આણંદપર બાઘીમાં વિજકરંટ લાગતાં આધેડનું મોત
અગ્ર ગુજરાત, રાજકોટ
કુવાડવા તાબેના આણંદપર બાઘી ગામે રહેતાં એક પ્રોૈઢ ઘરે કપડાને ઇષાી કરતાં હતાં ત્યારે વાયર છાતીમાં અડેલો હોઇ તેમાંથી કોઇપણ કારણોસર જોરદાર કરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડતાં ઘટના સ્થળે જ પ્રાણ નીકળી ગયા હતાં.
જાણવા મળ્યા મુજબ આણંદપર બાઘી ગામે રહેતાં નંદલાલભાઇ દુર્લભજીભાઇ દેગડા (ઉ.વ.૫૦) સાંજે ઘરે કપડાને ઇષાી કરી રહ્યા હતાં ત્યારે છાતીમાં વિજકરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડયા હતાં. પરિવારજનોએ તુરત ૧૦૮ને જાણ કરી હતી. પણ તેના તબિબ જયદિપભાઇ સબાડે નંદલાલભાઇને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. લક્ષમણભાઇ એસ. મહાજને ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃત્યુ પામનાર નંદલાલભાઇ ત્રણ ભાઇમાં વચેટ અને અપરિણીત હતાં. તેઓ ઘર બેઠા દરજી કામ, ઇષાી કામ કરતાં હતાં. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.


