By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    59 minutes ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    24 hours ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: શિક્ષણમંત્રી જે જિલ્લાના પ્રભારી છે ત્યાં જ ધમધમતું એજયુકેશન કૌભાંડ ઝડપાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

શિક્ષણમંત્રી જે જિલ્લાના પ્રભારી છે ત્યાં જ ધમધમતું એજયુકેશન કૌભાંડ ઝડપાયું

Editor
Last updated: 2026/06/13 at 4:28 PM
3 days ago
Share
શિક્ષણમંત્રી જે જિલ્લાના પ્રભારી છે ત્યાં જ ધમધમતું એજયુકેશન કૌભાંડ ઝડપાયું
SHARE

શિક્ષણમંત્રી જે જિલ્લાના પ્રભારી છે ત્યાં જ ધમધમતું એજયુકેશન કૌભાંડ ઝડપાયું

જૂનાગઢની ગુજરાત એજયુકેશન સંસ્થામાં પૈસા આપી પાસનું રીઝલ્ટ મેળવવાની ગેરંટી

પોલીસના દરોડામાં મળ્યા વિદ્યાર્થીઓના ઓરીજનલ પ્રમાણપત્રોના થપ્પા : સંચાલકની આકરી પુછપરછ

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

રાજયમાં ગુણવત્તાસભર શિક્ષણ અને કાળો કારોબાર થતો હોવાનું કૌભાંડ રાજયના શિક્ષણમંત્રી પ્રધ્યુમન વાજા જે જિલ્લાના પ્રભારી છે તે જૂનાગઢ જિલ્લામાંથી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે પૈસા આપી પાસ કરાવવાનું કૌભાંડ સામે આવતા પોલીસ દોડતી થઇ છે અને સંસ્થામાં દરોડા પાડયાં છે.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણના નામે મોટો વેપલો ચાલતો હોવાની આશંકા સેવાઈ રહી હતી, જેનો પર્દાફાશ થતાં સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં અને વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જૂનાગઢ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. મોડી રાત સુધી જૂનાગઢ રેલવે સ્ટેશન પાછળ આવેલા મેરી ગોલ્ડ કોમ્પ્લેક્સમાં પોલીસે ધામા નાખ્યા હતા અને ત્યાં ધમધમતી ‘ગુજરાત એજ્યુકેશન’ નામની સંસ્થા પર સઘન તપાસ હાથ ધરી હતી, જે કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી.

પોલીસની ટીમ ગુજરાત એજ્યુકેશન નામની આ સંસ્થાની ઓફિસે પહોંચી ત્યારે નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. ઓફિસમાં કામ કરતો અન્ય સ્ટાફ ઘરે જતો રહ્યો હતો, પરંતુ આ કાળા કારોબારનો મુખ્ય સંચાલક દર્શન મેસવાણિયા ત્યાં જ હાજર મળી આવ્યો હતો. અચાનક પોલીસને પોતાની સામે જોઈને દર્શન મેસવાણિયાના હોશ ઊડી ગયા હતા અને તે ગેંગે ફેફે કરવા લાગ્યો હતો. પોલીસ અધિકારીઓએ જ્યારે તેની પૂછપરછ શરૂ કરી ત્યારે એક પણ સવાલનો યોગ્ય કે સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. સંચાલકની આવી શંકાસ્પદ હિલચાલ અને ગલ્લાતલ્લાં જોઈને પોલીસને સમગ્ર મામલે મોટી ગેરરીતિની દ્રઢ શંકા ગઈ હતી, જેના કારણે પોલીસે કાયદાકીય સકંજો વધુ મજબૂત કરીને ઓફિસના ખૂણેખૂણા ફેંદવાનું શરૂ કર્યું હતું. હાલ તો સમગ્ર મામલે SOGને તપાસ સોંપાઈ છે.

​પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન ગુજરાત એજ્યુકેશનની ઓફિસમાંથી અનેક ચોંકાવનારા પુરાવાઓ હાથ લાગ્યા છે. ઓફિસની અંદરથી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ અને તાલુકાઓના અસંખ્ય વિદ્યાર્થીઓના ઓરીજનલ દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાં ધોરણ 10 અને 12ની અસલી માર્કશીટો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટી અને જન્મના પ્રમાણપત્રો જેવા મહત્વના કાગળોનો મોટો જથ્થો સામેલ છે. એટલું જ નહીં, આ શિક્ષણ માફિયાઓના તાર છેક બીજા રાજ્યો સાથે જોડાયેલા હોવાના પણ શંકા સેવાય રહી છે. પોલીસને તપાસ દરમિયાન ઘણા ઓરીજનલ દસ્તાવેજો હાથે લાગ્યા છે. આ તમામ શંકાસ્પદ સામગ્રીની સાથે પોલીસે પુરાવાનો નાશ ન થાય તે માટે ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર (DVR), મોબાઈલો અને તમામ ઓરીજનલ દસ્તાવેજો જપ્ત કર્યા છે. ઓફિસમાં સીસીટીવી કેમેરા લાગેલા હોવાથી હવે સંચાલક દર્શન મેસવાણિયા માટે કોઈ પણ પુરાવા છુપાવવા કે તેનો નાશ કરવો અશક્ય બની જશે.

​આ સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડી એટલી હદે પદ્ધતિસરની અને આશ્ચર્યજનક હતી કે શિક્ષણ વ્યવસ્થા લજવાઈ જાય. આ આખા ખેલની શરૂઆત ત્યારે થઈ જ્યારે ધોરણ 12 પાસ કરેલા એક વિદ્યાર્થીના વાલી પર જૂનાગઢની આ ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થામાંથી એક યુવતીનો ફોન આવ્યો હતો. ફોન પર વાત કરતી યુવતીએ વાલીને લાલચ આપતા સીધું જ જણાવ્યું હતું કે, તમારો દીકરો ધોરણ 12માં પાસ થઈ ગયો છે, તો શું તેને આગળ કોલેજમાં એડમિશન લેવડાવવું છે? જો એડમિશન લેવું હોય તો અમારો સંપર્ક કરજો કારણ કે અમે કોલેજના તમામ પ્રકારના કોર્સ કરાવી આપીએ છીએ અને તેમાં વિદ્યાર્થીને પાસ કરાવવાની 100 ટકા લેખિત ગેરંટી આપીએ છીએ. આ સંસ્થાની ઓફર એટલી હદે ગેરકાયદેસર અને શરમજનક હતી કે વિદ્યાર્થીએ ક્યારેય કોલેજ ભણવા જવાની કે ક્લાસ ભરવાની કોઈ જરૂર જ રહેતી નથી, માત્ર પરીક્ષા આપવા જવાનું રહેશે અને ત્યાં પણ તેને યુનિવર્સિટી તરફથી જ માઇક્રો કોપી પૂરી પાડવામાં આવશે જેમાંથી જોઈને વિદ્યાર્થીએ માત્ર પેપર લખી નાખવાનું રહેશે.

ઓફિસના એડમિનિસ્ટ્રેશનમાં બેઠેલી યુવતીએ ગ્રાહક સામે ખુલાસા કર્યા હતા. આ એડમિન યુવતીએ માહિતી આપતા જણાવ્યું હતું કે જો કોઈ વિદ્યાર્થીને બી.એ. (BA) માં એડમિશન લેવું હોય તો તેની કુલ ફી 35,000 રૂપિયા થશે. આ ડિગ્રી મેળવવા માટે વિદ્યાર્થીએ સુરેન્દ્રનગરની એક યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા માટે જવું પડશે અને ત્યાં પાસ થવાની સંપૂર્ણ જવાબદારી સંસ્થાની રહેશે, કારણ કે પરીક્ષાના સમયે ત્યાં પરીક્ષા કેન્દ્ર પર જ વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ માઇક્રો કોપીઓ એટલે કે ચોરી કરવાનું મટીરીયલ પૂરું પાડવામાં આવશે અને તેમાંથી બેઠું જોઈને જ પેપર લખીને પરીક્ષા સરળતાથી પાસ કરી શકાશે. શિક્ષણ માફિયાઓની ગોઠવણ એટલી હદ સુધી પાકી અને સુવિધાજનક હતી કે સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં પાંચ દિવસની પરીક્ષા આપવા માટે જૂનાગઢથી જતાં વિદ્યાર્થીઓ માટે ત્યાં સ્પેશિયલ હોસ્ટેલમાં રોકાવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા જ કરવામાં આવતી હતી, જ્યાં એક દિવસના માત્ર 200 રૂપિયાના નજીવા દરે રહેવા અને ઉત્તમ જમવાની સગવડ અપાતી હતી જેથી વિદ્યાર્થીઓને ચોરી કરવામાં કોઈ ખલેલ ન પડે.

