અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્રશ્નોનો સુખદ અંત: જીતુભાઈ વાઘાણી અને રમેશભાઈ ટીલાળાની મધ્યસ્થતા સફળ
અગ્ર ગુજરાત, રાજકોટ
અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડ ખાતે ચાલી રહેલા વિવિધ ધંધાકીય પ્રશ્નોનો આખરે સકારાત્મક ઉકેલ આવ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે ભાવનગર ખાતે એક મહત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય અને અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઈ ટીલાળાની ખાસ ઉપસ્થિતિમાં તમામ પક્ષોની રજૂઆતો સાંભળવામાં આવી હતી.
બેઠકમાં શિપ રિસાયક્લિંગ, રિરોલિંગ મિલ, ફર્નેસ અને પ્રોફાઈલ એસોસિએશન સહિત તમામ સંલગ્ન સંગઠનોના હોદ્દેદારોએ ઉદ્યોગ જગતને પડતી મુશ્કેલીઓ વિગતવાર રજૂ કરી હતી. મંત્રી જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના સકારાત્મક અભિગમ અને હકારાત્મક મધ્યસ્થતાના પરિણામે તમામ વ્યાપારી પ્રશ્નોનું સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે.
સમસ્યાના સંતોષકારક ઉકેલ બદલ તમામ એસોસિએશનો અને અગ્રણીઓ દ્વારા માનનીય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


