By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    2 hours ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 day ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    6 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાયબર ફ્રોડ કૌભાંડમાં સંડોવણી ખુલતા 3 બેન્ક અધિકારીઓની ધરપકડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સાયબર ફ્રોડ કૌભાંડમાં સંડોવણી ખુલતા 3 બેન્ક અધિકારીઓની ધરપકડ

Editor
Last updated: 2026/04/21 at 4:21 PM
54 minutes ago
Share
સાયબર ફ્રોડ કૌભાંડમાં સંડોવણી ખુલતા 3 બેન્ક અધિકારીઓની ધરપકડ
SHARE

સાયબર ફ્રોડ કૌભાંડમાં સંડોવણી ખુલતા 3 બેન્ક અધિકારીઓની ધરપકડ

ઓપરેશન મ્યુલ હંટ હેઠળ 2500 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ; કમિશનની લાલચે બેન્કિંગ પ્રોસેસમાં મદદ કર્યાનો થયો ખુલાસો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સાયબર ગુનાઓ સામે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત એક વિશાળ કૌભાંડમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 17 લોકો ઝડપાઈ ચૂક્યા હતા, જ્યારે હવે બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા વધુ ત્રણ લોકોની ધરપકડ થતાં કૌભાંડની વ્યાપકતા વધુ સ્પષ્ટ થઈ છે. પોલીસ તપાસ મુજબ, આ સમગ્ર રેકેટમાં અત્યાર સુધી 2500 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓમાં યસ બેન્કના પર્સનલ બેન્કર મૌલિક કમાણી, એક્સિસ બેન્કના મેનેજર કલ્પેશ ડાંગરીયા અને યસ બેન્કના પૂર્વ પર્સનલ બેન્કર તેમજ હાલ HDFC બેન્કમાં ફરજ બજાવતા અનુરાગ બાલધાનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ રાજકોટ અને જામનગર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ પોતાના બેંકિંગ ક્ષેત્રના અનુભવ અને પદનો દુરુપયોગ કરીને સાયબર ફ્રોડ કરનાર ગેંગને મદદ કરી હતી. કમિશન અને આર્થિક લાભની લાલચમાં તેઓએ ફ્રોડમાં સંકળાયેલા લોકોને બેન્ક ખાતા ખોલાવવાથી લઈને રોકડ રકમ ઉપાડવા અને ટ્રાન્ઝેક્શન સુગમ બનાવવા સુધીના કાર્યોમાં સહયોગ આપ્યો હતો.
જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આરોપી મૌલિક કમાણી અગાઉથી જ આ કેસમાં ઝડપાયેલા કેટલાક આરોપીઓ સાથે સંપર્કમાં હતો અને તેમના સહયોગથી વિવિધ વ્યક્તિઓના નામે પેઢીઓના ખાતા ખોલાવતો હતો. આ ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય લેવડદેવડ માટે કરવામાં આવતો હતો.
બીજા આરોપી કલ્પેશ ડાંગરીયાએ પોતાના મેનેજર પદનો લાભ લઈને ફ્રોડ ગેંગને બેન્કિંગ પ્રક્રિયામાં માર્ગદર્શન આપ્યું હતું. તેણે માર્કેટિંગ યાર્ડ (APMC)ના દસ્તાવેજો રજૂ કરવાથી મોટા ટ્રાન્ઝેક્શન સરળતાથી થઈ શકે તેવી સલાહ આપી હતી. ઉપરાંત, પોતાની બ્રાન્ચમાં પૂરતી રકમ ન હોય ત્યારે અન્ય બેંકો મારફતે રોકડ ઉપાડવામાં પણ મદદ કરતો હતો.
ત્રીજા આરોપી અનુરાગ બાલધાએ ખોટા દસ્તાવેજો આધારિત ખાતા ખોલાવવામાં સહયોગ આપ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, એક વ્યક્તિના નામે ખાતું ખોલવામાં આવ્યું હતું, પરંતુ તેની જગ્યાએ અન્ય વ્યક્તિએ તમામ દસ્તાવેજોમાં સહી કરી હતી, છતાં પણ અનુરાગે તે પ્રક્રિયાને માન્યતા આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં કુલ 85 જેટલા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો. અત્યાર સુધી 1930 જેટલી એનસીસીઆરપી (NCCRP) અરજીઓ નોંધાઈ છે અને લગભગ 74 કરોડથી વધુની સીધી ફ્રોડ રકમ નોંધાઈ છે. જ્યારે આ તમામ ખાતાઓમાં થયેલા કુલ ટ્રાન્ઝેક્શનનો આંક 2500 કરોડને પાર ગયો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે. તપાસ દરમિયાન આ પણ બહાર આવ્યું છે કે આરોપીઓ મુખ્યત્વે યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેંકમાં ખાતાઓ ખોલાવતા હતા. ખાસ કરીને APMC સાથે જોડાયેલી પેઢીઓના નામે ખાતા ખોલાવી, કૃષિ ક્ષેત્રને મળતી ટેક્સ છૂટનો લાભ લઈ મોટા પાયે નાણાંની અવરજવર કરવામાં આવતી હતી, જેથી સરકારી તંત્રની નજરથી બચી શકાય.
આ કેસમાં સાયબર ફ્રોડ ઉપરાંત ગેમિંગ અને GST સંબંધિત નાણાકીય ગેરરીતિઓ પણ થયાની શંકા છે. પોલીસ દ્વારા આ તમામ દિશામાં તપાસ વિસ્તારી રહી છે અને વધુ પુરાવા એકત્ર કરવા માટે બેંકો પાસેથી મૂળ દસ્તાવેજો મંગાવવામાં આવી રહ્યા છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસનું કહેવું છે કે, આ માત્ર શરૂઆત છે અને આવનારા દિવસોમાં વધુ આરોપીઓ ઝડપાઈ શકે છે. સમગ્ર કેસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની મદદથી નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણએ બેન્કિંગ સિસ્ટમની વિશ્વસનીયતા અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સાથે જ સાયબર ગુનાઓ સામે વધુ સખત પગલાં લેવાની જરૂરિયાતને પણ ઉજાગર કરી છે.

You Might Also Like

રાજકોટમાં ૪૨ ડિગ્રી, આકાશમાંથી અગનવર્ષા

મતદારોને રીઝવવા રાજકીય પક્ષોએ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્ટને હથિયાર બનાવ્યું

ટિકિટ કપાતા મોચી સમાજે ભાજપ સામે હથોડો પછાડયો, કમલમમાં થઇ બેઠક

ઈનોવેટિવ સ્કૂલની શિક્ષિકાઓના મોબાઈલમાંથી ભાજપને મતદાન કરવાના થયા મેસેજ

વોર્ડ નં.૧૬-૧૭ અને ૧૮માં ઉપયોગમાં લેવાના ૨૧૦ EVMની તંત્ર દ્વારા ચકાસણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતી ની ભાવભેર ઉજવણી
ગુજરાત

ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતી ની ભાવભેર ઉજવણી

Editor By Editor 1 day ago
યુધ્ધના કારણે રાજકોટ એરપોર્ટ પર ત્રણ માસમાં ૨3 હજાર મુસાફરો ઘટયા
દુષ્કર્મ કેસ બાદ બદલો લેવા શિક્ષિકાના અશ્લીલ ફોટા વાયરલ કરનાર સામે વધુ એક ગુનો
પાણીપુરી પર પ્રતિબંધ : ભૂજના લોડાઇ ગામમાં વધુ 3૪ લોકોને ઝેરી અસર
સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આવતીકાલથી ભવ્ય આખ્યાન કથાનું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?