By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 hour ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    5 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: બસપોર્ટની લિફટમાં ચાર લોકો ફસાયા, બચાવવા આજીજી કરતાનો વીડિયો વાયરલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બસપોર્ટની લિફટમાં ચાર લોકો ફસાયા, બચાવવા આજીજી કરતાનો વીડિયો વાયરલ

Editor
Last updated: 2026/04/20 at 4:18 PM
33 minutes ago
Share
બસપોર્ટની લિફટમાં ચાર લોકો ફસાયા, બચાવવા આજીજી કરતાનો વીડિયો વાયરલ
SHARE

બસપોર્ટની લિફટમાં ચાર લોકો ફસાયા, બચાવવા આજીજી કરતાનો વીડિયો વાયરલ

કરોડોના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક બસપોર્ટમાં સુવિધા અને મેઇન્ટન્સનો અભાવથી યાત્રિકો પર જોખમ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટનું આધુનિક બસપોર્ટ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. અહીં ગત શનિવારે સાંજના સમયે લિફ્ટ બંધ થઈ ગયાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં જાગૃત યુવાન વીડિયોમાં બોલે છે કે અમે લિફ્ટમાં ફસાઈ ગયા છીએ અને ઈમરજન્સી બટન પણ બંધ હાલતમાં છે. જોકે આ દરમિયાન ઇમરજન્સી નંબર પર જાણ કરવામાં આવતા લિફ્ટના મેન્ટેનન્સ સ્ટાફ દ્વારા લિફ્ટ ચાલુ કરી ફસાયેલા 4 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બસપોર્ટમાં દુકાનો કે હોટેલમાં જવા માટેની લિફ્ટમાં કેપેસિટી કરતા વધુ સામાન લઈ જવામાં આવતા આ ઘટના બની હોવાનું બિલ્ડીંગ એસોસિયેશનનું કહેવું છે. જ્યારે ડેપો મેનેજર દ્વારા આ લિફ્ટના મેન્ટેનન્સની જવાબદારી અમારામાં આવતી ન હોવાનું કહી હાથ ખંખેરી લીધા હતા.

રાજકોટ એસટી બસપોર્ટમાં શનિવારે સાંજના સમયે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડના પ્રીમાઈસીસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં બિલ્ડીંગમાં ચોથા માળેથી નીચે ઉતરતી લિફ્ટ અચાનક અધવચ્ચે જ થંભી ગઈ હતી. જેને લીધે લિફ્ટમાં ફસાયેલા 4 લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જેમાંના એક વ્યક્તિએ વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

જેમાં તે યુવાન કહે છે કે, ‘અમે રાજકોટ બસ સ્ટેશનની લિફ્ટ માં ફસાઈ ગયા છીએ.’ લિફ્ટની અંદર રહેલું ઈમરજન્સી બટન વારંવાર દબાવવા છતાં લીફ્ટ ખુલી રહી નથી. યુવાન કહે છે કે ‘અમે રાજકોટના બસ સ્ટેન્ડમાં ચોથા માળેથી લીફ્ટમાં નીચે આવતા હતા અને અચાનક લીફ્ટ બંધ થઈ ગઈ છે, અમે લિફ્ટમાં ચાર લોકો ફસાયા છીએ, અમે હેલ્પ માટે જાણ કરી છે, લિફ્ટના ઈમરજન્સી બટન કામ નથી કરતા, અમે ઘણી ટ્રાય કરી પરંતુ લિફ્ટ ખુલતી નથી’. લિફ્ટમાંથી બહાર નીકળવા માટે લોકો લાંબા સમય સુધી કરગરતા જોવા મળ્યા હતા.

બસ સ્ટેશનની લિફ્ટ બંધ થઈ જવા મામલે રોષ જોવા મળી રહ્યો છે કે કરોડોના ખર્ચે બનેલા બિલ્ડિંગની જાળવણીનો અભાવ શા માટે છે? અગાઉ પણ અહીં અનેક ક્ષતિઓ સામે આવી ચુકી છે ત્યારે આ લિફ્ટની ઘટનાએ સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે પરંતુ તંત્રની આ લાપરવાહી અહીંના વેપારીઓ અને લોકો માટે જીવલેણ સાબિત થાય તેમ છે.

આ અંગે ડેપો મેનેજર ઘનશ્યામ ચગે જણાવ્યું કે, જે લિફ્ટનો વિડીયો વાયરલ થયો છે તેનું સંચાલન એસટી વિભાગ પાસે નથી. તે બિલ્ડિંગ એસોસિએશનના મેનેજમેન્ટ હેઠળ આવે છે. જે બાદ બસ સ્ટેશન બિલ્ડીંગ એસોસિએશનના પ્રમુખ કશ્યપ પંચોલીનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે, બસપોર્ટમાં આવેલી 400 દુકાનોનું અમારું એસોસિયેશન છે. આ લિફ્ટ બંધ થઈ ગઈ તે શનિવારે રાતની ઘટના છે. લિફ્ટમાં વધુ પડતો સામાન લઈ જવા તો હોવાને કારણે આવું બન્યું છે. જોકે 15 મિનિટમાં લિફ્ટ માં ફસાયેલા 4 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

You Might Also Like

રાજકોટમાં ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનો યોજાશે રોડ-શો

રાજકોટમાં નયનાબા-રિવાબા જાડેજા વચ્ચે રાજકીય મંચ પર શાબ્દીક યુધ્ધ

અયોધ્યા ચોક, સ્વાતિ પાર્ક, ગૌરીદડ, કિશન પેટ્રોલ પંપ, ખોડિયાર હોટેલનો વળાંક વાહન ચાલકો માટે જોખમી

સોની બજારમાં અખાત્રીજનું મુહૂર્ત સાચવતા ગ્રાહકો

તા.૨૬મીએ સૂર્યનારાયણ અને રાજકીય ગરમાવો મતદારો પર હાવી રહેશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ડૉ.નિમિષ મુંગરાની IFCC માં જજ તરીકે પસંદગી
રાજકોટ

 ડૉ.નિમિષ મુંગરાની IFCC માં જજ તરીકે પસંદગી

Editor By Editor 6 days ago
રઘુવંશી સમાજનું રાત્રે મહાસંમેલન, ટિકિટના કાવાદાવાને સાંખી નહી લેવાનું એલાન
વલસાડના પારડીના સિવિલ જજને પખવાડીયામાં સરેન્ડર થવા આદેશ
રાજકોટ માટે ભાજપનો ‘વિઝન બ્લૂપ્રિન્ટ’: સંકલ્પ પત્રમાં વિકાસના મોટા દાવા
 રાજકોટ AIIMSનો પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે 50 વિદ્યાર્થીઓને MBBSની ડિગ્રી એનાયત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?