ગીર ગઢડામાં નકલી પોલીસ બની ગેંગે યુવક પાસેથી રૂ. 2.05 લાખથી વધુ પડાવ્યા
ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવા ની ધમકી, શિવાની પટેલ સહિત 4 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
અગ્ર ગુજરાત, ઉના
ગીર ગઢડા તાલુકામાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દ્રોણેશ્વર ગુરુકુળમાં નોકરી કરતા યુવકને વોટ્સએપ મારફતે યુવતી સાથે ઓળખાણ કરાવી, ધોકડવા બોલાવી, નકલી પોલીસ બની મારકૂટ કરી રૂ. 2.05 લાખથી વધુની રકમ પડાવી લેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દ્રોણેશ્વર ગુરુકુળમાં નોકરી કરતા વિઠ્ઠલભાઈ રૂપાભાઈ ની વોટ્સએપ મારફતે શિવાની પટેલ નામની યુવતી સાથે ઓળખાણ કરાવવા માં આવી હતી. યુવતીએ વિશ્વાસ સંપાદન કરી વિઠ્ઠલ ભાઈને ધોકડવા જવાના બહાને અંબાડા ગામનાપાટિયા પાસે બોલાવ્યા હતા.
વિઠ્ઠલભાઈ ત્યાં પહોંચતા જ કાળા રંગની કારમાં ચાર શખ્સો ધસી આવ્યા હતા. આરોપીઓએ પોતેજૂનાગઢ પોલીસ હોવાનું જણાવી યુવકને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ વિઠ્ઠલભાઈને કારમાં બેસાડી મારકૂટ કરી અને કેસમાંથી છોડાવવા માટે રૂપિયાની માંગણી કરીહતી.ડરનામાહોલ માં વિઠ્ઠલભાઈએ પોતાના ઘરેથી રૂ. 20 હજાર મિત્ર પાસેથી રૂ. 15 હજાર તેમજ સ્વામી મારફતે રૂ. 1.70 લાખમેળવી કુલ રૂ. 2.05 લાખ આરોપીઓને આપી દીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
ફરિયાદ અનુસાર, આરોપીઓએ રૂપિયા લીધા બાદ પણ ધમકીનો દોર ચાલુ રાખ્યો હતો. હજુ 3 લાખ નહીં આપે તો ડ્રગ્સ કેસમાં ફસાવી ન્યૂઝમાં નામ આપીશુંકહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં શિવાની પટેલ સહિત ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવતી વખતેસાવચેતીરાખવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિકજાણકરવા અપીલ કરી છે.


