ધોરાજીમાં પૂર્વ ધારાસભ્યના કાર્યાલયની બાજુનાં પ્લોટમાં આગ ભભૂકી ઉઠી
ફાયર વિભાગે પાણીમારો ચલાવી આગ બુઝાવી : જાનહાની ટળી
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજીમાં સ્ટેશન રોડ પર પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની કાર્યાલયની બાજુમાં ખાનગી પ્લોટમાં ગઇકાલે અચાનક આગ લાગતા થોડીવાર માટે અરાજકતા ફેલાઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. સ્થાનિકો દ્વારા ધોરાજી નગર પાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જેથી નગર પાલિકાનું ફાયર સ્ટાફ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લીધી હતી. રહેણાક વિસ્તારમાં ખુલા પ્લોટમાં આગ લાગવાથી આસપાસના રહેણાક વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.