​આ કાળા કારોબારમાં સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત એ સામે આવી છે કે યુનિવર્સિટી તરફથી જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના હોય છે, તેનું અગાઉથી જ તૈયાર કરેલું જવાબોવાળું મટીરીયલ વિદ્યાર્થીને સીધું હાથમાં આપી દેવામાં આવતું હોવાનો દાવો કરાયો છે. વિદ્યાર્થીઓએ માત્ર એ માઇક્રો કોપી સામે રાખીને ઉત્તરોની નકલ કરીને પોતાના પેપરમાં ઉતારવાના હોય છે. આ શિક્ષણના સોદાગરો એવો ખુલ્લેઆમ દાવો કરતા હતા કે અમારું યુનિવર્સિટી પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સાથે સીધું આંતરિક સેટિંગ થયેલું હોવાથી જ અમે સો ટકા પાસ થવાની લેખિત ગેરંટી આપવા સક્ષમ છીએ.

 

ધો.૧૦ અને ૧૨ના છાત્રોને પણ મળતી ગેરંટી

આ સંસ્થા માત્ર કોલેજ જ નહીં, પરંતુ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ ગેરકાયદેસર રીતે પાસ કરાવવાનો મસમોટો કારોબાર ચલાવતી હતી. જો કોઈ વિદ્યાર્થીને સેન્ટ્રલ બોર્ડ એટલે કે સીબીએસઈ (CBSE) માંથી ધોરણ 10 પાસ કરવું હોય તો તેની પરીક્ષા જૂનાગઢમાં જ લેવાશે અને તેની ફી 22,000 રૂપિયા નક્કી કરાઈ હતી, જેમાં પાંચેય પેપરમાં માઇક્રો કોપી આપીને પાસ કરાવવાની ખાતરી અપાતી હતી. તેવી જ રીતે ધોરણ 12 આર્ટસ કે કોમર્સ માટે 25,000 રૂપિયા અને સૌથી મુશ્કેલ ગણાતા સાયન્સ પ્રવાહને પાસ કરાવવા માટે 35,000થી લઈને 65,000 સુધીની મસમોટી રકમ વસૂલવામાં આવતી હતી અને આ પરીક્ષાઓ માટે જૂનાગઢ જિલ્લાના જ વંથલી અને શાપુર જેવા પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે.

You Might Also Like

સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ સપાટીએ

ગીર વિસ્તારમાં ચાલતો વિવાદ દિલ્હી દરબારમાં પહોંચ્યો

કેશોદ એરપોર્ટ પર ધુમ્મસમાં પણ વિમાનોનું થશે સંચાલન, ઉત્તરશે એરબેસ 3૨૦

નોટીસ બાદ પણ જર્જરીત આવાસ ખાલી નહીં કરતા પાણી કનેક્શન કાપી નખાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજયભરના હજારો ખેડૂતો ૧૧૧૧ ટ્રેકટર સાથે ગાંધીનગરમાં
રાજકોટ

રાજયભરના હજારો ખેડૂતો ૧૧૧૧ ટ્રેકટર સાથે ગાંધીનગરમાં

Editor By Editor 1 day ago
દોશી હોસ્પિટલમાં સરકારી યોજનાની ચાલતી સેવાની સમીક્ષા કરતા ધારાસભ્ય ટીલાળા
ગોવિંદપાર્કમાં અધિકમાસ નિમિત્તે મહિલા મંડળ દ્વારા નારાયણની પૂજા
ધોરાજીમાં રખડતાં ઢોરો મામલે હાઇકોર્ટનાં આદેશની અમલવારીનો ઉલાળ્યો
ઓછા ગુણવાળા સનધિ અધિકારી બની શકે તો ૯૦ વાળા શું કરી શકે : SP ગુર્જર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?