કેક કાપી, ફૂલ આપી મુસાફરોનું કંપની દ્વારા સ્વાગત
અગ્ર ગુજરાત, દીવ
દીવમાં નવી મુંબઇથી દીવ અને દીવથી નવી મુંબઇની ફલાઇટનો પ્રારંભ થયો છે. ઇન્ડિગો કંપની દ્વારા એરપોર્ટ ઉપર કેક કાપી, પેસેન્જરોને ફૂલ આપી વેલકમ કરવામાં આવ્યું હતું.
નવી મુંબઇથી દીવ અને દીવથી નવી મુંબઇ માટે એક નવી ફલાઇટનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે એરપોર્ટ ડાયરેકટર કે.જી.બીજુ, સીઆઇએસએફના અધિકારી અને પેસેન્જરો દ્વારા કેક કાપી ઉજવણી કરી અને પેસેન્જરોને ફૂલ આપી નવી ફલાઇટ માટે વેલકમ કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે એરપોર્ટ ડાયરેકટરે દીવમાં દરરોજ માટે કેટલી ફલાઇટની સુવિધા છે તે જણાવ્યું હતું અને દીવ પ્રશાસતન દ્વારા થતા સહકારનો ખાસ આભાર માન્યો હતો.


