લોક સાહિત્યકાર માયાભાઇ આહિરની દિકરીનો પરાજય
પોતાના જોકસ અને સંવાદોથી લોકોને હસાવતા લોક સાહિત્યકાર માયાભાઇ આહિરની દિકરીની હાર થઇ છે. સોનલબેન ડેરને લાઠી તાલુકા પંચાયતની બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. જો કે પરિણામ ઉલટુ આવ્યું હતું અને સોનલબેન ડેરની કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેર સામે હાર થઇ હતી. ચૂંટણી પહેલા પોસ્ટર ફાડવાનો વિવાદ થયો હતો.


