લોકસાહિત્યના સંપાદક અને વિવેચક જયમલભાઇ પરમારની કાલે પુણ્યતિથિ
સાહિત્ય સેતુ દ્વારા સ્મરણા અને શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
દીકરા નું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રના પનોતાપુત્ર ઝવેરચંદ મેઘાણીની પ્રેરણાથી લોકસાહિત્યના સંપાદન અને સંશોધનની પ્રવૃત્તિ શરૂ કરનાર, સ્વરાજ્ય પ્રાપ્તિ પછી લોક સાહિત્યને જન સમુદાય સમક્ષ પ્રસ્તુત કરવાની ઉમદા કામગીરી ઉપાડનાર, લોક સાહિત્યને આજીવન સમર્પિત લોકપરંપરાના ઉપાસક, સ્વાતંત્ર્ય સેનાની,લેખક, પત્રકાર નવલકથાકાર,નાટ્ય લેખક તેમજ લોકસાહિત્યના સંપાદક સંશોધક અને વિવેચક જયમલ્લભાઈ પરમારની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિ કાર્યક્રમ તારીખ ૧૨/૬/૨૦૨૬ શુક્રવારના રોજ સાંજના ૫/૪૫ વાગે શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે આવેલ સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં યોજવામાં આવેલ છે.
જયમલ્લ પરમારની ૩૫ મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં જયમલ્લભાઈ પરમારની તસ્વીરને પુષ્પાંજલિ કરાશે, લેખક પત્રકાર રાજુલ દવે કાર્યક્રમની પૂર્વભૂમિકા રજૂ કરશે, જાણીતા સાહિત્યમર્મી આર.પી. જોશી જયમલ્લ પરમારના જીવન કવન વિશે વાતો કરશે, લોકગાયક અને પત્રકાર નીલેશ પંડ્યા જયમલ્લ પરમાર સંપાદિત લોકગીતો ની વાતો કરશે અને લોકગીતોનું ગાન કરશે તેમજ રંગભૂમિને સમર્પિત નાટ્યકાર કૌશિક સિંધવ જયમલ્લ પરમાર સાથેના સંસ્મરણો રજુ કરશે.
શ્રદ્ધાંજલિ સ્મરણાંજલિ કાર્યક્રમમાં શહેરભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશી, જાણીતા કવિ સંજુવાળા, સાહિત્ય પ્રેમી ઉદ્યોગપતિ ગીરીશભાઈ કડવાણી, ફુલછાબના પૂર્વ તંત્રી કૌશિકભાઇ મહેતા,મેઘાણી સાહિત્યના ઊંડા અભ્યાસુ શાંતિભાઈ રાણીંગા વિશેષ ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનની સફળતા માટે સાહિત્ય સેતુ પરિવારના વસંતભાઈ ગાદેશા, અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, પંકજ રૂપારેલીયા, સુધીર દત્તા, પ્રકાશ હાથી, સુનિલ વોરા, નલિન તન્ના, જયેન્દ્રભાઈ મહેતા, નૈસધભાઈ વોરા, પરિમલભાઇ જોશી, રમેશ શિશાંગીયા, વિપુલ ભટ્ટ, જીતુ ગાંધી, ઉપમન્યુ રાવલ વગેરે કાર્યરત છે.


