ઉનામાં ભાજપનું પ્રચંડ પ્રભુત્વ: તાલુકા-જિલ્લા પંચાયત પર ભગવો લહેરાયો
જિલ્લા પંચાયતની 5 બેઠક ભાજપે જીતી, દેલવાડા-ભાચા-સૈયદ રાજપરા-સનખડા-નવાબંદર પર કેસરિયો
મોટાડેસર-કોબ પર કોંગ્રેસના ‘જાયન્ટ કિલર’ ભરત શિંગડ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખના પત્ની મોતીબેને ભાજપને ઝટકો આપ્યો
ઉના તાલુકા પંચાયતની 25માંથી 20 બેઠક પર ભાજપનો કબજો, 6 બેઠક કોંગ્રેસે જીતી
અગ્ર ગુજરાત, ઉના
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી મેળવી છે. નગરપાલિકા બાદ તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના નેતૃત્વ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં પણ ભગવો લહેરાયો છે.
ઉના તાલુકાની જિલ્લા પંચાયતની કુલ 7 બેઠકોમાંથી 5 બેઠક ભાજપે કબજે કરી છે. મોટાડેસર અને કોબ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી ભાજપને ઝટકો આપ્યો છે. વર્ષ 2020માં જિલ્લા પંચાયતની 11માંથી 11 બેઠક ભાજપ પાસે હતી. આ વખતે કોંગ્રેસે 2 બેઠક ઝૂંટવી લીધી છે.જિલ્લા પંચાયતના 1.દેલવાડા બેઠક ભાજપ ના મહિલા ઉમેદવાર નંદનીબેન રાહુલભાઈ બાંભણીયા નો 3000થી વધુ મતે જંગી વિજય.2.ભાચા બેઠક ભાજપના મહિલા ઉમેદવાર રમીલાબેન જયેશભાઈ ટાંકનો 2500 મતે ભવ્ય વિજય.3.નવાબંદર બેઠક ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરીભાઈ સોલંકી સમગ્ર તાલુકામાં સૌથી વધુ મત મેળવીને વિજેતા બન્યા છે.4.સનખડા બેઠક પર સેવાકીય પ્રવૃત્તિના પ્રણેતા અજીતસિંહ ગોહિલ 4000 કરતા વધુ મતે ચૂંટાયા.5.સૈયદ રાજપરા બેઠક જૂના જોગી ભાવેશભાઈ ઉપાધ્યાયનો જલવો યથાવત રહ્યો હતો
- કોબ બેઠક કોંગ્રેસના તાલુકા પ્રમુખ ના પત્નિ ઉમેદવાર મોતી બેન ધીરૂભાઇ સોલંકી ૪૫૦ મતે વિજેતા બની ભાજપ ને ઝટકો આપ્યો હતો 7. મોટા ડેસર બેઠક કોંગ્રેસના ભરત શિંગડ ‘જાયન્ટ કિલર’ તરીકે ઊપસી આવ્યા.મોટા ડેસર બેઠક પર દક્ષાબેન ભરતભાઈ શિંગડ ૪૭૫ મતે વિજેતા બન્યા.
ઉના તાલુકા પંચાયતની કુલ 25 બેઠકોમાંથી ભાજપે 20 બેઠક મેળવીને સત્તા જાળવી રાખી છે. કોંગ્રેસે 6 બેઠક પર વિજય મેળવ્યો છે. ઉના-ગીરગઢડા રોડ પર આવેલ મોડર્ન સ્કૂલમાં જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી યોજાઈ હતી.જેમા તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારોગાંગડા બેઠક ભાજપના જાનુબેન અરજણભાઈ ગોહિલ 2435 મત મેળવી વિજેતા.-ગરાળ બેઠક ભાજપના જાગૃતિબેન હસમુખભાઈ ભાલીયા 1496 મત મેળવી વિજેતા.-ખજુદા બેઠક ભાજપના આતુ ભાઈ દેગણભાઈ ચૌહાણ 2233 મત મેળવી વિજેતા અમોદા બેઠક ભાજપના હરીભાઈ ઝણકાટનો 13 મતે રોમાંચક વિજય. ભાચા બેઠક: ભાજપના જીલુભાઈ રાણેકભાઈ ગોહિલ 2378 મત મેળવી વિજેતા.દેલવાડા-1 બેઠક: ભાજપ ના પુનમબેન નિતીસકુમાર બાંભણીયા 2381 મત મેળવી વિજેતા .દેલવાડા-2 બેઠક ભાજપના હિરલબેન મહેશ બાંભણીયા 2869 મત મેળવી વિજેતા-ખાપટ બેઠક ભાજપ ના મયુરભાઈ ડાયાભાઈ બાંભણીયા 2345 મત મેળવી વિજેતા.નાથડ બેઠક:ભાજપના માલાભાઈ હમીરભાઈ પરમાર 2717 મતે વિજેતાકાજરડીબેઠક ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ સામતભાઈ ચારણીયા 1905 મત મેળવી વિજેતા ઊમેજ બેઠક ભાજપના કસુબેન પ્રતાપભાઈ ખસીયા 2004 મત મેળવી વિજેતા-તડ બેઠક:ભાજપના હાજાભાઈ ધીરૂભાઈ વાળા 2249 મત મેળવી વિજેતા.સૈયદ રાજપરા બંદર બેઠક ભાજપના વૈશાલીબેન પ્રકાશભાઈ બાંભણીયા 3416 મત મેળવી જ્વલંત વિજય.વાવરડા બેઠક ભાજપના જેઠીબેન રાજશીભાઈ સોસા 1701 મત મેળવી વિજેતા.-સીમર બેઠક ભાજપના સપનાબેન બાબુભાઈ સાખટ 2570 મત મેળવી વિજેતા-ઉટવાડા બેઠક ભાજપના સોનુબા ભાવુભાઈ ગોહિલ 1318 મત મેળવી વિજેતા.વાસોજ બેઠક ભાજપના ભાનુબેન જેન્તીભાઈ વાજા 3300 મત મેળવી અદભૂત વિજય.
