By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    4 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    6 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રોડથી લઈને દરિયા માર્ગે ઘુસાડાતો 2.50 કરોડનો શરાબનો જથ્થો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રોડથી લઈને દરિયા માર્ગે ઘુસાડાતો 2.50 કરોડનો શરાબનો જથ્થો ઝડપાયો

Editor
Last updated: 2026/05/11 at 3:59 PM
3 hours ago
Share
રોડથી લઈને દરિયા માર્ગે ઘુસાડાતો 2.50 કરોડનો શરાબનો જથ્થો ઝડપાયો
SHARE

સૌરાષ્ટ્રમાં દારૂની હેરફેરનો મોટો પર્દાફાશ

રોડથી લઈને દરિયા માર્ગે ઘુસાડાતો 2.50 કરોડનો શરાબનો જથ્થો ઝડપાયો

વિંછીયા પાસે SMC અને જસદણ પોલીસ બે ટ્રક ઝડપી લીધા, જાફરાબાદ જેટી પર દમણથી આવેલી બોટમાંથી દારૂ ઉતારતા રીસીવર સહિત ચાર ઝડપાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશી દારૂના મોટા જથ્થા ઘૂસાડવાના પ્રયાસોમાં ચોંકાવનારો વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજસ્થાન, પંજાબ અને દમણ જેવા વિસ્તારોમાંથી રોડ અને જળ માર્ગે દારૂનો જથ્થો સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનો મોટો નેટવર્ક સક્રિય હોવાનું ફરી એકવાર બહાર આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી), જસદણ પોલીસ અને મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહી દરમિયાન માત્ર 24 કલાકમાં અંદાજે રૂ.2.50 કરોડથી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ ઝડપાતા બુટલેગરોના ગોઠવાયેલા જાળાં સામે આવ્યા છે.
એક તરફ વિંછીયા નજીકથી દારૂ ભરેલા બે ટ્રક ઝડપાયા હતા, તો બીજી તરફ જાફરાબાદ જેટી વિસ્તારમાં દરિયાઈ માર્ગે દમણથી લાવવામાં આવેલો દારૂનો મોટો જથ્થો પણ પકડી પાડવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી બાદ પોલીસે અનેક આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે મુખ્ય સપ્લાયરો અને કેટલાક બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
જસદણ પોલીસ મથકના પીઆઈ જે.પી. ગોસાઈની રાહબરી હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન નંબરનો એક ટ્રક દારૂનો જથ્થો લઈને વિંછીયાથી જસદણ તરફ આવી રહ્યો છે. માહિતીના આધારે પોલીસે લીલાપુર ગામ નજીક ભારત પેટ્રોલપંપ પાસે વોચ ગોઠવી હતી. થોડીવારમાં શંકાસ્પદ ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રક ધીમો પડતાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલો એક શખ્સ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો, જ્યારે ટ્રક ચલાવતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ રાહુલભાઈ વેહનારામ ગુગડવાલ હોવાનું જણાવ્યું હતું, જે રાજસ્થાનના ખારા મહેચાન ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.
ટ્રકની તપાસ કરતાં અંદરથી વિવિધ બ્રાન્ડની 21,552 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, ટ્રક સહિત કુલ રૂ.1.60 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો પંજાબથી મોકલવામાં આવ્યો હતો અને જૂનાગઢ સુધી પહોંચાડવાનો હતો. ટ્રાન્સપોર્ટ માટે ટ્રક ડ્રાઈવરને લાખો રૂપિયાનું ભાડું આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું.
તે જ સમયે સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ ટીમ પણ સૌરાષ્ટ્રમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.જી. અનુરકર અને તેમની ટીમને માહિતી મળી હતી કે અમદાવાદ તરફથી દારૂ ભરેલો ટ્રક વિંછીયા તરફ જઈ રહ્યો છે.
