By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જમીન પ્રકરણમાં દીવ પ્રશાસનની દાદાગીરીનો આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જમીન પ્રકરણમાં દીવ પ્રશાસનની દાદાગીરીનો આક્ષેપ

Editor
Last updated: 2026/04/17 at 1:56 PM
2 months ago
Share
જમીન પ્રકરણમાં દીવ પ્રશાસનની દાદાગીરીનો આક્ષેપ
SHARE

જમીન પ્રકરણમાં દીવ પ્રશાસનની દાદાગીરીનો આક્ષેપ

જંગલ વચ્ચેના ગીચ વિસ્તારમાં ફટાકડા ફોડી વિસ્ફોટ કરવાનો પ્લાન ગ્રામજનોએ નિષ્ફળ બનાવ્યો!

ઉનાના એહમદપુર માંડવી બીચની કિંમતી જમીન 99 વર્ષના પટ્ટે રૂ.1ના ટોકનથી દીવને ફાળવી દેવાઈ

જમીન માપણી અને કબજો સોંપાયા પહેલાં જ દીવ પ્રશાસને કામગીરી શરૂ કરતાં વિવાદ વકર્યો

અગ્ર ગુજરાત, ઉના

ગુજરાત પ્રવાસન વિભાગ અને રિઝર્વ ફોરેસ્ટ વિભાગની કિંમતી જમીનના બદલામાં સીમબોર ખાતે ખડા બંધારડા નીચે ડૂબમાં ગયેલી જમીન સામે એહમદપુર માંડવી પાસે સર્વે નંબર 311 પૈકી 1/1/1માંથી 11 હેક્ટર જમીન ફાળવણીનો હુકમ ગુજરાત રાજ્ય સરકારે કર્યો છે. આ જમીનની માપણી માટે હિલચાલ શરૂ થતાં નાલીયા માંડવી ગ્રામપંચાયતને સાથે રાખીને માપણી કરવા અંગેની માંગણી સરપંચ પ્રતિનિધિ અનેગ્રામજનો એ ઉના મામલતદાર અને પ્રાંત અધિકારીને કરી હતી. જોકે આ બાબતે ઉના મામલતદાર, મહેસૂલ વિભાગ તેમજ વન વિભાગના અધિકારીઓ મૌન સેવી તમાશો જોઈ રહ્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.

બીજી તરફ દીવ પ્રશાસનના મામલતદાર અને નાયબ કલેકટર એહમદપુર માંડવી બીચ પર આવીને પોતાની સત્તાના જોરે જોહુકમી કરી રહ્યા હોવાનો આક્ષેપ છે. ગુજરાત ટુરિઝમ દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી નાલીયા માંડવી ગ્રામપંચાયતે કરેલા વિકાસના કામો કરેલ હોય ત્યાં માંડવા નાખી વહેલી સવારે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સતત ત્રીજા દિવસે પણ સરપંચ પ્રતિનિધિ અને ગ્રામજનોએ વિરોધ નોંધાવતા ઘર્ષણ સર્જાયું હતું.

નાલીયા માંડવી ગ્રામપંચાયતના સરપંચ પ્રતિનિધિ રફીકભાઈ સુમરા તેમજ ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અહીં પંચાયત અને ફોરેસ્ટ વિભાગની જમીન આવેલી છે. વારંવાર રજૂઆત છતાં દીવ પ્રશાસન દ્વારા જમીનની માપણી થઈ નથી અને કબજો પણ સોંપાયો નથી. તેમ છતાં દીવ પ્રશાસનના અધિકારીઓ-કર્મચારીઓની ટીમ સાથે આવીને તાના શાહી ચલાવી ગુજરાતની હદમાં ધંધાર્થીઓને હેરાન કરી રહ્યા છે.”

