By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: બામણબોર ચેકપોસ્ટ પાસે એમડી ડ્રગ્સ સાથે 4 કુખ્યાત પેડલરોને ફિલ્મી ઢબે ઝડપી લેતુ SOG
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બામણબોર ચેકપોસ્ટ પાસે એમડી ડ્રગ્સ સાથે 4 કુખ્યાત પેડલરોને ફિલ્મી ઢબે ઝડપી લેતુ SOG

Editor
Last updated: 2026/06/29 at 4:04 PM
26 minutes ago
Share
બામણબોર ચેકપોસ્ટ પાસે એમડી ડ્રગ્સ સાથે 4 કુખ્યાત પેડલરોને ફિલ્મી ઢબે ઝડપી લેતુ SOG
SHARE

બામણબોર ચેકપોસ્ટ પાસે એમડી ડ્રગ્સ સાથે 4 કુખ્યાત પેડલરોને ફિલ્મી ઢબે ઝડપી લેતુ SOG

રાજસ્થાનથી રાજકોટમાં એમડી ડ્રગ્સ ઘુસાડવાનો કારસો નિષ્ફળ ; 17.520 ગ્રામ મેફેડ્રોન સહિત રૂ. 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને રાજકોટમાં વેચાણ કરવા આવી રહેલા ચાર કુખ્યાત પેડલરોને શહેર એસઓજીએ બામણબોર ચેકપોસ્ટ નજીક ઝડપી પાડી ડ્રગ્સના નેટવર્કને મોટો ફટકો આપ્યો છે. પોલીસને જોઈ આરોપીઓએ કાર પૂરપાટ દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એસઓજીની ટીમે ચારે તરફથી ઘેરી ફિલ્મી ઢબે તેમને કાબૂમાં લઈ લીધા હતા. આરોપીઓ પાસેથી 17.520 ગ્રામ મેફેડ્રોન (એમડી ડ્રગ્સ), કાર સહિત કુલ રૂ. 5.72 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ એસઓજીના પીઆઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બામણબોર ગામ તરફ જતાં જૂના માર્ગ પર આવેલી ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. માહિતી એવી હતી કે અગાઉ એનડીપીએસ કેસમાં ઝડપાયેલ હિતેષ સુનીલ ધામેલીયા પોતાના ત્રણ સાગરિતો સાથે સ્વિફ્ટ કારમાં રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લઈને રાજકોટ તરફ આવી રહ્યો છે. થોડી જ વારમાં શંકાસ્પદ સ્વિફ્ટ કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારચાલકે ગાડી ભગાડી દેવાનો પ્રયાસ કરતાં એસઓજીના જવાનોએ તાત્કાલિક કારને ચારે બાજુથી ઘેરી રોકી દીધી હતી અને તેમાં સવાર ચારેય શખ્સોને કાબૂમાં લીધા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ વિનય રાજુ ઉકેડીયા (મનહરપુર-1), હિતેષ ઉર્ફે હિતો સુનીલ ધામેલીયા (રૈયાધાર સ્લમ ક્વાર્ટર), ભવદીપ ઉર્ફે હાંડો પરેશ ડાભી (રૈયાધાર) તથા વિશાલ રાજુ ગોહિલ (મનહરપુર-1) તરીકે થઈ છે. તપાસ દરમિયાન તેમની પાસેથી 17.520 ગ્રામ મેફેડ્રોન, સ્વિફ્ટ કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 5.72 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાનના સાંચોરથી પોતાના ઉપયોગ ઉપરાંત રાજકોટમાં વેચાણ કરવા માટે ડ્રગ્સ લઈને આવી રહ્યા હતા. પરંતુ શહેરમાં પ્રવેશે તે પહેલાં જ એસઓજીના હાથે ઝડપાઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચારેય આરોપીઓ હિસ્ટ્રીશીટર છે અને એનડીપીએસ સહિતના અનેક ગુનાઓમાં અગાઉ પણ સંડોવાયેલા રહ્યા છે. વધુમાં, મુખ્ય આરોપી હિતેષ ધામેલીયા કુખ્યાત પેડલર સુધા ધામેલીયાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. હિતેષ પોતે પણ ભારે નશાનો આદી હોવાનું અને દરરોજ અંદાજે 10 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ સેવન કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર ડ્રગ્સ નેટવર્ક અંગે એસઓજી દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

You Might Also Like

 પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેનું જામનગર–વિરમગામ સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ

 રાજકોટ બન્યું સર્જિકલ જ્ઞાનનું કેન્દ્ર: AWR & Obesity Meet 2026ને મળ્યો જંગી પ્રતિસાદ

મેંગોપીપલ પરિવારનો શિક્ષણને પ્રોત્સાહન આપતો સેવાયજ્ઞ, જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ

વિરાણી હાઇસ્કૂલમાં ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ખોડલધામના સર્વરોગ નિદાન કેમ્પમાં આરોગ્યસેવાનો મહાયજ્ઞ, 700થી વધુ લોકોએ લીધો લાભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોનું-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ સ્થિર; ડોલર મજબૂત થતાં શેરબજાર પર મિશ્ર અસર
રાજકોટ

સોનું-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ સ્થિર; ડોલર મજબૂત થતાં શેરબજાર પર મિશ્ર અસર

Editor By Editor 6 days ago
સોમવારે નવગ્રહ જિનાલયના આંગણે આદિશ્વર દાદાનો અભિષેક
સાહિત્ય સેતુ અને વિરાણી હાઈસ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી
જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો
ધારીના દલખાણીયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?