By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    19 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વાસદમાં બાળકીનું અપહરણ કરી હત્યા કરનારનું એન્કાઉન્ટર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વાસદમાં બાળકીનું અપહરણ કરી હત્યા કરનારનું એન્કાઉન્ટર

Editor
Last updated: 2026/07/20 at 4:30 PM
2 days ago
Share
વાસદમાં બાળકીનું અપહરણ કરી હત્યા કરનારનું એન્કાઉન્ટર
SHARE

વાસદમાં બાળકીનું અપહરણ કરી હત્યા કરનારનું એન્કાઉન્ટર

આણંદ લાવવા સમયે ઉલ્ટીનું બહાનું કરી વાહન રોકાવી ચપ્પુ વડે હુમલો કરતા બે પોલીસ કર્મી ઈજાગ્રસ્ત, સ્વબચાવમાં ગોળીબાર કરતા આરોપી ઠાર

અગ્ર ગુજરાત, આણંદ

વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને નિર્મમ હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારને પોલીસ દ્વારા આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે. બોરસદ રૂરલ પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ જ્યારે LCBની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી, ત્યારે તેણે ઊલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલા ચપ્પુ વડે હુમલો કરીને બે પોલીસ કર્મચારીને ઇજાગ્રસ્ત કર્યા હતા.

PSI રાણાની વારંવારની ચેતવણી છતાં આરોપી ન અટકતાં પોલીસે સ્વ-બચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં બે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાસદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ગત 18 જુલાઈની રાત્રિના આશરે 9:15 વાગ્યે સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. 19 જુલાઈએ સવારે પ્લેટફોર્મના અંત ભાગથી આગળ રેલવે ટ્રેક પરથી બાળકીનો મૃતદેહ કચડાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી બાળકીની લેંઘી પણ મળી આવતા, પ્રાથમિક દૃષ્ટિએ બાળકી પર દુષ્કર્મ આચરીને પુરાવાનો નાશ કરવા માટે તેને ટ્રેન નીચે ફેંકી દઈ નિર્મમ હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. બનાવની ગંભીરતાને જોઈ રેલવે પોલીસ, સ્થાનિક પોલીસ અને FSLની ટીમોએ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી હતી.
વડોદરા રેલવે વિભાગના એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ, આણંદ જિલ્લા પોલીસ, LCB, SOG અને વાસદ પોલીસ સહિતની 6થી 7 ટીમ નરાધમની શોધખોળમાં લાગી હતી. તપાસ દરમિયાન પોલીસને રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા, જેમાં એક શંકાસ્પદ યુવક માસૂમ બાળકીને તેડીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો. આ ફૂટેજના આધારે બોરસદ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ પરમાર (રહે. બોચાસણ પરા વિસ્તાર, બોરસદ)ને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ અર્થે તેને લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.

ધરપકડ બાદ સમગ્ર ઘટનાક્રમમાં મોટો વળાંક આવ્યો હતો. LCBની ટીમ 19 જુલાઈની મધરાતે જ્યારે આરોપી સુરેશ પરમારને લઈને આણંદ આવી રહી હતી, ત્યારે આરોપીએ રસ્તામાં ઊલટી કરવાનું બહાનું કાઢીને પોલીસનું વાહન રોકાવ્યું હતું. વાહન ઊભું રહેતા જ આરોપીએ પોતાની પાસે છુપાવી રાખેલા ચપ્પુ વડે અચાનક પોલીસ ટીમ પર હિંસક હુમલો કરી દીધો હતો. આરોપીના આ અચાનક હુમલામાં પોલીસ કર્મચારી મહિપાલસિંહ અને રાજવીરસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

પરિસ્થિતિ બેકાબૂ બનતા પીએસઆઈ રાણાએ આરોપીને આત્મસમર્પણ કરવા અને રોકાઈ જવા વારંવાર ચેતવણી આપી હતી. છતાં આરોપી વધુ હિંસક બનતા અંતે પોલીસે કાયદો અને વ્યવસ્થા તેમજ સ્વ-બચાવમાં આરોપી પર ગોળીબાર કરવો પડ્યો હતો.

You Might Also Like

૩ સોસાયટીના અટકેલા રોડ કામ મુદ્દે થાળી-વેલણ સાથે રવાપર ચોકડી ચક્કાજામ!

ધાતરવડી-૧ ડેમના પાણી માટે બર્બટાણા અને નાની ખેરાળીના ગ્રામજનોએ મંત્રીના દ્વાર ખખડાવ્યા

જેતપુરમાં એજ્યુકેશન લોનના નામે લાખોની ઠગાઈ: કીર્ગીસ્તાનમાં ભણતા વિદ્યાર્થીના પિતા સાથે ₹૧૦ લાખનો વિશ્વાસઘાત

જેતપુરની આલ્ફા સ્કૂલ સામે ABVPનો આક્રોશ: વધુ ફી વસૂલવાના મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન

 ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: એકસાથે ૨૮ IAS અને ૧૩ GAS કેડરના અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતને મળ્યું પ્રથમ અત્યાધુનિક ‘બીકીપિંગ સેન્ટર’: મહંત સ્વામી મહારાજે કર્યું ઉદ્ઘાટન
ગુજરાત

ગુજરાતને મળ્યું પ્રથમ અત્યાધુનિક ‘બીકીપિંગ સેન્ટર’: મહંત સ્વામી મહારાજે કર્યું ઉદ્ઘાટન

Editor By Editor 2 days ago
સ્વામિનારાયણ કન્યા ગુરુકુલમાં કિશોરી આરોગ્ય જાગૃતિ સેમિનાર યોજાયો
રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાજકોટ ડિવિઝનના ૮ રેલકર્મીઓનું DRM દ્વારા સન્માન
ડિમોલીશન ખર્ચ-રિવરફ્રન્ટ મુદે વિરોધ કરતા કોંગી કોર્પોરેટર-વિજિલન્સ વચ્ચે ઘર્ષણ
ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા દ્વારા આરોગ્ય જાગૃતિ સેમિનાર યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?