાં બેસતા બાળકોને આવડવું જોઈએ એ ખૂબ જરૂરી છે. નાનપણમાં તો બાળકો સાથે માતા-પિતા હશે પરંતુ બાળકો થોડા મોટા થયા હોય અને એ પોતાની સ્કૂલમાં એકલા જતા હોય તો પોતાની સંભાળ રાખી અને જઈ શકે એ કાળજી એમને શીખવવી જોઈએ. માતા પિતા સાથે જ્યારે નાનું બાળક બસમાં કે રીક્ષામાં કે પછી એક ગામથી બીજે ગામ મુસાફરી માટે ટ્રેનમાં બેસે છે, ત્યારે બાળકને પોતાની સુરક્ષા કરતા શીખવવી ખૂબ અગત્યની કહેવાય. બસમાં બાળકને સાથે લઈને જતા હોઈએ અને ઉભા ઉભા જવાનુ થાય, તો બાળક કોઈ સાથે ભટકાય એ રીતે ઉભુ ન રાખવું જોઈએ. બસમાં ઉભા ઉભા જઈએ ત્યારે કંઇક પકડી રાખવુ જોઈએ. બેસવાની જગ્યા મળી હોય તો બાળકને સીટમાં અંદરની બાજુ બેસાડવુ જોઈએ. વાહનની બારી પાસે બાળક બેઠુ હોય તો બારીની બહાર હાથ કે મોઢુ ન કાઢે એ માટે બાળકને ખાસ સમજાવવુ જોઈએ. ટ્રેનમાં જતી વખતે પણ બાળકને અંદરની તરફ જ બેસાડવુ જોઈએ. ટ્રેનમાં ચેરકારની  મુસાફરી હોય કે લાંબી મુસાફરી હોય, ત્યારે બેસવાની અને મુસાફરીની મજા આવતી હોય એ સમયે બાળક ટ્રેનમાં પણ દોડાદોડી કરવા માંડે છે. ટ્રેઇનના દરવાજા પાસે બાળક એકલુ ન જાય એની કાળજી રાખવી. અને બાળકને ટોઇલેટ લઈને કોઈ મોટાએ સાથે જવુ જરૂરી. ટ્રેઈનની મુસાફરીમાં બાળકને એકલુ મુકવુ જોખમી બની શકે છે.

ટ્રેનમાં જ્યારે બાળક મુસાફરી કરતુ  હોય અને બાળક નાનુ હોય તો તેને એકલા સુવડાવવાનો આગ્રહ રાખવા કરતા રાતના સમયે માતાએ કે પિતાએ પોતાની સાથે સુવડાવવુ જોઈએ. બાળક માટે એ સુરક્ષિત રહેશે. ટ્રેનમાં કે બસમાં બાળકને લઈ જતી વખતે ટિકિટ ક્યાંથી લેવામાં આવે છે, ટિકિટ ચેકર કોણ હોય છે, એનુ શું કામ હોય છે. એ નાની નાની વાતો પણ બાળકને સમજાવતા જવી જોઈએ. ટ્રેઈનમાં મુસાફરી દરમિયાન ઘણી ખાવા પીવાની વસ્તુઓ વેંચવા ફેરિયાઓ આવ્યા કરતા હોય છે. અને દરેક વસ્તુઓ ટ્રેઈનમાંથી ન લેવાની હોય એ સમજણ બાળકને આપવા આ શ્રેષ્ઠ તબક્કો છે. આપણું સ્ટોપ નજીક આવે એટલે ઉતરવાનુ હોય તો આપણો સામાન સમેટીને, બધો સામાન યાદ રાખીને લઈ લેવો જોઈએ એ સમજણ આપણે બાળકને મુસાફરી દરમિયાન જ આપી શકીશુ. રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેન્ડ પર આપણે આપણી સુરક્ષાની જે કાળજી રાખવાની હોય એ પણ બાળકને આ તબક્કે સમજાવવી જરૂરી. પબ્લિક વ્હીકલ માં જતી વખતે બાળકનો હાથ કોઈ સંજોગોમાં ન છોડવો જોઈએ. આમ તો બાળકને નાનપણથી જ માતા પિતાના અને ઘરના સભ્યોના ફોન નંબર ખાસ શીખવી દેવા જોઈએ. જેથી કરીને આવી રીતે મુસાફરીમાં કદાચ પણ કોઈ તકલીફ થાય તો બાળકને પરિવારજનોના ફોન નંબર યાદ હોવા જરૂરી કહેવાય.

બસ કે ટ્રેનની મુસાફરી બાળક માટે એક યાદગાર સફર બની રહે તે માટે એને મુસાફરી દરમિયાનમાં રમવા માટે પણ કંઇક સાથે રાખો. ટ્રેનમાં કે બસમાં કરવામાં આવતો નાસ્તો, ટ્રેનની મુસાફરી દરમિયાન જમવાનું આ બધી વસ્તુઓનો લહાવો કંઈક અલગ જ હોય છે. બાળકને એ જરૂરથી માણવા દો. મુસાફરી દરમિયાન બાળકને પ્રકૃતિથી પણ પરિચિત કરાવો. મુસાફરી દરમિયાન આપણે દિવસ અને રાત્રીના સમયના પ્રકૃતિના એવા એવા રંગો માણી શકીએ છીએ કે જે આપણે શહેરમાં રહેતા ક્યારેય ન માણી શકીએ. મુસાફરીને યાદગાર બનાવવા મોબાઈલનો ઉપયોગ કરો, પણ ફોટાઓ પાડવા માટે, નહીં કે મોબાઈલ જોઈને ટાઈમ પાસ કરવા માટે. બાળકને માટે મુસાફરીને યાદગાર બનાવતા બનાવતા એ મુસાફરી તમારા પોતાના માટે પણ ખુબ યાદગાર બની રહેશે.

ડૉ. ચારૂતા ગણાત્રા ઠકરાર

એમ.ડી.(હોમીયોપેથી)

કન્સલ્ટીંગ હોમીયોપેથ, રાજકોટ.

 

 

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
ગોંડલ

ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે

Editor By Editor 2 days ago
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?