બાતમીના આધારે થોરિયાળી ગામ પાસે પડીયાદ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી પસાર થયેલા ટ્રકને અટકાવી તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂની 28,368 બોટલો મળી આવી હતી. અંદાજે રૂ.74 લાખથી વધુનો દારૂ અને ટ્રક, રોકડ, મોબાઈલ સહિત કુલ રૂ.95 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ટ્રક ચાલક ઓમપ્રકાશ ખેરગ્રામ નવલારામ, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું, તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગર અને વિંછીયા વિસ્તારના કેટલાક બુટલેગરો માટે મંગાવવામાં આવ્યો હતો. પોલીસે સુરેન્દ્રનગર અને વિંછીયાના કેટલાક શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.
રોડ માર્ગ બાદ હવે દરિયાઈ માર્ગ પણ બુટલેગરો માટે સલામત રસ્તો બની રહ્યો હોવાનું જાફરાબાદની કાર્યવાહીથી સામે આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે જાફરાબાદ જેટી વિસ્તારમાં દમણથી દારૂનો જથ્થો બોટ મારફત ઉતારવામાં આવી રહ્યો છે. એસએમસી પીઆઈ આર.કે. કરમટા અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. દરોડા દરમિયાન મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કુલ 6,859 બોટલ સાથે રૂ.22.75 લાખનો દારૂ તેમજ વાહનો, મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ.33.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો સ્વીકારવા આવેલા પ્રકાશ બાબુ શિયાળ, બોટ ડ્રાઈવર રમેશ મેર, મજૂર કાલુલાલ રાવત અને વિજય બારૈયા સહિત ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તમામને મરીન પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
જાફરાબાદ દરોડામાં અનેક મહત્વના નામો પણ સામે આવ્યા છે. દારૂનો જથ્થો મંગાવનાર અને ગોઠવણી કરનાર કેટલાક મુખ્ય બુટલેગરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે રામભાઈ બારૈયા, પ્રથમ ઉર્ફે ભૂરો, બોટ ડ્રાઈવર જાવિદ રફાઈ, બોટ માલિક ઇસ્માઇલ પટેલિયા સહિત અનેક લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસના મતે દમણથી દરિયાઈ માર્ગે દારૂનો જથ્થો મોકલી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઉતારવાનો ગોઠવાયેલો નેટવર્ક કાર્યરત છે. આ નેટવર્કમાં સ્થાનિક સપ્લાયરો, માછીમારી બોટના સંચાલકો અને બુટલેગરોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રમાં સતત વધી રહેલી દારૂની હેરાફેરીએ પોલીસ તંત્ર માટે પડકાર ઉભો કર્યો છે. રોડ અને દરિયાઈ બંને માર્ગે મોટા પ્રમાણમાં દારૂ ઘૂસાડવાના પ્રયાસો દર્શાવે છે કે બુટલેગરો હવે વધુ સંગઠિત રીતે કામ કરી રહ્યા છે. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસની ઝડપી કાર્યવાહીથી કરોડો રૂપિયાનો દારૂ બજારમાં પહોંચે તે પહેલા જ પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસ હવે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં વધુ દરોડા અને ધરપકડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

You Might Also Like

જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર ગોંડલના ગામોમાં પહોંચ્યું

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના ઉદ્યોગિક સલાહકારની રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ

મોબાઈલમાં પ્રેમસંબંધના વીડિયો જોઈ જનાર પત્નીને પતિએ છરીના 3 ઘા ઝીકી દીધા

પત્ની સાથે આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

 રાજકોટ-અમદાવાદ હાઇ-વે બનશે ઝીરો ફેટાલિટી કોરિડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી
રાજકોટ

શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી

Editor By Editor 4 days ago
 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
ખાખી, માતૃત્વ અને મમતા વચ્ચેની સંઘર્ષભરી સફર: મહિલા PSI એન.એ. ગઢવીની પ્રેરણાદાયી કહાની
 કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું
ભારતીય મઝદૂર સંઘના હસુભાઇ દવેનું ગુજરાત ગરીમા એવોર્ડથી સન્માન કરાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?