By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિરામીક, ટેક્સટાઈલ, બ્રાસના ઉદ્યોગમાં ગંભીર કટોકટી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સિરામીક, ટેક્સટાઈલ, બ્રાસના ઉદ્યોગમાં ગંભીર કટોકટી

Editor
Last updated: 2026/04/01 at 3:01 PM
2 hours ago
Share
સિરામીક, ટેક્સટાઈલ, બ્રાસના ઉદ્યોગમાં ગંભીર કટોકટી
SHARE

સિરામીક, ટેક્સટાઈલ, બ્રાસના ઉદ્યોગમાં ગંભીર કટોકટી

મિડલ ઈસ્ટના ભયંકર યુદ્ધથી ગુજરાતમાં લાખો શ્રમિકોની રોજીરોટી સામે પ્રશ્નાર્થચિન્હ મુકાયું: ૪૦ ટકાથી વધુ યુનિટોમાં તાળાબંધી, વેકેશન

અગ્ર ગુજરાત, રાજકોટ

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઈરાન-અમેરિકા અને ઈઝરાયેલ યુદ્ધની અસરો હવે ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણાતા ઉદ્યોગો પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઈરાન યુદ્ધ અને ગલ્ફ દેશોની અસ્થિરતાને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ, સુરતનો ટેક્સટાઈલ (વીવિંગ) ઉદ્યોગ અને જામનગરનો બ્રાસ ઉદ્યોગ અત્યંત ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. કાચા માલની અછત અને ઈંધણના વધતા ભાવે હજારો શ્રમિકોની રોજીરોટી સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે.

નોંધનીય છે કે વૈશ્વિક યુદ્ધની આ આગમાં ગુજરાતના આર્થિક હબ ગણાતા શહેરો હોમાઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા ગેસના ભાવમાં રાહત કે ટેક્સમાં છૂટછાટ આપવામાં નહીં આવે, તો રાજ્યના જીડીપી અને રોજગારી પર તેની લાંબાગાળાની ગંભીર અસરો જોવા મળી શકે છે.

 

 

મોરબી સિરામિક ઉદ્યોગ: નેચરલ ગેસના ભાવમાં સીધો 100% વધારો
મોરબીના સિરામિક ઉદ્યોગ માટે એપ્રિલ મહિનો આર્થિક રીતે ભારે સાબિત થવા જઈ રહ્યો છે. ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવમાં ધરખમ વધારો કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. યુદ્ધ પહેલા ગેસનો ભાવ જે રૂ. 41 હતો, તે એપ્રિલથી કુલ વપરાશ પર રૂ. 85 (પ્લસ ટેક્સ) થવાની શક્યતા છે. અત્યાર સુધી 50% વપરાશ પર રૂ. 41 અને વધુ વપરાશ પર રૂ. 63 લેવાતા હતા, પરંતુ હવે કંપનીને નવો માલ મોંઘો મળતો હોવાથી સીધો રૂ. 85નો ભાવ ઇન્ડિકેટિવ તરીકે અપાયો છે. આ ભાવ વધારાને કારણે ટાઇલ્સની પડતર કિંમતમાં મોટો ઉછાળો આવશે.

હાલમાં મોટાભાગના એકમો બંધ છે, છતાં જે 70 જેટલા એકમો ચાલુ છે તેમને આ ભાવ વધારો મોટો ફટકો મારશે. સિરામિક એસોસિએશને ઉદ્યોગકારોને હાલ ‘MGO’ માટે અરજી ન કરવા સૂચન કર્યું છે અને સરકાર પાસે વેટ (VAT) ઘટાડવા રજૂઆત કરવાની તૈયારી કરી છે.

સુરત વીવિંગ ઇન્ડસ્ટ્રી: પ્રોડક્શન કાપ અને સાપ્તાહિક રજાઓ
સુરતની શાન ગણાતો ટેક્સટાઈલ ઉદ્યોગ હાલમાં યાર્નના વધતા ભાવ અને તૈયાર માલના ઓછા ભાવ વચ્ચે પીસાઈ રહ્યો છે. ફોગવા દ્વારા તાજેતરમાં મળેલી જાહેર સભામાં મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં 85% વીવર્સે પ્રોડક્શન ઘટાડવાની તરફેણ કરી છે. ખર્ચને નિયંત્રિત કરવા માટે કાં તો દરરોજ એક પાળી (શિફ્ટ) બંધ રાખવી અથવા અઠવાડિયામાં બે દિવસ રજા રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.શ્રમિકોની અછત, યાર્નના આસમાને પહોંચેલા ભાવ અને ગ્રે માર્કેટમાં નબળી માંગને કારણે 35 હજારથી વધુ વીવિંગ કારખાનેદારો મુશ્કેલીમાં છે.

જામનગર બ્રાસ ઉદ્યોગ: 80% એકમોને લાગ્યા તાળા
જામનગરના વિશ્વવિખ્યાત બ્રાસ ઉદ્યોગની હાલત સૌથી વધુ કફોડી બની છે. ગલ્ફના યુદ્ધને કારણે સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જામનગરના બ્રાસ ઉદ્યોગને મળતો ઓક્સિજન બંધ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અંદાજે 450થી વધુ એકમો અત્યારે બંધ હાલતમાં છે. કુલ ઉદ્યોગના 80% એકમોમાં શટડાઉન જેવી સ્થિતિ છે. યુકે, અમેરિકા અને ગલ્ફ દેશોમાંથી આવતો કાચો માલ બંધ થયો છે. સાથે જ ઇન્ડસ્ટ્રીયલ ગેસની ભારે અછત સર્જાઈ છે. હજારો પરપ્રાંતીય અને સ્થાનિક શ્રમિકો બેરોજગાર બન્યા છે. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા હાલમાં ગેસ સિલિન્ડરોની વિગતો મંગાવી પરિસ્થિતિ થાળે પાડવા પ્રયાસો શરૂ કરાયા છે.

You Might Also Like

 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે

 રાજકોટમાં પોલિંગ ઓફિસરો અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને અપાશે તાલીમ

RMCની ચૂંટણી માટે ભાજપ દ્વારા મૂરતીયા પસંદગીનો પ્રારંભ

મેવાણીના આક્ષેપો સામે DCP બાંગરવા માટે જનસાગર રસ્તા પર

2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો

Editor By Editor 54 minutes ago
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
 અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫માં સમાધિદિનની ભવ્ય ઉજવણી
કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?