ગ્રામજનોએ ઉમેર્યું કે, “આ બાબતે ઉના મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીને રજૂઆત કરવા છતાં તેઓ મૌન સેવી તમાશો રચી રહ્યા છે અને ગ્રામજનો તથા દીવ પ્રશાસન વચ્ચે સંઘર્ષ સર્જાય તેવી નીતિ અપનાવી રહ્યા છે. બંને વિભાગના અધિકારીઓ સંકલન કરીને કાયદેસર માપણી કરી દીવને જમીન ફાળવે તેની સામે અમને કોઈ વાંધો નથી.પરંતુએકતરફી રીતે દીવ પ્રશાસનના અધિકારીઓ ગેરકાયદેસર સામગ્રી સાથે આવીને વન્ય ફોરેસ્ટ વિભાગના ગીચ વિસ્તારમાં ફટાકડાના બોક્સ ભરીને વિસ્ફોટ કરવાની પ્રવૃત્તિ કરે તે ચલાવી ન લેવાય.”

ફટાકડાના બોક્સથી આગનો ખતરો, વીડિયો સામે આવ્યા ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે જો ફટાકડાને કારણે ફોરેસ્ટ વિભાગમાં આગ લાગે તો ગ્રામજનોને ટાર્ગેટ કરવાની હિલચાલનો પર્દાફાશ થયો છે. આ બાબતે દીવના કેટલાક શખ્સોના વીડિયો પણ સામે આવ્યા છે અને તેની જાણ સરપંચ પ્રતિનિધિ અને ગ્રામજનોએ પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપીને કરી હતી.એહમદપુર માંડવી બીચ નજીકની આ જમીન વર્ષો જૂની રિઝર્વ ફોરેસ્ટ હેઠળ આવે છે અને અહીં સામાન્ય વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાં દીવ પ્રશાસનના કેટલાક લોકો ત્યાં પાણીની બોટલો, ફટાકડાના બંડલ સાથે ઘૂસીને ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવા છતાં જશાધાર રેન્જના કોઈ અધિકારી સ્થળ પર દેખાયા ન હતા.ગ્રામજનોની માંગ છે કે સરકારના પ્રવર્તમાન કાયદા મુજબ જમીન ફાળવણી થયેલી હોય ત્યારે ગીર સોમનાથ લેન્ડ રેકર્ડ અધિકારી, સર્વેયર, વન્ય ફોરેસ્ટ વિભાગના સર્વેયર, મહેસૂલ અધિકારી, ગ્રામપંચાયત સચિવને સાથે રાખીને પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામપંચાયતના સરપંચ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં માપણી કરવી જોઈએ.

પ્રશાસનની બેઠક, શાંતિપૂર્ણ માપણીની ખાતરી

આ બાબતે પ્રાંત અધિકારી કૌશિકભાઈ પરમાર, ઉના મામલતદાર ડી.કે. ભીમાણી, ડીવાયએસપી મહાદેવ ચૌધરી અને નવાબંદર મરીન પોલીસ અધિકારી પરમારની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. ગ્રામજનોની રજૂઆતને ધ્યાને રાખીને સરકારે હુકમ કરેલ સર્વે નંબરની શાંતિપૂર્ણ માપણી કરી, આ જમીનમાં ગ્રામજનોની માલિકીની જમીનને અહિત ન થાય તે ધ્યાને રાખીને કલેક્ટરને માપણી રિપોર્ટ સાથે અહેવાલ કરવા ખાતરી આપવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ વિરોધનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો.

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
“યોગા ફોર હેલ્ધી એજિંગ” થીમ પર વી.વી.પી.માં આંતરરાસ્ટ્રીય યોગ દિવસ યોજાયો
રાજકોટ

“યોગા ફોર હેલ્ધી એજિંગ” થીમ પર વી.વી.પી.માં આંતરરાસ્ટ્રીય યોગ દિવસ યોજાયો

Editor By Editor 9 hours ago
શેઠ ઉપાશ્રય આંગણે અરિહંત વંદનાવલી યોજાઇ
 વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો
બેડી-હડમતીયાનો જર્જરીત રસ્તો, રાજકોટ-મોરબી હાઇવે પર ચક્કાજામ
હાશ! ગુજરાતમાં ગુરૂવારથી ચોમાસાની વિધિવત એન્ટ્રી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?