સૌરાષ્ટ્રમાં માછીમારીની સિઝન બંધ, બોટો દરિયા કિનારે લંગારતા માછીમારો
ચોમાસુ નજીક આવતા તા.૧૫ ઓગષ્ટ સુધી સંપૂર્ણ પ્રતિબંધ: ફીશીંગ બોટોની મરામત શરૂ કરાઇ: ૬૧ દિવસનું વેકેશન
અગ્ર ગુજરાત, રાજકોટ
કેન્દ્ર સરકારના જાહેરનામના સંદર્ભમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારામાં પોરબંદર-જૂનાગઢમાં માછીમારી (Fishing) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પહેલી જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી (Fishing) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આંતરદેશીય અને પ્રાદેશિક જળવિસ્તારમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માછીમારી કરવા પર 61 દિવસનો સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વેકેશન દરમિયાન ફિશિંગ બોટોનું સમારકામ કરવામાં આવશે.
તેમા નોન મોટરિઝ ક્રાફ્ટને બાકાત રાખવામાં આવ્યા છે. આદેશનો ભંગ કરનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. મત્સ્ય ઉદ્યોગ વિભાગે આ માટે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. દરિયાઈ વિસ્તારમાં માછલીઓના પ્રજનન અને સંવર્ધનને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ફિશિંગપર મર્યાદિત પ્રતિબંધ અમલી બનાવવામાં આવ્યો છે.
આ જાહેરનામા મુજબ ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોન (ઇઇઝેડ) હેઠળ પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં પહેલી જૂન 2016થી 31 જુલાઈ 2026 સુધી 61 દિવસ માટે ફિશિંગ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં માછીમારી પર પ્રતિબંધ રહેશે.
ગુજરાત મત્સ્ય ઉદ્યોગ નિયમ 2003 તથા સરકારના જાહેરનામા મુજબ ગુજરાતના દરિયાકાંઠાના પ્રાદેશિક જળવિસ્તારમાં પહેલી જૂનથી 15 ઓગસ્ટ 2026 સુધી ફિશિંગ બાન સમયગાળો અમલમાં રહેશે. આ નિયમ હેઠળ અન્વયે પોરબંદર જિલ્લાના પ્રાદેશિક જળવિસ્તારમાં પહેલી જૂનથી 15 ઓગસ્ટ સુધી તમામ યાંત્રિક બોટો અને હોડીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક જળવિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પોરબંદર ફિશરીઝ વિભાગના હસ્તકના પોરબંદર, સુભાષનગર, માધવપુર મિયાણી સહિતના પાંચ બંદર પર પાંચ હજારથી વધુ નાનીમોટી બોટો ઉપલલબ્ધ છે. તે બધી બોટોનું આ વેકેશન દરમિયાન સમારકામ હાથ ધરવામાં આવશે.


