નાગરિક સહકારી બેંકની કોઠારીયા રોડ શાખાનું નવા ભવનમાં સ્થળાંતર: ગ્રાહક મિલન યોજાયું
તમારી બેંકનું શિર્ષસ્થ નેતૃત્વ તમારે આંગણે તમારી પાસે આવ્યું છે: દિનેશભાઈ પાઠક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની કોઠારીયા રોડ શાખાનું નવા અને અદ્યતન ભવનમાં સ્થળાંતર થયું છે અને આ અવસરે શાખાનું ગ્રાહક મિલન યોજાયેલ. તેમાં બહોળી સંખ્યામાં ગ્રાહકો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
બેંકની કોઠારીયા રોડ શાખા નવા સરનામે, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.-કોઠારીયા રોડ શાખા, બાલાજી પ્રાઈમની પાસે, અમૃતમ હોસ્પીટલની સામે, ગોકુલ પાર્ક ગેઇટની સામે, રણુજા મંદિરની પહેલા, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ ખાતે કાર્યરત થઇ છે. કાર્યક્રમના શુભારંભે ભારતમાતા અને અરવિંદભાઈ મણીઆરની તસવીર સમક્ષ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યુ હતું.
બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ‘રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. સહકારી ક્ષેત્રની બેંક છે. સહકારી ક્ષેત્રની આ એક વિશેષતા છે કે, ખાસ કરીને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની. સામાન્ય રીતે, સરકારી કે ખાનગી બેંકો હોય અને તેના શિર્ષસ્થ નેતૃત્વને મળવું હોય તો સરળ હોતું નથી કે જલ્દીથી મળી શકાતું નથી પરંતુ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની આ ખાસિયત છે કે બેંકનું શિર્ષસ્થ નેતૃત્વ તમારે આંગણે તમારી પાસે આવ્યું છે. તમારે શું જરૂરીયાત છે તેની અમે પૃચ્છા કરીએ છીએ. નાના માણસની મોટી બેંક આ સૂત્ર આપણી બેંકે ચરિતાર્થ કર્યું છે.
આ અવસરે નવા ચુંટાયેલા કોર્પોરેટર કૌશિભાઈ ટાંક અને સંદીપભાઈ ગાજીપરા અને એસીપી જાદવનું બેંક દ્વારા સન્માન કરાયું હતું.
બેંકના જનરલ મેનેજર વિનોદ શર્માએ બેંકની પ્રગતિની વાત કરતાં જણાવ્યું હતું કે, ‘કોઠારીયા રોડ શાખાનો ૧૦માં વર્ષમાં પ્રવેશ થયો છે. આપણી બેંકની ફક્ત ૫૯ સભાસદો અને રૂા. ૪,૮૯૦ની મૂડીથી શરૂઆત થઈ અને અત્યારે ૩,૬૧,૭૬૭ સભાસદો છે. શેર મૂડી રૂા. ૪૩.૩૦ કરોડ છે. સ્વભંડોળ રૂા. ૯૭૯.૦૧ કરોડ છે. સીઆરએઆર ૧૮.૬૭ ટકા નોંધાયેલ છે. ગત વર્ષનો ગ્રોસ નફો રૂા. ૧૧૫.૩૫ કરોડ થયો છે. બેંકની હાલમાં ૪૩ શાખાઓ અને બે એક્સટેન્શન કાઉન્ટર કાર્યરત છે. બેંકના બે ડેટા સેન્ટર, નીયર અને ફાર બંને કાર્યરત છે. યુપીઆઇ, આઇએમપીએસ. ઇપાસબુક જેવી અનેક સુવિધા બેંક પુરી પાડી રહી છે. શાખામાં ટૂંક સમયમાં સોના ધિરાણ સુવિધા પણ શરૂ કરી રહ્યા છીએ.’
આ ગ્રાહક મિલનમાં ઉપસ્થિત ખાતેદારો પૈકી વિશિષ્ટ કેટેગરીમાં સમાવિષ્ટ વિવિધ ખાતેદારોનું બેંકના પદાધિકારીઓ દ્વારા સ્મૃતિ ભેટ આપી સન્માન કરાયું હતું. આ અવસરે વિશેષમાં કૌશિકભાઈ ટાંક (વોર્ડ નં. ૧૭ના કોર્પોરેટર), સંદીપભાઈ ગાજીપરા (વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર), એસીપી જાદવ ઉપરાંત બેંક પરિવારમાંથી દિનેશભાઈ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), ડિરેકટરગણમાંથી કલ્પેશભાઈ ગયર (પ્રભારી ડિરેકટર), કીર્તિદાબેન જાદવ, વિક્રમસિંહ પરમાર, સીએ. ભૌમિકભાઈ શાહ, સીએ. બ્રિજેશભાઈ મલકાણ, જ્યોતિબેન ભટ્ટ, ડો.એન.જે.મેઘાણી, હસમુખભાઈ ચંદારાણા, હંસરાજભાઈ ગજેરા, કોઠારીયા રોડ શાખા વિકાસ સમિતિમાંથી સરોજબેન રૂપાપરા, પ્રશાંતભાઈ જોષી, હરેશભાઈ રાયચુરા, જયેશભાઈ ચાવડા, રમેશભાઈ લીંબાસીયા, હરેશભાઈ વસોયા, ડો. શાંતનુભાઈ જીવાણી, વિનોદ શર્મા, રજનીકાંત રાયચુરા, હેમાંગભાઈ ઢેબર, ભાવેશભાઈ રાજદેવ, પ્રશાંતભાઈ રૂપારેલીયા, ભવાનીસિંહ રાઠોર, રાજેન્દ્રભાઈ ગઢવી, પ્રશાંતભાઈ અઘેડા, નીરજભાઈ વૈઠા, હિતેષભાઈ રાચ્છ, આશીષભાઈ દાવડા, જાગૃત કર્મચારી મંડળમાંથી વિપુલભાઈ દવે, ભરતભાઈ કુંવરીયા, મનસુખભાઈ ગજેરા, આમંત્રિતો, ખાતેદારો, સભાસદો અને કોઠારીયા રોડ શાખાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન પ્રશાંતભાઈ જોષીએ અને સરળ-સફળ સંચાલન શ્રી જલ્પાબેન શાહે કર્યું હતું. વંદે માતરમના ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.