-નવાબંદર બેઠક ભાજપના સીદીકભાઈ હાસમભાઈ ચવાણ 2182 મતે વિજેતા.નવાબંદર-2 બેઠક ભાજપ ના હરકિશન બાબુભાઈ સોલંકી 3661 મતે વિજેતા.
-ચાચકવડ બેઠક કોંગ્રેસના ગીતાબેન જેન્તીભાઈ બાંભણીયા 1829 મતે વિજેતા. ચીખલી બેઠક કોંગ્રેસ ના સવિતાબેન સંજયભાઈ વાજા 2110 મત મેળવી વિજેતા.મોટા ડેશર બેઠક કોંગ્રેસના ભગવાનભાઈ ગોવિંદભાઈ વાજા 2828 મત મેળવી વિજેતા વરશીંગપુર બેઠક કોંગ્રેસના જીતુબેન ભીમાભાઈ સોલંકી 2090 મતે વિજેતા-પાલડી બેઠક તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરાભાઈ માંડણભાઈ સોલંકીનો પરાજય. કોંગ્રેસના રાજુભાઈ વિજાણંદભાઈ સોલંકી 1923 મતે વિજેતા.કોબ બેઠક કોંગ્રેસના સંજયકુમાર ડાયાભાઈ ગોહિલ 1711 મતે વિજેતા જાહેર કરાયાં હતાં
અમોદા બેઠક પોસ્ટલ બેલેટે અપાવ્યો વિજય
ઉના તાલુકા પંચાયતની અમોદા બેઠક પર રોમાંચક જંગ જોવા મળ્યો. EVM મશીનની ગણતરીમાં ભાજપના ઉમેદવાર હરીભાઈ ઝણકાટને 1968 મત અને કોંગ્રેસના ઉમેદવારને 1973 મત મળ્યા હતા. કોંગ્રેસ 5 મતે આગળ હતી. આખરે 53 પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી. તેમાંથી 32 મત ભાજપના ઉમેદવારને મળતા હરીભાઈ ઝણકાટનો 13 મતે રોમાંચક વિજય થયો હતો.
ગીરગઢડા તાલુકામાં ભાજપનો સફાયો
ગીરગઢડા તાલુકા પંચાયતની તમામ 20 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠક ની ચુંટણી થતાં ભાજપે ૧૮ તાલુકા પંચાયત બેઠક કબજે કરી છે. બે બેઠકો કોંગ્રેસ ના ફાળે ગયેલ જિલ્લા પંચાયત ની ચારેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો અહીં ભાજપ -કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો જેમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી નો સફાયો થયો છે.
તંત્ર દ્વારા સુચારુ મતગણતરી વ્યવસ્થા
પ્રાંત અધિકારી કૌશિકભાઈ પરમારની દેખરેખ હેઠળ નગર પાલિકા તેમજ મામલતદાર ડી.કે.ભીમાણી તેમજ તાલુકા વિકાસ અધિકારી ચાવડા એ મતગણતરીનું સુચારુ આયોજન કરાયું હતું. ઉમેદવાર, એજન્ટ કે મીડિયાને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રખાયું હતું. ચૂંટણી અધિકારી દ્વારા ઝડપી ગણતરી કરીને વિજેતા ઉમેદવારોને તુરંત પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. વિભાગીય પોલીસ અધિકારી મહાદેવ ચૌધરી, પી.આઈ. જે.જે. મોરી સહિતનો પોલીસ કાફલો ખડેપગે રહ્યો હતો. મામલતદાર ડી.કે. ભીમાણી અને તાલુકા વિકાસ અધિકારી ચાવડાએ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવી હતી.
ઉના તાલુકા ના કંઠાળ-બાગાયતી પટ્ટામાં ભગવો
ઉના તાલુકા ના ભાચા, કંસારી, ઉમેજ, સનખડા, સૈયદ રાજપરા, નવાબંદર, વાસોજ સહિતના સમગ્ર કંઠાળ અને બાગાયતી ખેતી વિસ્તારમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે સતત દોડધામ કરીને કાર્યકરો, સંગઠનો અને ઉમેદવારોને પ્રોત્સાહન આપ્યું હતું. જ્વલંત વિજય બાદ તેમણે લોકોની ભાજપ પ્રત્યેની સાચી નિષ્ઠાને બિરદાવી હતી. એકંદરે જિલ્લા અને તાલુકા પંચાયત બંનેમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી છે. મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બનતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


