નિકાસને જોખમમુક્ત કરી, વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા તેમજ ECGCના લાભો અંગે સેમીનાર યોજાયો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, Jt.DGFT, ECGC તથા FIEOના સંયુક્ત કરાયેલું આયોજનુ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જોઈન્ટ ડીજીએફટી-રાજકોટ, એકસપોર્ટ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તથા ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનના સંયુકત ઉપક્રમે “નિકાસને જોખમમુકત કરી, વૃધ્ધિને પ્રોત્સાહીત કરવા તેમજ ECGC ના લાભો” અંગે સેમીનાર યોજાયો હતો. જેમાં જોઈન્ટ ડીજીએફટી રોહિત સોની, ECGCના બ્રાન્ચ મેનેજર બિજેન્દ્રકુમાર ત્રિપાઠી, એકઝીકયુટીવ ઓફિસર તુષાર વર્મા તથા મનેજ૨ પિયુષ પલ્લવ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ હતું. જેનો બહોળી સંખ્યામાં નિકાસકારોએ લાભ લીધેલ.
સેમીનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ તથા ફિઓના સૌરાષ્ટ્ર રીજીઓનના કન્વીનર પાર્થભાઈ ગણાત્રાએ સૌને આવકારી આ સેમીનાર MSMEને ખુબજ ઉપયોગી બની રહેશે. ખાસ કરીને હાલની વૈશ્વીક યુધ્ધની પરિસ્થિતિમાં નિકાસ દરમ્યાન વોરરીસ્ક ઉપર જે સરચાર્જ લીધેલ હોય તો તેમાં ૫૦% રીમ્બર્સમેન્ટ મળવાપાત્ર થાય તેની પ્રક્રિયા કેવી રીતે કરી શકાય તેની જાણકારી અપાશે. વધુમાં રાજકોટ ચેમ્બર દ્વારા અવાર-નવાર વિવિધ સેકટરને લગતા સેમીનારો યોજવામાં આવે છે તો તેનો ખાસ લાભ લેવો અને કોઈપણ પ્રશ્નોની રજુઆત હોય તો તો તે મોકલી આપવી તેનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું.
ECGC ના બ્રાન્ચ મેનેજર બિજેન્દ્રકુમાર ત્રિપાઠી તથા જોઈન્ટ ડીજીએફટી રોહિત સોનીએ જણાવેલ કે, હાલની વૈશ્વીક યુધ્ધની પરિસ્થિતિમાં નિકાસકારોને નિકાસ દરમ્યાન જે જે અલગ અલગ અસહય ચાર્જ ચુકવવા પડી રહયા છે તે માટે સરકારશ્રી દ્વારા જે RELIEF સ્કીમ બહાર પાડેલ છે તે અંગે તેમજ ECGC દ્વારા મળવાપાત્ર થતા વિવિધ ફાયદાઓનો ખાસ લાભ લેવા અનુરોધ કરેલ. તેમજ આ અંગે કોઈપણ સમસ્યા હોય તો ECGC અને રાજકોટ ડીજીએફટી ઓફિસનો સંપર્ક સાધર્યો.
ECGC ના એકઝીકયુટીવ ઓફિસરશ્રી તુષાર વર્માએ જણાવેલ કે, ECGC એ ભારતીય નિકાસકારોને કોમર્શીયલ અને પોલીટીકલ રીસ્ક સામે નિકાસ ક્રેડિટ વીમા સહાય પુરી પાડે છે, ખરીદદારની નાદારી, ચુકવણી ડીફોલ્ટ અને સંઘર્ષને કારણે શિપિંગ રૂટ ફેરફારો સામે રક્ષણ સુનિશ્ચિત કરે છે. ત્યારે યુધ્ધની પરિસ્થિતિમાં નિકાસને સુરક્ષીત રાખવા માટે સરકારે Resilience & Logistics Intervention for Export Facilitation પેકેજ જાહેર કરેલ છે. જેના મુખ્ય ત્રણ ઘટકો છે (૧) પહેલાથી જ વીમો ધરાવતા નિકાસકારો માટે વળતર (૨) આગામી નિકાસ માટેના શિપમેન્ટ માટે સહાય (૩) નોન ECGC વીમાકૃત MSME માટે વળતર વિગેરે વિવિધ મુદાઓ ઉપર સંપુર્ણ માહિતી આપેલ હતી. આમ આ બાબતે વધુ માહિતીની જરૂરીયાત હોય તો રાજકોટ ચેમ્બર ઓફિસનો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવેલ. તેમજ નિકાસકારો દ્વારા પુછાયેલ પ્રશ્નો અંગે યોગ્ય પ્રત્યુતર પાઠવવામાં આવેલ હતા. સમગ્ર સેમીનારનું સંચાલન ફીઓ વેસ્ટર્ન રીજીઓનના આસીસટન્ટ ડીરેટકરશ્રી પ્રફુલ સોલંકીએ કરેલ અને આભાર વ્યકત મનેજર પિયુષ પલ્લવએ કરેલ. તેમ રાજકોટ ચેમ્બ૨ની અખબારી યાદીમાં જણાવેલ છે.


