રાજકોટનાં ટ્રાન્સપોર્ટર-ડ્રાઇવર સહિત ત્રણ સામે ઠગાઇની ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ યાર્ડમાં લેન્ડ માર્કએ એગ્રો એકસપોર્ટના નામે ભાગીદારીમાં ધંધો કરતા મનોજભાઇ મહેન્દ્રભાઇ માખેચા ધંધો વેપાર, રહે. ગોંડલ ખોડલદીપ રેસ્ટોરન્ટની સામે રમાનાથ દર્શન એપાર્ટમેન્ટ બી ૧૦૪ તા. ગોંડલ એ આરોપી (૧) નૈમિષભાઇ જય ગુરૂદેવ ટ્રાન્સપોર્ટના માલીક રહે. રાજકોટ (ર) મો. નં. ૯૭૨૩૭ ૫૪૨૮૭ વાળો ઇશમ તથા (૩) દાનાભાઇ લક્ષ્મણભાઇ કોડીયાતર ટ્રક નં. જીજે-૩૬-વી-૯૯૨૩ નો ચાલક સામે ગોંડલ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી નંબર (૧) એ ફરીયાદીનો માલ ચણા ર૩૯ કટા જેનો વજન ૧ર૦૧૦ કિગ્રા કિ. ૭,૦૯,૮રપ નસેડા અમદાવાદ એચ.આર. કોલ્ડ સ્ટોરેજમાં પહોચાડવાના હતા તે જગ્યાએ નહી પહોંચાડી બારોબાર વેચી નાખી વિશ્વાસઘાત કરી તેમજ આરોપી (ર) તથા (૩) ના એકા બીજાને મદદગારી કરી હતી. આ ફરીયાદ અન્વયે બી ડીવીઝન પોલીસે ઉકત ત્રણેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


