મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ દ્વારા મતદારોને લોકશાહીની ફરજ નિભાવવા અપીલ
સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસથી રાજકોટના ભાગ્યના દરવાજા ખુલી ગયા : ૧૦૦ ટકા મતદાન કરવા નાગરિકોને આહવાન કરાયું

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ આજે આધુનિકતા અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને આવનારા સમયમાં પણ રાજકોટ વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે તેમ જણાવી જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટવાસીઓને મતદાન કરવા અપીલ કરી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસનો ‘સુવર્ણકાળ’ ચાલી રહ્યો છે. “જ્યાં માનવી ત્યાં સુવિધા” અને “સૌનો સાથ, સૌનો વિકાસ”ના મંત્ર સાથે રાજકોટને માત્ર સુવિધાઓ જ નથી આપી, પરંતુ શહેરને આંતરરાષ્ટ્રીય નકશા પર ચમકાવ્યું છે.
રાજકોટ શહેરમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. રાજકોટની અપેક્ષા કરતા પણ વધુ, અનેકગણી ભેટ આપી સમગ્ર રાજકોટનો સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ સાધ્યો છે ત્યારે ખંત, ખુમારી, ખેલદીલીવાળી રાજકોની જનતા પણ આગામી મહાનગરપાલિકા ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન કરે છે.
રાજ્યની સૌ પ્રથમ એઈમ્સ રાજકોટને મળી છે. સૌરાષ્ટ્રનાં સૌ પ્રથમ ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ પણ રાજકોટને મળી છે. ભાજપનાં શાસકોની દીર્ઘદૃષ્ટી અને પ્રજા પ્રત્યેની વફાદારીનાં પરિણામે આજે પાણીની અછતવાળું રાજકોટ પાણીદાર બન્યું છે. પાણી માટે કલાકો લાઈનમાં ઉભા રહેવાની કે ટેન્કરરાજની વાત હવે ભૂતકાળ બની છે. સૌની યોજના થકી આજી, ન્યારી, ભાદર જેવા ડેમ બારેમાસમાં નર્મદાનાં નીરથી છલકાય છે ને નપાણીયુ કહેવાતું ગામ ચોવીસે કલાક પાણીની સુવિધાયુક્ત થયું છે. પાણીની સમસ્યામાંથી કાયમીમુક્ત અને નલ સે જલ યોજનાનાં અમલમાં હાલ રાજકોટ અવ્વલ છે. રાજકોટને એરપોર્ટ જેવું આલિશાન બસપોર્ટ અને શહેરની ભાગોળે બીજા નવા બસ સ્ટોપ મળ્યા છે.
આગામી તા. 26 એપ્રિલના રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કમળના નિશાનવાળું બટન દબાવી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડી રાજકોટના વિકાસને અવિરત અને અડગ રાખવાની અપીલ કરી હતી.


