નોડલ ઓફિસરોને એકશન પ્લાન અપાયો
૧૯ હજારનો સ્ટાફ, ૨૦3૬ BLO, ૮૦ ટીમ
સ્ટાફનું રેન્ડેમાઇઝેશન કલેકટરની ઉપસ્થિતિમાં થશે
લોકસભાની ચૂંટણી માટે કલેકટર પ્રભવ જોષીએ વ્યવસ્થાપન કમિટીના તમામ નોડલ ઓફિસર સાથે મિટિંગ યોજી હતી. ચૂંટણીલક્ષી ફરજ માટે તમામ સરકારી-અર્ધ સરકારી એકમોના કર્મચારીઓ, શિક્ષકો સહિત ૧૯ હજારથી વધુ સ્ટાફના ઓર્ડર નીકળી ગયા છે. આ તમામ સ્ટાફનું પ્રથમ રેન્ડેમાઇઝેશન તા. ર૦મી આસપાસ કલેકટરની ઉપસ્થિતિમાં યોજાશે. ચાલુ સપ્તાહમાં જ કલકેટર તમામ રાજકીટ પક્ષો સાથે મતદાર યાદી, મતદાર મથક, ઉમેદવારોને કરવાનો થતો ખર્ચ, ફોર્મ ભરવા સમયે ડીપોઝીટ, આચારસંહિતા, સભા-સરઘસની મંજૂરી બાબતે મિટિંગ લેવાના છે.
૧૧૬૦૦થી વધુ જગ્યાએ થયેલા ‘રાજકીય ચિત્રામણા’ પર પીછડાં લાગ્યા
રાજકોટમાં સમાવિષ્ટ વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી સરકારી અને ખાનગી દિવાલો પરના સુત્રો, અન્ય રાજકીય ચિત્રામણ સહિત કુલ 11600 થી વધુ લખાણો અને પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. વિધાનસભા મત વિસ્તાર 68 રાજકોટ પૂર્વમાંથી જાહેર જગ્યામાંથી 852 અને અંગત માલિકીની જગ્યાઓએથી 268, મત વિસ્તાર 69 રાજકોટ પશ્ચિમમાંથી જાહેર જગ્યામાંથી 913 અને અંગત જગ્યાઓએથી 74, મત વિસ્તાર 70 રાજકોટ દક્ષિણ માંથી જાહેર જગ્યામાંથી 630 અને અંગત જગ્યાઓએથી 98, વિધાનસભા મત વિસ્તાર 71 રાજકોટ ગ્રામ્યમાંથી જાહેર જગ્યામાંથી 111 અને અંગત જગ્યાએથી 11, જસદણમાંથી જાહેર જગ્યામાંથી 808 અને અંગત જગ્યાઓએથી 179, ગોંડલમાંથી જાહેર જગ્યામાંથી 327, જેતપુરમાંથી જાહેર જગ્યામાંથી 132 અને અંગત જગ્યાઓએથી, ધોરાજીમાંથી જાહેર જગ્યામાંથી 196 અને અંગત જગ્યાએથી 185 પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. દરમ્યાન રાજકોટ કોર્પો.ની ટીમોએ અત્યાર સુધીમાં ર879 પોસ્ટર, બેનર સહિતની સામગ્રી દુર કર્યાનું જણાવ્યું હતું.
ચૂંટણીલક્ષી ફરિયાદ માટે કન્ટ્રોલરૂમ શરૂ
કલેકટર કચેરીમાં ફરીયાદ અંગે ત્રીજા માળે ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે, જેમાં ટોલ ફ્રી નંબર ૧૮૦૦ર૩૩૦૩ર, ઉપરાંત (ર૪પ૧૪૧), (ર૪પ૧૪૧૦) તથા (ર૪પ૧૪૬પ) જાહેર કરાયા છે.
