By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો

Editor
Last updated: 2026/06/15 at 3:18 PM
2 months ago
Share
LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો
SHARE

LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો

ભાવનગરના વિદ્યાનગર વિસ્તારના પરીક્ષા કેન્દ્ર પર ધ્રાંગધ્રાના જસમતપુરા ગામનો ઉમેદવાર ઝડપાયો : ટોઇલેટ જવાના બહાને બહાર નીકળતા શંકાસ્પદ હરકતથી ભાંડો ફૂટયો : ખિસ્સામાંથી મોબાઇલ નીકળ્યો : અટકાયત

 

અગ્ર ગુજરાત, ભાવનગર

જેની પર રાજયની સુરક્ષાની આગામી દિવસોમાં જવાબદારી આવવાની છે તેવી પોલીસ રક્ષક દળની ભરતી વિવાદમાં આવી છે અને ભાવનગરમાં એલઆરડીની લેખીત પરીક્ષામાં એક ઉમેદવાર  મોબાઇલ સાથે ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી છે અને સુરક્ષા તેમજ ચેકીંગ સામે સવાલો ઉભા થયા છે. નીટ પરીક્ષાનો મામલો હજુ પૂર્ણ નથી તયો ત્યાં વધુ એક મામલો સામે આવ્યો છે.

14 જૂને ગુજરાતભરમાં કડક સુરક્ષા વચ્ચે યોજાયેલી લોકરક્ષક દળ (LRD)ની લેખિત પરીક્ષા દરમિયાન ભાવનગર શહેરમાંથી પરીક્ષા ગેરરીતિનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલા એક પરીક્ષા કેન્દ્ર પર પ્રતિબંધ હોવા છતાં મોબાઇલ ફોન સાથે પરીક્ષા આપવા આવેલા ધ્રાંગધ્રાના એક યુવકને સુપરવાઇઝરે રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ મામલે કેન્દ્રના સત્તાધારીઓ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી પરીક્ષાર્થી યુવકની અટકાયત કરી લીધી હતી.

બનાવની વિગત એવી છે કે, 14 જૂનને રવિવારે સમગ્ર રાજ્યની સાથે ભાવનગર શહેરમાં પણ LRDની લેખિત પરીક્ષા કુલ 35 કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. આ દરમિયાન શહેરના વિદ્યાનગર રોડ પર આવેલી ‘વિશુદ્ધાનંદ વિદ્યા મંદિર’ સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામનો રાહુલ પ્રહલાદભાઈ વિરગામા (ઉં.વ. 23) નામનો યુવાન પરીક્ષા આપવા બેઠો હતો.

પરીક્ષા ચાલુ હતી, તે દરમિયાન યુવક ક્લાસરૂમમાંથી ટોઇલેટ જવા માટે બહાર નીકળ્યો હતો. આ સમયે તેની હિલચાલ અને વર્તન શંકાસ્પદ જણાતાં ત્યાં હાજર પરીક્ષા કેન્દ્રના સુપરવાઇઝરે તેને રસ્તામાં જ અટકાવ્યો હતો. સુપરવાઇઝરે તેની કડક તલાશી લેતા તેના ખિસ્સામાંથી એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવતાં પરીક્ષા હોલમાં સન્નાટો વ્યાપી ગયો હતો. બોર્ડના નિયમોનુસાર પરીક્ષા ખંડ કે કેન્દ્રની અંદર કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કે મોબાઇલ લાવવા પર સખત પ્રતિબંધ છે.

મોબાઇલ ફોન ઝડપાયા બાદ વિશુદ્ધાનંદ વિદ્યા મંદિર કેન્દ્રના મુખ્ય સુપરવાઇઝરે તાત્કાલિક નીલમબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને યુવક વિરૂદ્ધ લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને આરોપી વિદ્યાર્થી રાહુલ વિરગામા વિરૂદ્ધ નવા કાયદાની કલમ BNS એક્ટ 318(2) [છેતરપિંડી-ગેરરીતિ] તેમજ ‘ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) અધિનિયમ’ની કલમ 3, 4 અને 12(1) મુજબ ગંભીર ગુનો દાખલ કર્યો છે.

આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકના પીઆઇ (PI) ડી.પી. ઉનડકટે દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ગેરરીતિ આચરનારા પરીક્ષાર્થી યુવકની સત્તાવાર અટકાયત કરી લેવામાં આવી છે. તે મોબાઇલ ફોન કયા હેતુથી અંદર લાવ્યો હતો તથા તેની પાછળ અન્ય કોઈ સ્કેમ છે કે કેમ? તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

You Might Also Like

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં ચાર તબીબો સસ્પેન્ડેડ કરાયા

ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા

ભાવનગરમાં દારૂના કેસમાં ફસાવાની શંકાએ પરિવાર પર હુમલો-તોડફોડ

ભાવનગરના બુધેલમાં રૂ.૯.૪૦ કરોડનો એંબરગ્રીસનો જથ્થો ઝડપી લેતી SMC

ભાવનગર જિલ્લા બેંકમાંથી રૂ.૮૦૨ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બેડીપરામાં મધરાતે જર્જરિત મકાન ધરાશાયી થતાં 45 વર્ષીય શ્રમિકનું કરૂણ મોત
ગુજરાતરાજકોટ

બેડીપરામાં મધરાતે જર્જરિત મકાન ધરાશાયી થતાં 45 વર્ષીય શ્રમિકનું કરૂણ મોત

Editor By Editor 3 days ago
ભાદર-૨, લાલપરી, આજી-૨ સહિતના ડેમો એલર્ટ પર
ૐદાદાના સાનિધ્યમાં ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬ સંપન્ન
ડાયાબિટીસ સહિત ૨3 દવાના ભાવમાં ફેરફાર
બનાસકાંઠાના અમીરગઢ અને કાંકરેજ ગામમાં ચાંદીપુરાથી બે બાળકોના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?