વાહનો રિકવીઝીટ કરવાનું શરૂ
ચૂંટણીની કામગીરી માટે સરકારી વાહનો રીક્વીઝીટ કરવાનું શરૂ કરી દેવામા આવ્યા છે. મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના હોદેદારોની કાર લઇ લેવામા આવી છે. મમામલતદાર-પ્રાંત કચેરીઓ દ્વારા અત્યાર સુધી સરકારી-અર્ધ સરકારી અને ખાનગી કચેરીઓના ૪૦ જેટલી ગાડીઓ જીલ્લાભરમાંથી લઇ લેવાઇ છે, રાજકોટ તાલુકા મામલતદાર તંત્રે ૯ સરકારી ગાડીઓ રીકવીઝીટ કરી છે.
૨૧ લાખ મતદાનની સ્લીપ ગાંધીનગરથી આવશે
રાજકોટ લોકલના બેઠકમાં ઉમેદવારો ફાઇનલ થયે, મતદારોને આપવાની થતી મતદાર સ્લીપનું વિતરણ કલેકટર તંત્ર પોતાના ર૦૩૬ થી વધુ બીએલઓ મારફત કરશે, જિલ્લા માટે નોંધાયેલા મતદારો મુજબ ર૧ લાખ જેટલી મતદાર સ્લીપ ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારી તંત્ર તરફથી આવશે, અને મતદાન દિવસના ૧૦ થી ૧ર દિવસ પહેલા બુથ લેવલ ઓફીસરો રાજકોટ શહેર-જીલ્લામાં વિતરણ કરી દેશે.
ફોર્મ ભરતી વખતે ઉમેદવાર સહિત પાંચને અને ૧૦૦ મીટર ત્રિજ્યામાં ત્રણ વાહનને જ એન્ટ્રી
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સભા કરી અને ત્યાંથી રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ જવાની એક પ્રણાલી છે. ત્યારે ચૂંટણી પંચના નિયમ મુજબ કલેકટરે ગાઇડલાઇન જાહેર કરતા જણાવ્યુ હતુ કે, ફોર્મ ભરતી વખતે કચેરીમાં ઉમેદવાર સહિત પાંચ વ્યક્તિને તેમજ ૧૦૦ મીટર ત્રિજ્યામાં ત્રણ વાહનને જ એન્ટ્રી આપવામા આવશે.
વિવિધ સ્કવોર્ડની આ મુજબ થઇ રચના
કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, આચારસંહિતાની ચુસ્ત અમલવારી માટે તાલીમ સાથે ફલાઈંગ સ્કવોડની ૨૪, સ્ટેટીક સર્વેલન્સની ૨૪, વીડિયો સર્વેલન્સની ૧૬, વિડિયો વ્યુઇંગની ૮ અને આદર્શ આચારસંહિતાના અમલ માટે ૮ ટીમ કાર્યરત કરવામાં આવી છે.
આ વખતે રહેશે ખાસ કેટેગરીના મતદાન મથક
મહિલા સંચાલિત ૫૬
દિવ્યાંગ સંચાલિત ૮
યુવા સંચાલિત ૧
મોડલ પોલિંગ સ્ટેશનમાં ૮ મતદાન મથક રહેશે.
કુલ મતદાન મથકોના ૫૦% લેખે ૧૧૧૮ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.
ચૂંટણી ખર્ચનું ભાવ બાંધણુ એકાદ-બે દિવસમાં કરાશે જાહેર
ચૂંટણી પ્રચાર માટે થતા ખર્ચ નિયત મર્યાદામાં જ કરવાનો રહે છે. આ માટે ઉમેદવારે ચૂંટણી પંચને વ્યવસ્થિત ડિટેઇલ સાથે હિસાબ આપવાનો હોય છે. જેમા ઝંડીનો ખર્ચ કેટલો, કાર્યાલય ખર્ચ, સભા ખર્ચ, રેલી, જમણવાર સહિત જીણામાં જીણો ખર્ચ દર્શાવવો પડે છે. આ ખર્ચ બાંધણું એકાદ-બે દિવસમાં જ ચૂંટણી અધિકારી(કલેકટરા) દ્વારા જાહેર કરાશે.


